Monday, 23 December, 2024

Pelu Re Pelu Mangaliyu Gujarati Lyrics

556 Views
Share :
Pelu Re Pelu Mangaliyu Gujarati Lyrics

Pelu Re Pelu Mangaliyu Gujarati Lyrics

556 Views

પહેલું તે મંગળ વરતિયું ફેરા ફરે વધુ વરરાજ
પહેલે તે જવતલ હોમતા વીરાજી હરખાય
પહેલે તે મંગળ દીકરીને ગાયોના દાન દેવાય
વરસે ફૂલડાં ચોરીયે મંગળ ગીત ગવાય
મંગળ ગીત ગવાય
મંગળ ગીત ગવાય

પહેલું પહેલું મંગળિયું વરતાય રે
પહેલે મંગળ સાના તે દાન દેવાય રે
પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે
અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે           

બીજું તે મંગળ વરતિયું ફેરા ફરે વધુ વરરાજ
નોબત બાજે માંડવે ને ગુંજે રૂડી શરણાઈ  
બીજે તે મંગળ દીકરીને સોનાના દાન દેવાય
સ્નેહી સ્વજન સૌવ હોશથી આશિષ આપે વધાય
આશિષ આપે વધાય
આશિષ આપે વધાય

બીજું બીજું મંગળિયું વરતાય રે
બીજે મંગળ સાના તે દાન દેવાય રે
બીજે મંગળ સોનાનાં  દાન દેવાય રે
અરે ફૂલડાં કેરી ફોરમ બધે વરતાય રે          

ત્રીજું તે મંગળ વરતિયું ફેરા ફરે વધુ વરરાજ
ત્રણે ભુવનથી માંડવે આશિષ વર્ષા થાય
ત્રીજે તે મંગળ દીકરીને રૂપાના દાન દેવાય
આનંદની ચોરીમાં ચારે દિશે વરતાય
ચારે દિશે વરતાય
ચારે દિશે વરતાય

ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે
ત્રીજે મંગળ સાના તે દાન દેવાય રે
ત્રીજે મંગળ રૂપાના દાન દેવાય રે
સૌવને હૈયે આંદન અતિ ઉભરાય રે

ચોથું તે મંગળ વરતિયું ફેરા ફરે વધુ વરરાજ
ઓઢી પિયુની ચુંદડી અંગ ઉમંગ ના માય
ચોથે તે મંગળ ભરી સભામા કન્યાના દાન દેવાય
કાચાં સુતરના તાંતણે ભવ-ભવની ગાંઠ બંધાય
ભવ-ભવની ગાંઠ બંધાય
ભવ-ભવની ગાંઠ બંધાય
www.gujjuplanet.com

ચોથું ચોથું મંગળિયું વરતાય રે          
ચોથે મંગળ સાના તે દાન દેવાય રે
ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે
એવા દાન વૈકુઠમા વખણાય રે 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *