રાખ સદા તવ ચરણે
By-Gujju20-05-2023
322 Views
રાખ સદા તવ ચરણે
By Gujju20-05-2023
322 Views
રાખ સદા તવ ચરણે અમને,
રાખ સદા તવ ચરણે
મધુમય કમલ સમા તવ શરણે … રાખ સદા.
અમ તિમિરે તવ તેજ જગવજે,
અમ રુધિરે તવ રવ પેટવજે
અમ અંતરમાં તવ પદ ધરજે … રાખ સદા.
અગાધ એ આકાશ સમા તવ,
અમ ચૈતન્ય બનાવ મહાર્ણવ,
અમને આપ સકળ તવ વૈભવ … રાખ સદા.