Wednesday, 11 September, 2024

રુમઝુમ રુમઝુમ નેપૂર વાગે

351 Views
Share :
રુમઝુમ રુમઝુમ નેપૂર વાગે

રુમઝુમ રુમઝુમ નેપૂર વાગે

351 Views

રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે,
તાળી ને વળી તાલ રે;
નાચંતા શામળિયો-શ્યામા,
વાધ્યો રંગ રસાળ રે … રુમઝુમ રુમઝુમ

ઝાલ ઝબૂકે રાખલડી રે,
મોર-મુગટ શિર સોહે રે;
થેઈ થેઈ થેઈ તહાં કરતી કામા,
મરકલડે મન મોહે રે … રુમઝુમ રુમઝુમ

કોટિકલા તહાં પ્રગટ્યો શશિયર,
જાણે દિનકર ઉદિયો રે;
ભણે નરસૈંયો મહારસ ઝીલે,
માનિની ને મહાબળિયો રે … રુમઝુમ રુમઝુમ

– નરસિંહ મહેતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *