Thursday, 5 December, 2024

પાદહસ્તાસન

360 Views
Share :
પાદહસ્તાસન

પાદહસ્તાસન

360 Views

પાદહસ્તાસન :

પાદહસ્તાસન એ ઊભા રહીને કરવાનું આસન છે. આ આસનમાં પગ અને હાથ મળતા હોવાથી તેને પાદહસ્તાસન કહેવામાં આવે છે.

મૂળ સ્થિતિ : બંને પગ ભેગા, બંને હાથ સીધા શરીરને અડેલા, નજર સામે રાખો, હાથની આંગળીઓ શરીરને અડેલી

  • શ્વાસ લેતાં લેતાં બંને હાથને આકાશ તરફ, કાન સાથે અડકેલા તેમજ સીધા ખેંચેલા રાખીને ઉપર તરફ લઈ જાઓ.
  • ધીરે ધીરે શ્વાસ બહાર કાઢી પેટ અંદર ખેંચીને તેમજ પગ કડક અને સીધા રાખી, શરીરને કમરમાંથી આગળની તરફ નમાવો.
  • હાથ સીધા રાખી, ડાબા હાથની હથેળી ડાબા પગના પંજાની બાજુમાં તેમજ જમણા હાથની હથેળી જમણા પગના પંજાની બાજુમાં જમીન પર મૂકો. પગ ઘૂંટણમાંથી સીધા રાખો.
  • કપાળને બે ઘૂંટણની વચ્ચે લઈ જાઓ. દાઢી છાતીને અડેલી રાખવી. એ સમયે ધ્યાન નાભિ સ્થાન પર રાખવું. અનુકૂળ સમય સુધી, સામાન્ય શ્વાસોશ્વાસ સાથે આ સ્થિતિ જાળવો.
  • થોડી વાર આ સ્થિતિમાં રહ્યા પછી કપાળ ઘૂંટણમાંથી દૂર કરવું.
  • બંને હાથ ધીમે ધીમે ઉપર લાવવા. કમરથી ઉપરનું શરીર જમીનને સમાંતર, હથેળી જમીન તરફ રાખવી.
  • ત્યાર બાદ બંને હાથ ઉપર તરફ અડેલા.
  • બંને હાથ નીચે લાવવા.

    • પેટની તકલીફ હોય તેવા લોકોએ આ આસન ન કરવું.
    • હૃદયની તકલીફ હોય તેવી વ્યક્તિએ માર્ગદર્શકની સલાહ મુજબ કરવું.
    • બંને પગના ઘૂંટણને વાળવા નહિ, સીધા રાખવા.
    • આસન દરમિયાન શ્વાસોશ્વાસ સામાન્ય રાખો.
    • આંચકા સિવાય ધીરે ધીરે આસન કરવું અને ધીરે ધીરે મૂળ સ્થિતિમાં આવવું.

    • પાદહસ્તાસન આસનથી પેટની અને પેડુની ખોટી ચરબી દૂર થાય છે, જેથી શરીર હળવું બને છે અને સ્નાયુઓ મજબુત બને છે.
    • શરીર સુડોળ બને છે.
    • કરોડને સરસ માલિશ થાય છે.
    • કરોડની સ્થિતિસ્થાપકતામાં વધારો થાય છે અને ચેતાઓ સતેજ બને છે.
    • હાથ, પગ અને કમરના બધા અક્કડ સ્નાયુઓ ઢીલા થાય છે.
    • પગની તાકાત વધે છે.
    • સાયટિકાનું દર્દ મટે છે.
    • ઘૂંટણની કાર્યક્ષમતા ટકી રહે છે.
    • જ્ઞાનતંતુઓની કાર્યક્ષમતા વધે છે.
    • પાચનતંત્ર સતેજ થતાં અર્જીણ, પેટના દર્દો જેવા કે ગૅસ, ઍસિડિટી, કબજિયાત વગેરે નાબુદ થાય છે.
    • શરીર લચીલું, સૂર્તીવાળું અને સ્વસ્થ બને છે.
    • પ્રાણ, અપાન અને સમાનવાયુ સપ્રમાણ વહે છે.
    • ઊંચાઈ વધે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે.

  • Share :

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *