Thursday, 5 December, 2024

Rakhje Mathe Hath Dwarika Na Nath Lyrics in Gujarati –  Vijay Suvada

193 Views
Share :
Rakhje Mathe Hath Dwarika Na Nath Lyrics in Gujarati –  Vijay Suvada

Rakhje Mathe Hath Dwarika Na Nath Lyrics in Gujarati –  Vijay Suvada

193 Views

| રાખજે માથે હાથ દ્વારકાના નાથ લિરિક્સ ગુજરાતીમાં |

હો દ્વારકા વાળા કાના મારા
હે દ્વારકા વાળા શ્યામળીયા મારા

હે …દ્વારકાના નાથ દ્વારકાના નાથ
દ્વારકાના નાથ દ્વારકાના નાથ
રાખજે માથે હાથ મારા દ્વારકાના નાથ

હો ઠાકરનો ઠાઠ રૂડા સોહે રાજપાટ
દરિયા વચ્ચે બેઠો મારો રાજા રે ધીરાજ
હો અજબ ઝરુખાને ગજબની બારિયોં
હાથી ઘોડા પાલકી ગુણ ગાય પડે તાળીયો
હો અમે તમારા દાસ તું અમારો નાથ
રૂડા ગોમતી ઘાટ નમે આધારે રે નાત

હે …દ્વારકાના નાથ દ્વારકાના નાથ
રાખજે માથે હાથ મારા દ્વારકાના નાથ

હો છપ્પન પગથિયાંને બોતેર સ્થભ છે
શ્યામળીયાના ચરણોમાં સાચું મારુ સ્વર્ગ છે
હો પીળા પીતામ્બરને કેસરિયા વાઘા
મોરપીછ મુગટ પેરી બેઠા મારા માધા
હો કુંજ બિહારી મોહન મોરારી
નટખટ નંદલાલાને જાવું વારીવારી
હો ચારેકોર મારા જય રણછોડ
દ્વારકામાં દિવા બળે આઠે આઠ પોર
એ …દ્વારકામાં દિવા બળે આઠે આઠ પોર

હો વિશ્વાસના વાણ વાલો મધ દરિયે તાણે
જોવું હો તો જઈ જો જો દ્વારકા દ્વારે
હો ખોટ ના પડવા દેય ક્યારે કુટુંબ કે ખોરડે
હારેલાનો ભવ સુધારે જાય ગરીબના ઓરડે
હો હો પેઢીની પુલાય કદી પડવા ના દેય પાછી
અમરત વાયડ કે મળશે ઠાકરની આશી
હો અમી ભરી નજર છે રાખે ઉંડી રે ખબર રે
વાલો જગનો તારણહાર બેઠા દ્વારકા નગર  રે
હો ચારેકોર મારા જય રણછોડ
દ્વારકામાં દિવા બળે આઠે આઠ પોર
એ …દ્વારકામાં દિવા બળે આઠે આઠ પોર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *