Monday, 18 November, 2024

પ્રથમ નોરતે જાણો મા શૈલપુત્રીની કથા અને સ્વરૂપ !

302 Views
Share :
shailputri

પ્રથમ નોરતે જાણો મા શૈલપુત્રીની કથા અને સ્વરૂપ !

302 Views

આજથી એટલે કે 15 ઓક્ટોબર, 2023 ના રોજથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીનો તહેવાર 9 દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.

મા શૈલપુત્રીની ઉત્પતિ

મા શૈલપુત્રી સૌભાગ્યની દેવી છે. તેની પૂજા કરવાથી સર્વ સુખ પ્રાપ્ત થાય છે. પર્વત રાજા હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં જન્મ લેવાને કારણે માતાનું નામ શૈલપુત્રી પડ્યું. માતા શૈલપુત્રીનો જન્મ ખડક અથવા પથ્થરમાંથી થયો હતો, તેથી તેમની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા આવે છે.  માતાને વૃષરુદા, ઉમા નામથી પણ ઓળખવામાં આવે છે. ઉપનિષદમાં માતાને હેમાવતી પણ કહેવામાં આવે છે.

મા શૈલપુત્રી સાથે જોડાયેલી દંતકથાઓ

નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયરાજની પુત્રી છે. શૈલ એટલે પથ્થર કે પર્વત. નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે જેથી તેના નામની જેમ જીવનમાં સ્થિરતા આવે. જીવનમાં અડગ રહેવાથી તમારું લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે. નવરાત્રિના પ્રથમ દિવસે કલશની સ્થાપના કર્યા બાદ મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, પુરાણોમાં કલશને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી નવરાત્રિમાં પ્રથમ કલશની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા વિધિ-વિધાન સાથે કરવામાં આવે છે. માતાનું વાહન વૃષભ એટલે કે બળદ છે. મા શૈલપુત્રીને હિમાલયરાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે. આની પાછળ એક દંતકથા છે, એકવાર પ્રજાપતિ દક્ષએ યજ્ઞ દરમિયાન તમામ દેવતાઓને આમંત્રણ આપ્યું હતું. તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યા ન હતા. પરંતુ સતી આમંત્રણ વિના યજ્ઞમાં જવા તૈયાર થાય ગયા. આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે, આમંત્રણ વિના યજ્ઞમાં જવું યોગ્ય નથી. પરંતુ સતી તેમની વાતથી રાજી ન હતાં માટે ભગવાન શિવે તેમને જવાની મંજૂરી આપી.

સતી તેના પિતાના ઘરે આમંત્રણ વિના પહોંચી ગયા અને તેમને બિનઆમંત્રિત મહેમાનના સાથે કરતા વર્તનનો સામનો કરવો પડ્યો. તેમના માતા સિવાય સતી સાથે કોઈએ યોગ્ય વર્તન કર્યું ન હતું. યજ્ઞમાં બહેનો પણ ઉપહાસ કરતી રહી. સતી આટલું કઠોર વર્તન અને પતિનું અપમાન સહન ન કરી શક્યા અને ગુસ્સે થઈ ગયા. અને આ સંતાપ, અપરાધ અને ક્રોધમાં તેણે પોતાને યજ્ઞમાં હોમી દીધા. ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણોને દક્ષ પાસે મોકલ્યા અને તેમના સ્થાને ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો. આગળના જન્મમાં તે હિમાલયની પુત્રી તરીકે જન્મયા હતા, જે શૈલપુત્રી તરીકે ઓળખાયા. નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *