Saturday, 27 July, 2024

પદ્માસન

229 Views
Share :
પદ્માસન

પદ્માસન

229 Views

પદ્મ એટલે કમળ અને આસન એટલે સ્થિતી. આ આસનમાં શરીરની સ્થિતિ કમળ જેવી થેતી હોવાથી તેને પદ્માસન કહે છે. પદ્માસન, પગને વાળી બેસીને કરવામાં આવતા યોગાસનની સ્થિતી  છે, જે મનને શાંત કરીને તેમજ વિવિધ શારીરિક માંદગીઓના દુ:ખને દૂર કરીને ધ્યાન કરવામાં મદદ કરે છે. આ આસન નિયમિત કરનારને કમળની જેમ ખીલવામાં મદદ કરે છે. તેથી જ તેનું નામ પદ્માસન છે .

મૂળ સ્થિતિ :

બંને પગ સીધા, બંને પગની એડી તથા અંગૂઠા જોડેલા. હાથ કોણીમાંથી સીધા બંને પગની બાજુમાં, હથેળી જમીન ઉપર, હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી. કમરથી ઉપરનું શરીર સીધું અને શિથિલ.

  • ડાબા પગનો અંગુઠો જમણા હાથ વડે પકડી, પગને ઘૂંટણમાંંથી વાળી, પગનો પંજો જમણા પગના સાથળ ઉપર રાખવો.
  • જમણા પગનો અંગુઠો ડાબા હાથ વડે પકડી, પગને ઘૂંટણમાંથી વાળી પગનો પંજો ડાબા પગના સાથળ ઉપર રાખવો. બંને પગની એડીનો પાછળનો ભાગ નાભિ પાસેના ભાગને સ્પર્શે તેમ રાખવો.
  • બંને હાથની પ્રથમ આંગળી તથા અંગૂઠાનો આગળનો ભાગ એકબીજાને સ્પર્શે તે રીતે રાખો. બંને હાથને બંને પગના ઘૂટણ પર રાખવા.
  • આંખો ધીમેથી બંધ કરવી.

    • પદ્માસન જાળવી રાખી જ્ઞાનમુદ્રામાંથી બંને હાથ છોડી માથું, ગરદન અને પીઠ એક સીધી રેખામાં રાખી, બંને હાથના પંજા એકબીજા પર મૂકી લોપામુદ્રા બનાવો.
    • આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી મૂળ સ્થિતિમાં આવવા માટે :
    • ધીમે-ધીમે આંખો ખોલો.
    • અંગૂઠો તથા પ્રથમ આંગળી જોડેલા હાથ મુક્ત કરો.
    • જમણો પગ સીધો કરો.
    • ડાબો પગ સીધો કરો.

    • આસન સ્વસ્થ ચિત્તે અને શાંતિથી કરવું.
    • આ આસનમાં બેસવાનો અભ્યાસ ધીરે-ધીરે વધારવો.
    • આ આસન સવારે અથવા સાંજે ભૂખ્યા પેટે કરવું.
  • આસન સ્વસ્થ ચિત્તે અને શાંતિથી કરવું.
  • આ આસનમાં બેસવાનો અભ્યાસ ધીરે-ધીરે વધારવો.
  • આ આસન સવારે અથવા સાંજે ભૂખ્યા પેટે કરવું.
    • એકાગ્રતા વધે છે.
    • બ્રહ્મચર્યના પાલનમાં ઉપયોગી છે.
    • પ્રાણનો પ્રવાહ ઉર્ધ્વગામી બને છે.
    • સાથળ અને કમરનો ભાગ સુદ્રઢ બને છે.
    • મન શાંત બને છે.
    • ધ્યાન કરવા માટે ઉપયોગી છે.
  • એકાગ્રતા વધે છે.
  • બ્રહ્મચર્યના પાલનમાં ઉપયોગી છે.
  • પ્રાણનો પ્રવાહ ઉર્ધ્વગામી બને છે.
  • સાથળ અને કમરનો ભાગ સુદ્રઢ બને છે.
  • મન શાંત બને છે.
  • ધ્યાન કરવા માટે ઉપયોગી છે.
  • Share :

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *