Sunday, 22 December, 2024

રામ નવમી 

165 Views
Share :
રામ નવમી 

રામ નવમી 

165 Views

હિન્દુ ધર્મમાં અનેક ધાર્મિક તહેવારો આવે છે. તેમાં શસ્ત્રો ના વર્ણવ્યા મુજબ હિન્દુ ધર્મમાં રામનવમી નું મહત્વ જયારે જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય,(ધર્મની ગ્લાની) પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિસંસ્‍કૃતિ ઉપર દૈત્‍યશકિતઓ સવાર થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્‍મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરિકે ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્‍તમ તરીકેનું, (ભગવાન વિષ્ણુ) એક પૂર્ણ પુરુષનું, જીવન વ્‍યતિત કર્યુ.રામ નવમી વસંત ઋતુમાં આવતો હિન્દૂ તહેવાર છે, જે ભગવાન રામ નો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે. આપના દેશમાં ઘણા રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રખાય છે.

રામ જન્મ દિવશ એટલે “નવમી તિથી” નો અહિયાં કઈક જુદોજ મહિમા બતાવ્યો છે. હિન્દુ શાસ્ત્ર ના જણાવ્યા મુજબ રામ એ વિષ્ણુ અવતાર હતા તેમને અહિયાં મર્યાદા પુરુષોતમ બતાવ્યા છે. એક કથાકારે સરસ વાત કરી છે. નવ ની તિથી ને નવ ના ઘડિયા સાથે વર્ણવી ને રામનું આદર્શ જીવન સમજવ્યું છે. જેમકે નવનો ઘડિયો બોલો તો તેના જવાબનો સરવાળો કરતાં જાવ નવ જ થશે. આથી તેને કહયું છે. કે રામનું જીવન જ એવું છે કે તેમાં ક્યારેય ઉતાર ચઢાવ આવેલ નથી. એકધારું જે જીવન જીવી ગયા તેવા રામના જન્મની વાત કરીયે.

રાજા દશરથ ને ચાર પુત્રો રામ, ભરત,લક્ષ્મણ અને સત્રુઘ્ન હતા. જેમાં રામ સૌથી મોટાપુત્ર હતા. જે માતા કૌશલ્યમાતા ના પુત્ર હતા. લોકો તેમને રામચંદ્ર, દશરથ નંદન, કૌશલ્યા નંદન વગેરે નામોથી ઓળખે છે. ભગવાન કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમ અને રામની મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ ઓળખે છે.દશરથની અન્ય બે રાણીઓ, સુમિત્રા અને કૈકેયી. જેમાં કૈકેયમાં ના પુત્ર ભરત અને સુમિત્રામાં ના લક્ષ્મણ અને સત્રુઘ્ન આમ બે પુત્રો હતા.

રામનાં બાળપણના જીવનની અનેક લીલાઓ રામાયણમાં વર્ણવાઇ છે. વનવાસ પ્રસંગની વાત કરીયે તો માતા કૈકેયી એ દાસી મંથરાની કાન ભંભેરણીથી ઉશ્કેરાઇને રાજા દશરથ પાસેથી રામ નો વનવાસ અને પોતાનાં પુત્ર ભરતનો રાજ્યાભિષેક માંગ્યો હતો, જેનો આઘાત સહન ન થવાથી રાજા દશરથ મૃત્યુ પામ્યા, રામ ૧૪ વર્ષનાં વનવાસે ગયા. સીતા એક આદર્શ પત્ની તરિકે તેમની સાથે ગયા. લક્ષ્મણ પણ રામ અને પોતાની માતા સમાન ભાભી સીતાની સેવા કરવા વનમાં તેમની સાથે ગયો.આમ 14 વર્ષ ની નાની ઉમારે પિતાની આગના નું પાલન કરવા વનવાસ ભોગવ્યો હતો.

ભગવાનના વનવાસ દરમ્યાન, લંકા પતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો અને તેમને અશોક વાટિકામાં રાખ્યા. રામ સીતાને શોધવા નિકળ્યા, જ્યાં રસ્તામાં તેમને જટાયુ, હનુમાન, બાલી, સુગ્રિવ, વગેરે એ મદદ કરી, અંતે રામે રાવણનો વધ કરીને, સીતાને પાછા મેળવ્યાં. આ બધી કથા વિસ્તૃત રૂપે વાલ્મિકિ મુનિએ વર્ણવી છે. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે, ગોસ્વામી તુલસી દાસે હિંદીની એક બોલી ખડી હિંદીમાં રામાયણ લોકો સમજી શકે તેવા સરળ શબ્દોમાં લખ્યું જેને તેમણે રામચરિત માનસ નામ આપ્યું. આ રામચરિત માનસ ઉત્તર ભારતમાં ખુબ પ્રચલિત છે, જેમાં અનેક શસ્ત્રોનાં અભ્યાસીઓનાં મતે થોડી ઘણી કાલ્પનિક વાતો ઉમેરેલી છે,આમ આ વાલ્મિકિ કૃત રામાયણ અને તુલસીકૃત “રામચરિત માનસ” લોકો નો ધાર્મિક ગ્રંથ બની ગયો છે.

રામ જન્મ દિનની ઉજવણી એટલે રામ નવમી. આપની હિન્દુ સંસ્કૃતિ ના ધર્મ ગ્રંથો ના લખાણ મુજબ રામ ચૈતર સુદ નોમ ના દિવસે મધ્ય બપોરના 12 વાગ્યે જનમ્યા હતા. આમઆ પરમ પવિત્ર દિવસ ‘રામ નવમી’ તરીકે ઓળખાય છે. શ્રીરામચંદ્રજી દશાનન (રાવણનો) સંહાર કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે અસુરોનો ધ્વંસ કરવા માટે અને સંત મહાત્માઓના રક્ષણાર્થે રઘુનંદન રામ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરી અવતર્યા હતા. રામાયણના બાલકાંડમાં શ્રીરામના જન્મનું વર્ણન આવે છે રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે. લોકો તે દિવસે ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ એવો છે કે, ઉપ કેતા પાસે ને વાસ કેતા વસવું એવું થાય છે.

રામ નવમી ના દિવસે લોકો ઉપવાસ કરે છે. ને ઘણા ગામડામાં ખેતી કરતાં લોકોય દિવસે ખેતી ના કામમાં રાજા રાખે છે. આ દિવસે બળદગાડા જોડતા નથી. ગામના રામજી મંદિરે ને (ચોરો) લોકો શણગારે છે. તેમજ ગામ કે શહેરોમાં ધૂન ભજન નું આયોજન કરવામાં આવે છે. તેમજ રામજી મંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે. અથવા ઘરમાં પૂજા-અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા પુજા કરે છે. આ દિવસે અયોધ્યા, સીતા સંહિત સ્થળ, સીતામઢી, જનકપુર ધામ, ભદ્રાચલમ, કોદંદરામ મંદિર તથા રામેશ્વરમ તથા અન્ય નાના-મોટા નગરોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરાય છે. અયોધ્યામાં તે દિવસે લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.

આ દિવસે સંવત ૧૮૩૭માં રામનવમીના દિવસે અયોધ્યા પાસેના છપૈયા ગામ ભગવાન શ્રી સ્વામિનારાયણ નો જન્મ થયો હતો તેથી આ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાય ના લોકો પણ આ એમનો જન્મ દિવસ ધામ ધૂમ થી ઉજવેછે.

આમ રામ નવમી નો તહેવાર ગામડા ગામમાં મધ્ય બપોરે ચોરામા આરતી થાય છે. અને આખું ગામ ચોરે ભેગું થાય છે, સાથે મળી ભગવાન શ્રી રામચંદ્રા ની પ્રાગટ્ય આરતી ઉતરે છે. ગામ ના ચોરનું આરતીનો માહૉલ કઈક અલગજ હોય છે. શ્રી રામચંદ્રા કૃપાલ ભજ મન હરણ ભવ ભય …. રામ સ્તુતિ નું ગાયન કરે છે. અને આખા ગામમાં શાંતિ ને નીરોગી જીવન આપવાની ભગવાન ને લોકો આ દિવસે પ્રાર્થના કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *