Friday, 26 July, 2024

પ્રાણજીવન પ્રભુ મારા

153 Views
Share :
પ્રાણજીવન પ્રભુ મારા

પ્રાણજીવન પ્રભુ મારા

153 Views

તમે અબોલા શીદ લ્યો છો રાજ, પ્રાણજીવન પ્રભુ મારા?
અમને દુઃખડાં શીદ દ્યો છો રાજ, પ્રાણજીવન પ્રભુ મારા?

તમે અમારા, અમે તમારા,
ટાળી શું દ્યો છો રાજ? … પ્રાણજીવન.

ઊંડે કૂવે ઊતર્યા છે વહાલા,
છેહ આમ શું દ્યો છો રાજ? … પ્રાણજીવન.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
હૃદયકમલમાં રહો છો રાજ … પ્રાણજીવન.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *