રંગોળી નું મહત્વ
By-Gujju21-09-2023
રંગોળી નું મહત્વ
By Gujju21-09-2023
રંગોળી એટલે જુદાજુદા રંગોથી ડીજાઈન બનાવવી તે રંગોળી. આમ તેની સંધિ છૂટી પાડવામાં આવે તો રંગ+ઓળી =રંગોળી થાય. ગુજરાત સૌરાષ્ટ્ર માં સામાજિક તેમજ ધાર્મિક પ્રસંગો માં રંગોળી ની જુદીજુદી ડિજાઈન બનાવી પ્રસંગને દીપાવવામાં આવે છે .
રંગોળી આમ તો ભારત ના તમામ રાજ્યોમાં જુદા જુદા તહેવારો માં બનાવવામાં આવે છે. પરતું તેમાય ગુજરાત માં સૌરાસ્ટ્ર ની રંગોળી કઈક અનોખી હોય છે. સામાજિક એને ધાર્મિક તહેવાર માં તેમજ શાળા કોલેજ ના ઉત્સવમાં, યાત્રા કરવા ગયેલા વડીલો પરત આવતા હોય ત્યારે આવા વિવિધ તહેવારો માં રંગોળી આપણી પરંપરા ની જખી કરાવવા માટે પૂરવામાં આવે છે .
આજે હવે તો શાળા કોલેજમાં રંગોળી ની સ્પર્ધા ઓ યોજવામાં આવે છે. શાળામાં સફાય ને લગતી રંગોળીમાં ગાંધીજી દોરવામાં આવે છે. તેમજ જુદાજુદા સફાય ના ઓજારો ની રંગોળી બનાવવામાં આવે છે. તેમજ આજાદી ના ક્રાંતિ વિરોની રંગોળી બનાવવામાં આવે છે. તો વળી ક્યાક ભારત ની પ્રાચીન સંસાકૃતિ ની જાખી કરાવતી રંગોળી દોરવામાં આવે છે. આમ રંગોળી એ અમારી આન બાન ને શાન છે. એ માત્ર રંગની નહીં પણ ફૂલોથી પણ બનાવવામાં આવે છે.
ગુજરાત માં રંગોળી નું મહત્વ ખાશ તો બેસતા વર્ષ માં વધારે છે. રંગોળી શબ્દ સંસાકૃત શબ્દ રંગાવલી પરથી આવેલ છે. હિન્દુ ઓ ની માન્યતા મુજબ ધન તેરશ ના દિવશ થી રંગોળી પૂરવાનું ચાલુ થાય છે. આપણે ત્યાં એવિ માન્યતા છે કે ધન તેરશ ના દિવશે ઘરે લક્ષ્મી ની પધરામણી થાય છે. તેથી લોકો ધન તેરશ ના દિવસ થી ઘરે રંગોળી પૂરે છે. તેમય ખાસ કરીને ઘર ના આંગણામાં ભગવાનના પગલાં પાડવામાં આવે છે.
જૂના જમાનમાં રંગોળી ચોખા ના લોટ માથી બનાવવામાં આવતી જેથી પૃથવી પરના જીવજંતુ ને ખોરાક મળી રહે. આપણાં દેશ માં રસ્ટ્રીય પર્વ માં દરેક સરકારી શાળા કોલજ તેમજ સરકારી મકાનો માં અને લાલ કિલ્લા પર ભવ્ય રંગોળી પૂર્વામાંઆવે છે. આવા પ્રસંગે શહીદોને યાદ કરી તેના જુદા જુદા ઓજારો ના પ્રતિક વાળી રંગોળી પૂરવામાં આવે છે.
આમ આપણાં દેશમાં રંગોળી નું ખુબજ મહત્વ છે.રામ વનવાશ માથી પાછા અયોધ્યા આવ્યા ત્યારે આખા અયોધ્યા માં ઘરે ઘરે રંગોળી પૂર્વામાં આવી હતી. આમ રંગોળી આપણાં દરેક તહેવારો ને ઠાઠ માઠ થી ઉજવવામાં અનેરા ઉત્સાહ નો ઉમેરો કરે છે. આમ ગુજરાત ના વિવિધ પ્રાંત માં વિવિધ પ્રકાર ની રંગોળી પૂરી અને તહેવારો ઉજવેછે .