Saturday, 21 December, 2024

પીઠી, મહેંદીથી લઈને સેંથો પૂરવા સુધી, જાણી લો લગ્નના રિવાજનું મહત્વ

358 Views
Share :
પીઠી, મહેંદીથી લઈને સેંથો પૂરવા સુધી, જાણી લો લગ્નના રિવાજનું મહત્વ

પીઠી, મહેંદીથી લઈને સેંથો પૂરવા સુધી, જાણી લો લગ્નના રિવાજનું મહત્વ

358 Views

દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન પ્રસંગને મહત્વનો ગણવામાં આવે છે. લગ્ન સમયે વર અને વધૂ બંનેએ અનેક ભૂમિકાઓ નિભાવવાની રહે છે. પરંતુ શું તમે એ જાણો છો કે પીઠી, મહેંદીથી લઈને સેંથો પૂરવા સુધીના દરેક રિવાજનું મહત્વ શું હોય છે. ગુજરાતી લગ્નમાં દરેક વિધિને ધામધૂમથી ઉજવવામાં આવે છે.

  • ગુજરાતી લગ્નમાં ખાસ છે આ વિધિ
  • લગ્નના રિવાજોમાં છૂપાયા છે ખાસ કારણો
  • આ કારણે લગ્નમાં નિભાવવામાં આવે છે રિવાજો

ગુજરાતી લગ્ન હોય એટલે પીઠી, મહેંદી, જયમાલા અને સેંથો પૂર્યા બાદ રિંગ શોધવા સુધીના દરેક રિવાજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જાણીએ હિંદુ ધર્મના લગ્નમાં દરેક રિવાજ પાછળનું મહત્વ શું હોય છે.

પીઠી

વર હોય કે વધૂ લગ્નની શરૂઆત પીઠીથી કરવામાં આવે છે. અનેક લોકો માને છે કે પીઠીના કારણે ત્વચામાં નિખાર આવે છે. અને પરંપરા નિભાવે છે. માન્યતા એ છે કે લગ્નમાં અનેક મહેમાન આવે છે તેમાં જો કોઈને ઈન્ફેક્શન હોય તો તે વર કે વધૂને ન લાગે તે માટે તેને હળદરનો આ ઉબટન લગાવવામાં આવે છે. હળદર એક એન્ટી બાયોટિકનું કામ કરે છે.

મહેંદી

આ દિવસે થનારી વધૂને મહેંદી લગાવવામાં આવે છે. કહેવાય છે કે મહેંદીનો રંગ જેટલો ઘેરો હોય તેટલું તેનું વૈવાહિક જીવન સારું હોય છે. પરંતુ ખરેખર માન્યતા એવી છે કે લગ્ન સમયે અનેક પ્રકારની ચિંતા રહેતી હોય છે. મહેંદી માનસિક શાંતિ આપે છે. વધૂને ચિંતામુક્ત રાખવા માટે મહેંદી લગાવવામાં આવે છે.

ઘોડી પર ચઢે છે વર

વર જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે તે ઘોડી પર બેસે છે. અનેક પ્રાણીઓમાં તે ચંચળ અને કામુક ગણાય છે. માન્યતા છે કે વર આ બંને વાતોને પોતાના પર હાવી ન થવા દે તે માટે તેને ઘોડી પર બેસાડીને લાવવામાં આવે છે. અન્ય વાતમાં ઘોડાનું શોર્ય અને વીરતાનું પ્રતિક માનવામાં આવે છે. ભગવાન રામે પણ વિવાહમાં ઘોડા પર બેસીને ગયા હતા. આ કારણે વરને ઘોડી પર બેસાડીને લાવવામાં આવે છે. 

જયમાલા પાછળ છે આ માન્યતા

જયમાલામાં વર અને વધૂ એકમેકને માળા પહેરાવે છે. માન્યતા છે કે વર અને વધૂ એકમેકની સ્વીકૃતિ પ્રદાન કરે છે. વિષ્ણુ પુરાણ અનુસાર દેવી લક્ષ્મી જ્યારે સમુદ્ર મંથનથી પ્રકટ થયા ત્યારે ભગવાન વિષ્ણુને માળા પહેરાવીને પતિના રૂપમાં સ્વીકાર કર્યો હતો. જયમાળા આ પરંપરાનું પ્રતિક છે. 

સેંથો પૂરવો

વિવાહ મંડપમાં સાત ફેરાની બાદ વર વધૂનો સેંથો પૂરે છે. આ માટે લાલ રંગના સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેને સમાજમાં તેની પત્નીના રૂપમાં સુહાગન માનવામાં આવે. સિંદૂર લગાવવા માટેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે જ્યાં સિંદૂર લગાવવામાં આવે છે ત્યાં બ્રહ્મરંધ્ર હોય છે. સિંદૂર લગાવવાથી મનને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. 

જૂતા ચોરવાની પ્રથા

વર જ્યારે વિવાહના મંડપમાં આવે છે અને જૂતા ખોલે છે ત્યારે વધૂની નાની બહેનો તે જૂતા છૂપાવી દે છે. વિવાહ પૂર્ણ થાય ત્યારે આ સાળીઓ જૂતા પાછા આપે છે. આ રિવાજની પાછળ કોઈ કારણ નથી પરંતુ જીજા અને સાળીના સંબંધો મધુર અને સ્નેહભર્યા રહે તેને માટે અને મોજ મસ્તી માટે આ રિવાજ શરૂ થયો છે. 

વીંટી શોધવાની પ્રથા

લગ્નની વ્યસ્તતા બાદ વર-વધૂને રિંગ શોધવાની રમત રમાડવામાં આવે છે. જેમાં એક મોટા થાળમાં દૂધ અને ગુલાબની પાંદડીઓ સાથે રિંગ નાંખી દેવામાં આવે છે. તેને શોધવાની રમત રમાડવામાં આવે છે. માનવામાં આવે છે કે જે પહેલાં રિંગ શોધે તેનું રાજ દામ્પત્ય જીવનમાં ચાલે છે. એવામાં આ રમતમાં આનંદ પ્રમોદ હોય છે. જેથી તેમનો થોડો થાક ઉતરી શકે. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *