Sunday, 22 December, 2024

ઓટ્સ સોજી ઈડલી બનાવવાની Recipe

133 Views
Share :
ઓટ્સ સોજી ઈડલી બનાવવાની Recipe

ઓટ્સ સોજી ઈડલી બનાવવાની Recipe

133 Views

નમસ્તે મિત્રો આજે આપણે ઓટ્સ સોજી ઈડલી બનાવવાની રીત – Ots soji idli banavani rit શીખીશું. આ ઈડલી ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવી ખૂબ સરળ છે, આ ઈડલી ખૂબ ઓછી સામગ્રી માંથી અને ખૂબ ઝડપથી આથો આપ્યા વગર જ તૈયાર થાય છે તો ચાલો જાણીએ Ots soji idli recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ઓટ્સ સોજી ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • ઓટ્સ 1 કપ
  • સોજી 1 કપ
  • દહી 1 કપ
  • ઇનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ઓટ્સ સોજી ઈડલી બનાવવાની રીત | Ots soji idli recipe in gujarati

ઓટ્સ સોજી ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જાર માં ઓટ્સ નાખી ને પીસી લ્યો. પીસેલા એક વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એમાં સાફ કરેલ સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને દહી નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પહેલા અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં બીજો અડધો કપ પાણી નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાંચ દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો. દસ મિનિટ પછી મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને ઈડલી ના મિશ્રણ જેવું બનાવવા જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો. ( અહી તમે તમારી પસંદ ના ઝીણા સમારેલા વેજીટેબલ પણ નાખી શકો છો )

હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે ઓટ્સ વાળા મિશ્રણ માં ઇનો અને એક ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી ને ઈડલી સ્ટેન્ડ ને કડાઈ માં મૂકો ને ઢાંકી ને આઠ દસ મિનિટ ચડવા દયો.

દસ મિનિટ પછી ઈડલી ના સ્ટેન્ડ ને બહાર કાઢી લ્યો અને ઠંડી થવા દયો. ઈડલી ઠંડી થાય એટલે ડી મોલ્ડ કરી લ્યો અને ચટણી અને સંભાર સાથે સર્વ કરો ઓટ્સ સોજી ઈડલી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *