Monday, 23 December, 2024

Paraniyu Bandhay Maa Jashodaji Gai Lyrics in Gujarati

884 Views
Share :
Paraniyu Bandhay Maa Jashodaji Gai Lyrics in Gujarati

Paraniyu Bandhay Maa Jashodaji Gai Lyrics in Gujarati

884 Views

પારણિયું બંધાય , માતા જશોદાજી ગાય
લાલો મારો પારણિયામા ક્યારે પોઢી જાય
હે લાલો મારો પારણિયામા ક્યારે પોઢી જાય
પારણિયું બંધાય…

મારા વ્હાલા ને હીંચકે હીંચાવુ , હું તો ગીત મધુરા ગાઉ
તને હૈયામાં મારા સમાવુ, હું તો હૈયામાં તારા સમાઉ
એનુ મુખડું લાલમલાલ, એના ગુલાબી છે ગાલ
એ તો સુંદર સોહાય
પારણિયું બંધાય…

હું તો ઈચ્છું કે જલ્દી ના જાગે , એને કોઈ રમાડવા ના માંગે
એને બાંધ્યો છે કાળે ધાગે , એને કોઈની નજર ના લાગે.
મારો લાલો કરમાઈ જાય , એ તો જોયું ના જોવાય.
મારૂં દલડુ દુભાય
પારણિયું બંધાય…

જયારે કાનુડો મોટો થાશે , એ તો ગાયો ચરાવવા જાશે
હું તો મોટો કરૂ છું એવી આશે , મારૂં નામ અમર ગવાશે
વલ્લભ પ્રેમા અમૃત પાય વૈષ્ણવ લાલાના ગુણ ગાય
સર્વે વારી વારી જાય
પારણિયું બંધાય…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *