Saturday, 27 July, 2024

વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવવાની Recipe

170 Views
Share :
વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવવાની Recipe

વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવવાની Recipe

170 Views

આજે આપણે ઘરે વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવવાની રીત – Veg Mayo Grilled Sandwich banavani rit શીખીશું. આજે આપણે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને સેન્ડવીચ બનાવીશું, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે સાથે હેલ્થી પણ છે. સવારે કે સાંજે નાસ્તા માં તમે બનાવી શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. અને બાળકો હસતા હસતા પેટ ભરીને ખાઈ લે તેવી સુપર ટેસ્ટી બને છે. તો ચાલો આજે આપણે ઘરે Veg Mayo Grilled Sandwich Recipe in gujarati શીખીએ.

વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • ઝીણી સુધારેલી કેપ્સીકમ ½ કપ
  • મરી પાવડર ½ ચમચી
  • ઝીણું સુધારેલું પત્તા ગોબી ½ કપ
  • ઝીણું સુધારેલું ગાજર ½ કપ
  • મેયોનીજ 3 ચમચી
  • ઝીણું સુધારેલું લીલું મરચું 2
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • બટર
  • બ્રેડ
  • ગ્રીન ચટણી

વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવવાની રીત

વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણી સુધારેલું કેપ્સીકમ, ઝીણી સુધારેલી પત્તા ગોબી, ઝીણી સુધારેલું ગાજર, ઝીણું સુધારેલું લીલું મરચું, ઝીણું સુધારેલા લીલાં ધાણા અને મેઓનીઝ નાખો.

તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સેન્ડવીચ માટેનું ફિલીંગ.

એક બ્રેડ લ્યો. હવે તેમાં બટર લગાવો. હવે તેની ઉપર ગ્રીન ચટણી લગાવો. હવે તેની ઉપર બે ચમચી જેટલું બનાવી ને રાખેલું ફિલીંગ ને સરસ થી ફેલાવી ને રાખો. હવે બીજી બ્રેડ લ્યો. હવે તેમાં ફરી થી થોડું બટર અને ગ્રીન ચટણી લગાવો. હવે તે બ્રેડ ને ફિલીંગ રાખેલી બ્રેડ ઉપર રાખો.

ઇલેક્ટ્રિક સેન્ડવીચ મશીન ઉપર તૈયાર કરીને રાખેલી સેન્ડવીચ રાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી સેન્ડવીચ બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી વેજ મેયોનીઝ સેન્ડવીચ. હવે તેને ત્રિકોણ સેપ માં કટ કરી લ્યો. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ વેજ મેયોનીઝ સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.

Recipe Notes

  • તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ સેન્ડવીચ માં નાખી શકો છો.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *