Saturday, 27 July, 2024

રંગે રમે આનંદે રમે

194 Views
Share :
રંગે રમે આનંદે રમે

રંગે રમે આનંદે રમે

194 Views

રંગે રમે આનંદે રમે રે , આજ નવદુર્ગા રંગે રમે ,

આદિત્યે આવિયા અલબેલી , મંડપ માં મતવાલા રે ભમે ,

રંગે રમે આનંદે રમે રે , આજ નવદુર્ગા રંગે રમે ,

સોળ શણગાર માને અંગે સુહાવે , હીરલા રતન માને અંગે સમે ,

                    આજ નવદુર્ગા રંગે રમે ,

મંગળવારે માજી છે ઉમંગમાં , ચાચર આવીને ગરબે રમે ,

                    આજ નવદુર્ગા રંગે રમે ,

બુધવારે માજી બેઠા વિરાજે , રસ વિલાસ માએ ગાયો છે ,

                    આજ નવદુર્ગા રંગે રમે ,

ગુરુવારે માં ગરબે રમે છે , ચંદન પુષ્પ તે માને ગમે ,

                    આજ નવદુર્ગા રંગે રમે ,

શુક્રવારે માજી ભાવ ધારી ને , હેતે રમે તે માને ગમે ,

                    આજ નવદુર્ગા રંગે રમે ,

શનિવારે મહાકાળી થયા છે, ભક્ત ભોજન માને ગમતા જમે ,

                    આજ નવદુર્ગા રંગે રમે ,

વલ્લભ કહે માને ભાવે ભજો , ને રાસ વિલાસ ગાયો સૌએ અમે ,

                    આજ નવદુર્ગા રંગે રમે..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *