Sunday, 22 December, 2024

રાજકોટ ની લીલી ચટણી

172 Views
Share :
રાજકોટ ની લીલી ચટણી

રાજકોટ ની લીલી ચટણી

172 Views

આપણે રાજકોટ ની ચટણી બનાવવાની રીત – rajkot ni chutney recipe – rajkot ni lili chutney શીખીશું. આ રાજકોટ ની ચટણી ને ગોરધનભાઈ ની ચટણી, સીંગદાણા ની લીલી ચટણી તરીકે પણ ઓળખાય છે, આજ કાલ આ ચટણી દેશ માં જ નહિ પણ વિદેશ માં પણ એટલી જ ખવાય છે. આ ચટણી ને એક વખત બનાવી ને તમે લાંબો સમય સુંધી મજા લઈ શકો છો. આ ચટણી ને કોરી અથવા દહી કે પાણી નાખી થોડી પાતળી કરી ને પણ મજા લઇ શકો છો. તો ચાલો જાણીએ rajkot green chutney recipe બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

રાજકોટ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | Rajkot ni Lili Chutney Ingredients

  • તીખા લીલા મરચા 100 ગ્રામ
  • લીંબુ નો રસ 2
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • સીંગદાણા ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું

રાજકોટ ની ચટણી બનાવવાની રીત

રાજકોટ ની ચટણી બનાવવા સૌપ્રથમ સીંગદાણા ને સાફ કરી મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં બે ચાર વખત ફેરવી ને દરદરા પીસી લેશું અને પીસેલા સીંગદાણા ના પાઉડર ને અલગ વાસણમાં કઢી લેશું.

એજ મિક્સર જાર માં સુધારેલ તીખા લીલા મરચા, હિંગ, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી ને પીસી ને પેસ્ટ બનાવી લેશું. હવે પીસેલા મરચા ની પેસ્ટ માં પીસેલા સીંગદાણા નો પાઉડર અને બે લીંબુનો રસ નાખી ફરી થી એક વખત બરોબર રીતે ચટણી ને પીસી લેશુ.

પીસેલી ચટણી ને એક ડબ્બા માં કાઢી લેશું. જેને બહાર તમે બે ત્રણ દિવસ અને ફ્રીઝ માં દસ પંદર દિવસ સુંધી રાખી શકો છો. તૈયાર ચટણી એમજ સીધી અથવા જરૂર મુજબ નું દહી કે પાણી નાખી પાતળી કરી મજા લેશું રાજકોટ ની ચટણી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *