Sunday, 8 December, 2024

Koro Lage Kajaliyo Lyrics in Gujarati – Divya Chaudhary

190 Views
Share :
Koro Lage Kajaliyo Lyrics in Gujarati – Divya Chaudhary

Koro Lage Kajaliyo Lyrics in Gujarati – Divya Chaudhary

190 Views

| કોરો લાગે કાજળીયો લિરિક્સ ગુજરાતીમાં |

તમારા વિના હા …
હો વાલમ તમારા વિના

હો સોળસજી શણગાર સજો હું કહી દો કોના માટે
હો સોળસજી શણગાર સજો હું કહી દો કોના માટે
આંખ્યું સૌની થઈ છે મારા પિયુજીની વાટે
હો સખીયું લાવે કાજળ કાળો આવ્યો ના પિયુજી મારો
સખીયું લાવે કાજળ કાળો આવ્યો ના પિયુજી મારો
કહી દો કોના માટે હું સજુ
એ મારો પિયુજી ક્યાં આવ્યો છે હજુ

હે કોરો-કોરો
એ કોરો-કોરો
કોરો-કોરો લાગે કાજળીયો વાલમજી તમારા વિના
હે કોરો-કોરો લાગે કાજળીયો વાલમજી તમારા વિના

હો મનડું ના માને મારુ દલડું ના લાગે
આવે જો પીયુ તો કંઈક હરખ રે જાગે
હો મારા રે પિયુની યાદો અમને બહુ સતાવે
કોણ જઈને મારા પિયુને વાત એ બતાવે
હો મનડું રે ગભરાય છે મારુ
આવે પિયુ હવે ઝટ તો સારું
મનડું રે ગભરાય છે મારુ
આવે પિયુ હવે ઝટ તો સારું
હો ઘડીયે ના ચાલે રે મને
હે મારા પિયુ વગર કંઈ રે ના ગમે

હે કોરો-કોરો
એ કોરો-કોરો
કોરો-કોરો લાગે કાજળીયો વાલમજી તમારા વિના
હે કોરો-કોરો લાગે કાજળીયો વાલમજી તમારા વિના

હો તમારી રે યાદમાં હું આહુંડાં વહાવું
કહી દો પછી કેમનું હું કાજળ લગાવું
હો રાહ જોઈ જોઈ હું તો પિયુ હવે થાકી
તમારા દરશ્મા આંખો સુકી ગઈ આખી
હો પ્રેમમાં જોગણ બનીને હું તો ભટકું બારી-બારી
હવે તો આવો મારા પિયુજી વિનવું વારી-વારી
હો જોઈ તમને હું પાણી રે પીવું
તમારા નામે આ જીવન કરું

હે કોરો-કોરો
એ કોરો-કોરો
કોરો-કોરો લાગે કાજળીયો વાલમજી તમારા વિના
હે કોરો-કોરો લાગે કાજળીયો વાલમજી તમારા વિના

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *