સાબુદાણા ની ભેલ બનાવવાની Recipes
By-Gujju15-12-2023
સાબુદાણા ની ભેલ બનાવવાની Recipes
By Gujju15-12-2023
જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે સાબુદાણા ની ભેલ બનાવવાની રીત – Sabudana ni bhel banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાંજ ના સમયે કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે એકવાર સાબુદાણા નું ભેલ જરૂર બનાવજો. ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Sabudana bhel recipe in Gujarati શીખીએ.
સાબુદાણા ની ભેલ બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 2+2 ચમચી
- પલાળેલા સાબુદાણા 2 કપ
- સીંગદાણા ¼ કપ
- બાફેલા બટેટા 2
- દાડમ ના દાણા ¼ કપ
- ચણા જોર ગરમ ¼ કપ
- આલુ સ્ટીક ¼ કપ
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- સ્વાદ પ્રમાણે મીઠું
- આમચૂર પાવડર ½ ચમચી
- ઝીણી સુધારેલી કેરી ¼ કપ
- ખજૂર અને આમલી ની ચટણી 2-3 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા
સાબુદાણા ની ભેલ બનાવવાની રીત
સાબુદાણા ની ભેલ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં પલાળી ને રાખેલા સાબુદાણા નાખો. હવે તેને ધીમા તાપે છ થી આઠ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
હવે ફરી થી ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં સીંગદાણા નાખો. હવે સીંગદાણા ને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં બાફેલા બટેટા ના ટુકડા કરી ને તેમાં નાખો. હવે તેને ફરી થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને સાબુદાણા વારા બાઉલ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં દાડમ ના દાણા, ચણા જોર ગરમ, આલું સ્ટીક, ઝીણા સુધારેલા લીલાં મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર પાઉડર, ઝીણી સુધારેલી કેરી અને ખજૂર અને આમલી ની ચટણી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેને આલું સ્ટીક અને ઝીણા સુધારેલા લીલાં ધાણા થી ગાર્નિશ કરો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી સાબુદાણા ની ભેલ. હવે તેને સર્વ કરો અને ટેસ્ટી સાબુદાણા ની ભેલ ખાવાનો આનંદ માણો.
Sabudana bhel recipe NOTES
- આમચૂર પાવડર ની જગ્યા એ તમે લીંબુ નો રસ નો ઉપયોગ કરી શકો છો.