Sunday, 8 September, 2024

ફક્ત 2 વર્ષમાં મહિલાઓને અમીર બનાવશે આ સરકારી યોજના, જાણો કેવી રીતે લાભ મેળવશો

96 Views
Share :
fakat 2 year ma mahilaone amir banavse

ફક્ત 2 વર્ષમાં મહિલાઓને અમીર બનાવશે આ સરકારી યોજના, જાણો કેવી રીતે લાભ મેળવશો

96 Views

પોસ્ટ ઓફિસ દ્વારા મહિલાઓને રોકાણ માટે અનેક જુદી જુદી યોજનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ યોજનામાં મહિલાઓ ઓછા સમયમાં તગડું વ્યાજ કમાઈ શકે છે સાથે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે.

ભારત સરકાર સમયાંતરે મધ્યમ વર્ગના લોકો માટે અવનવી સેવિંગ સ્કીમ્સ લોન્ચ કરતી રહે છે. જેની મદદથી બચત કરી શકાય છે અને સાથે જ આ સ્કીમ્સમાં રોકાણ કરેલા નાણાં પર કેન્દ્ર સરકારી ગેરંટેડ રિટર્ન (PM Modi Gaurantee) પણ આપે છે. ત્યારે Post Office પણ મહિલાઓને રોકાણ કરવા ઘણા વિકલ્પો પ્રદાન કરે છે. જેની મદદથી મહિલાઓ ઓછા સમયમાં પૈસા કમાવાની સાથે સાથે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરી શકે છે.

જેમાં મહિલાઓ માટેની એક યોજના છે ‘મહિલા સન્માન બચત પ્રમાણપત્ર’ (Post Office Mahila Samman Saving Certificate), જે એક નાની બચત યોજના છે, જેની મદદથી મહિલાઓ માત્ર 2 વર્ષમાં જ અમીર બની શકે છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર મહિલાઓને આ સ્કીમ પર 7.5 ટકાનું વ્યાજ આપે છે અને આ વ્યાજની ગેરંટી સરકાર આપે છે.

2 લાખના રોકાણ પર આટલું મળશે વ્યાજ

જો કોઈ મહિલા 2 વર્ષ માટે મહિલા સન્માન બચત પ્રમાણપત્રમાં 2 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો મેચ્યોરિટી પર 2.32 લાખ રૂપિયા મળશે. આ સ્કીમ એક FD તરીકે કામ કરે છે. આ સ્કીમમાં રોકાણ કરવા ઇચ્છતી મહિલાઓ નજીકની Post Office શાખામાં જઈને ખાતું ખોલાવવા માટેની પ્રક્રિયા કરી શકે છે. આ ફોર્મ સાથે ગ્રાહકે KYC માટે પાનકાર્ડ અને આધાર કાર્ડ આપવાનું રહેશે. સાથે જ તમારે ચેક અને પે-ઈન-સ્લીપ પણ આપવાની રહેશે.

કોણ કરી શકે છે આ સ્કીમમાં રોકાણ?

આ સ્કીમમાં કોઈપણ મહિલા કે બાળકીના નામે રોકાણ કરી શકાય છે. આ ઉપરાંત કોઈપણ મહિલા કે બાળકીના કાનૂની વાલી સગીર બાળકીના નામે આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. એટલું જ નહીં, આનેઐost Office ની યોજનામાં પતિ તેની પત્ની માટે પણ રોકાણ કરી શકે છે.

મળે છે ટેક્સ છૂટ

આ સ્કીમ ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમથી વિપરીત છે. મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટમાં રોકાણ કરવા પર ઈન્ક્મ ટેક્સ એક્ટ 80C અંતર્ગત ટેક્સ છૂટ મળે છે. જોકે, યોજના અંતર્ગત તેમાં મળેલા વ્યાજ પર તમારે ટેક્સ ચૂકવવાનો રહે છે. તેના વ્યાજ પર તમને ટેક્સ બેનિફિટ નથી મળતો. વ્યાજ પર થનારી ઈન્ક્મ પર TDS કાપવામાં આવે છે.

કેટલું કરી શકાય મહત્તમ રોકાણ?

MSSCમાં ન્યુનતમ રોકાણ 1000 રૂપિયા અને 100ના મલ્ટીપલમાં કરી શકાય છે, જ્યારે મહત્તમ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. જો કોઈ મહિલા કે સગીર બાળકીના વળી અગાઉથી જ ખાતું ધારાવે છે અને તેઓ વધુ એક ખાતું ખોલાવવા માંગે છે, તો આ બંને ખાતા વચ્ચે ઓછામાં ઓછો ત્રણ મહિનાનું અંતર હોવું જરૂરી છે.

જો તમે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માંગો છો, તો ખાતું ખોલાવ્યાના એક વર્ષ બાદ કુલ જમા રકમમાંથી 40 ટકા રકમ ઉપાડી શકો છો. જણાવી દઈએ કે, આ સ્કીમ અંતર્ગત મળતું વાર્ષિક 7.5 ટકા વ્યાજ દર ત્રણ મહિને ખાતામાં આવે છે, પરંતુ વ્યાજ અને મૂડી મેચ્યોરિટી પર જ મળે છે.

ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. gujjuplanet.com કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *