Friday, 20 September, 2024

Rim Jim Varse Mehuliyo Lyrics in Gujarati – Kajal Maheriya

198 Views
Share :
Rim Jim Varse Mehuliyo Lyrics in Gujarati – Kajal Maheriya

Rim Jim Varse Mehuliyo Lyrics in Gujarati – Kajal Maheriya

198 Views

| રીમ ઝીમ વરસે મેહુલિયો લિરિક્સ ગુજરાતીમાં |

રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે…(2)
રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે

અઢી અક્ષર નું ચોમાસુ ને બે અક્ષર ના અમે
ખોટ પડી અડધા અક્ષર ની પુરી કરજો તમે

રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે…(2)
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે

પ્રીત ના તાણતાં સુર છેડાતાં મોરલા ટહુકા કરે
ધોધમાર મેહુલિયો વરસે યાદ આવી ગયા તમે
શેર માટી નું કાળજું ને ઘાવ કેટલા ખમે
મેઘ રાજ ની હેલી વરસે યાદ આવી ગયા તમે

પ્રેમ ની ઢળતી વાદળિયો માં નીલ છબછબિયાં કરે…(2)
મળવાની મને આશ રહી ગઈ પુરી કરજો તમે

રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
હો મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે

પ્રેમ ની મીઠી લાગણીયો માં રુવાડા સમસમે
ઝરમર ઝરમર પાંપણ ભીંજી યાદ આવી ગયા તમે
મોસમ ની આ કાળઝાળ માં મન મૂંજાયા કરે
કાળઝાળ મેહુલિયો વરસ્યો યાદ આવી ગયા તમે

અગાસીએ થી કાગળ ફેંકી સંદેશો સૌ કરે…(2)
મળવા મુજને ના આવો તો હમ મારા સે તને

હો રીમઝીમ વરસે મેહુલિયો ને યાદ આવી ગયા તમે
મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે
હો મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે

હો મળવા મુજને વેલા આવો વાર ના કરતા તમે 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *