Sunday, 22 December, 2024

પાપાના ઘરનું પારેવડું Lyrics in Gujarati

345 Views
Share :
Papa Na Ghar Nu Parevadu

પાપાના ઘરનું પારેવડું Lyrics in Gujarati

345 Views

હો સુનોરે માંડવડો ને
હે સુનોરે માંડવડો ને
સુનું ઘરનું આંગણીયું ને
પાંખો આવતા થયું પરાયું પાપાનાં ઘરનું પારેવડું
હો રૂવે ઘરની ભીતડિયુંને રૂવે ગમાણે વાછરડું રે
પાંખો આવતા થયું પરાયું પાપાનાં ઘરનું પારેવડું
પાપાનાં ઘરનું પારેવડું

હે…પાપા પગલી નાનીઢીંગલી દાદાના દિલની દુલારી રે
હો પાપા પગલી નાનીઢીંગલી દાદાના દિલની દુલારી રે
હે કાલી ઘેલી બોલી વ્હાલી ઘરમાં સૌની પ્યારી રે
હે આંસુ ભીંજાયો પાલવડોને
હે આંસુ ભીંજાયો પાલવડોને
કાંપે પિતાનું કાળજડું
પાંખો આવતા થયું પરાયું પાપાનાં ઘરનું પારેવડું

હે…વળી વળીને વિનવું મારા માડી જાયા વીરા રે
હો વળી વળીને વિનવું મારા માડી જાયા વીરા રે
એ માતા-પિતાની સંભાળ રાખજે એટલી અરજ અમારી રે
હે ભૂલો અમારી ભૂલી જા જો
હે ભૂલો અમારી ભૂલી જા જો
નઈ કરું હવે મારું-તારું
પાંખો આવતા થયું પરાયું પાપાનાં ઘરનું પારેવડું

હે સુનોરે માંડવડો ને સુનું ઘરનું આંગણીયું રે
પાંખો આવતા થયું પરાયું પાપાનાં ઘરનું પારેવડું
પાપાનાં ઘરનું પારેવડું
હે પાપાનાં ઘરનું પારેવડું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *