પાનકોબી નું શાક બનાવવાની Recipe
By-Gujju10-01-2024
પાનકોબી નું શાક બનાવવાની Recipe
By Gujju10-01-2024
ઘરે ટેસ્ટી પાનકોબી નું શાક બનાવવાની રીત – Pankobi nu shaak banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, આ શાક ને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. જે પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. આજે આપણે એકદમ નવી રીતે શાક બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને ચટપટું પત્તા ગોબી નું શાક બનાવતા શીખીએ.
પાનકોબી નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- પાનકોબી 500 ગ્રામ
- ટામેટા 1
- લીલાં મરચાં 2
- તેલ 2 ચમચી
- વરિયાળી ½ ચમચી
- કલોંજી ¼ ચમચી
- અજમો ¼ ચમચી
- વટાણા 100 ગ્રામ
- ધાણા પાવડર ½ ચમચી
- જીરું પાવડર ½ ચમચી
- મરી પાવડર ¼ ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- ગરમ મસાલો ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
પાનકોબી નું શાક બનાવવાની રીત
પાનકોબી નું શાક બનાવવા માટે સૌથી પહેલાં પત્તા ગોબી ને સ્લાઈસ માં કટ કરીને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.
એક મિક્સર જારમાં ટામેટા ના ટુકડા કરી ને નાખો. હવે તેમાં લીલાં મરચાં નાખો. હવે તેને પીસી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વરિયાળી, કલોનજી અને અજમો નાખો. હવે તેમાં પીસી ને રાખેલ ટામેટા ની ગ્રેવી નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં લીલાં વટાણા નાખો. હવે તેને હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ધાણા પાવડર, જીરું પાવડર, મરી પાવડર, લાલ મરચું પાવડર, હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું પાણી નાખો.
તેમાં સુધારી ને રાખેલી પત્તા ગોબી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને આઠ થી દસ મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો. ત્યાર બાદ તેમાં ગરમ મસાલો નાખો. તેને હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી અને ચટપટું પત્તા ગોબી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ પત્તા ગોબી નું શાક ખાવાનો આનંદ માણો.