Saturday, 27 July, 2024

સમોસા રોલ બનાવવાની Recipes

87 Views
Share :
સમોસા રોલ બનાવવાની Recipes

સમોસા રોલ બનાવવાની Recipes

87 Views

આપણે ઘરે સમોસા રોલ બનાવવાની રીત – Samosa roll banavani Recipes શીખીશું. સવાર ના કે સાંજ ના નાસ્તા માં ચાય સાથે ખાઈ શકો છો, ગ્રીન ચટણી કે સોસ સાથે પણ ખાઈ શકાય. સાથે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા સુંદર લાગે છે. સમોસા રોલ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે સમોસા રોલ બનાવતા શીખીએ.

સમોસા રોલ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • મેંદો ½ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • અજમો ¼ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા બટેટા 5-6
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
  • આમચૂર પાવડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • આદુ ની પેસ્ટ ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાવભાજી મસાલો 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • કોર્ન ફ્લોર 2 ચમચી

સમોસા રોલ નો લોટ બાંધવા માટે ની રીત

લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં મેંદો નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હાથ થી મસળી ને અજમો અને તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી મીડીયમ ટાઈટ લોટ ગુંથી લ્યો. હવે તેને ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.

સ્ટફિંગ બનાવવા માટેની રીત

સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બાફેલા બટેટા નાખો. હવે તેને સરસ થી મેસ કરી લ્યો. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, હળદર, આદુ ની પેસ્ટ, ગરમ મસાલો, કસૂરી મેથી, ઝીણા સુધારેલા લીલાં મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, પાવભાજી મસાલો, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને કોર્ન ફ્લોર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.

સમોસા રોલ બનાવવાની રીત

સમોસા રોલ બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલ લોટ માંથી એક લુવો બનાવી લ્યો. હવે તેમાંથી એક સરસ થી મોટી રોટલી વણી લ્યો.

તેની વચ્ચે કોઈ પણ એક બોટલ નું ઢાંકણ રાખો. હવે તેની ફરતે બનાવી ને રાખેલ સ્ટફિંગ ચમચી ની મદદ થી સરસ થી રાખો.

ત્યાર બાદ ઢાંકણ ને હટાવી લ્યો. હવે કટર ની મદદ થી વચ્ચે થી એક કટ લગાવી લ્યો. હવે તેવી રીતે આમને સામને કટ લગાવી લ્યો. ટોટલ અઢાર ત્રિકોણ સેપ બને તેટલા કટ લગાવી લ્યો.

વચ્ચે ખાલી જગ્યા માં થોડું પાણી લગાવી લ્યો. હવે તેમાં થી એક પીસ કાઢી ને ઉપર થી રોલ બનાવતા જાવ. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા સમોસા રોલ બનાવી ને તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે સમોસા રોલ નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા સમોસા રોલ તળી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી સમોસા રોલ. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ટેસ્ટી સમોસા રોલ ખાવાનો આનંદ માણો.

Samosa roll recipe notes

  • લોટ માં મોણ માં તેલ ની જગ્યા એ તમે ઘી નો ઉપયોગ કરી શકો છો.
  • સ્ટફિંગ માં તમે કોર્ન ફ્લોર ની જગ્યા એ ચોખાના લોટ નો ઉપયોગ કરી શકો છો.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *