Saturday, 27 July, 2024

Ram is Ayodhya’s darling

109 Views
Share :
Ram is Ayodhya’s darling

Ram is Ayodhya’s darling

109 Views

अयोध्या में सभी जगह श्रीराम के गुणगान
 
जहँ तहँ नर रघुपति गुन गावहिं । बैठि परसपर इहइ सिखावहिं ॥
भजहु प्रनत प्रतिपालक रामहि । सोभा सील रूप गुन धामहि ॥१॥
 
जलज बिलोचन स्यामल गातहि । पलक नयन इव सेवक त्रातहि ॥
धृत सर रुचिर चाप तूनीरहि । संत कंज बन रबि रनधीरहि ॥२॥
 
काल कराल ब्याल खगराजहि । नमत राम अकाम ममता जहि ॥
लोभ मोह मृगजूथ किरातहि । मनसिज करि हरि जन सुखदातहि ॥३॥
 
संसय सोक निबिड़ तम भानुहि । दनुज गहन घन दहन कृसानुहि ॥
जनकसुता समेत रघुबीरहि । कस न भजहु भंजन भव भीरहि ॥४॥
 
बहु बासना मसक हिम रासिहि । सदा एकरस अज अबिनासिहि ॥
मुनि रंजन भंजन महि भारहि । तुलसिदास के प्रभुहि उदारहि ॥५॥
 
(दोहा)
एहि बिधि नगर नारि नर करहिं राम गुन गान ।
सानुकूल सब पर रहहिं संतत कृपानिधान ॥ ३० ॥
 
અયોધ્યામાં ઘરે ઘરે રામના ગુણ ગવાય છે
 
જ્યાં ત્યાં જન રઘુપતિગુણ ગાય, એક જ કથા બધે કહેવાય,
ભજો પ્રણત પ્રતિપાલક રામ શોભા શીલ રૂપ ગુણધામ.
 
સરસિજ લોચન શ્યામશરીર, પલક નયનસમ રક્ષે ધીર;
ધૃતશર સુંદર ચાપ તૂણીર, સંતકંજ વનરવિ બલવીર.
 
કાલકરાળ વ્યાલ ખગરાજ, મમતાહર સેવક શિરતાજ;
લોભ મોહ મૃગ યૂથકિરાત મનસિજકરિ શાર્દુલ રળિયાત.
 
સંશય શોક નિબિડ તમભાનુ, દનુજગહન વનદહન કૃશાનુ;
જનકસુતા સમેત રઘુવીર કાં ન ભજો ભંજન ભવભીર ?
 
વાસના મસક હિમશા ખાસ, સદા એકરસ અજ અવિનાશ;
મુનિરંજન ભંજન ભૂભાર તુલસીના પ્રભુ ભજો ઉદાર.
 
(દોહરો)
એ પ્રકાર પુરનારનર કરે રામ ગુણગાન,
સાનુકૂળ સૌ પર રહે કાયમ કૃપાનિધાન.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *