Wednesday, 24 July, 2024

ટીફીન માટે પરોઠા બનાવવાની Recipes

113 Views
Share :
ટીફીન માટે પરોઠા બનાવવાની Recipes

ટીફીન માટે પરોઠા બનાવવાની Recipes

113 Views

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ટેસ્ટી ટીફીન માટે પરોઠા બનાવવાની રીત – Tiffin mate parotha banavani rit શીખીશું, આલુ પરાઠા ની જેમ વચ્ચે સ્ટફિંગ ભરી ને પરાઠા બનાવીશું. સવાર ના નાસ્તા માં ચાય કે દહી સાથે તમે બનાવી શકો છો. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટીફીન માટે ટેસ્ટી પરાઠા બનાવવા શીખીએ.

લોટ ગૂંથવા માટેની સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • બેસન 2 ચમચી
  • સોજી 2 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • ઘી 2 ચમચી

પરોઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ધાણા પાવડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • દેગી મરચાં પાવડર ½ ચમચી
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ 1
  • ઝીણા સુધારેલા ગાજર 1
  • બાફેલા બટેટા 1
  • આમચૂર પાવડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ગ્રેટ કરેલું પનીર 100 ગ્રામ

ટીફીન માટે પરોઠા બનાવવાની રીત

ટીફીન માટે પરોઠા બનાવવા પેલે આપણે લોટ બાંધતા શીખીશું ત્યારબાદ તેનું સ્ટફિંગ બનાવી પરોઠા શીખીશું.

પરોઠા નો લોટ બાંધવા ની રીત

લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં ઘઉં નો લોટ લઈ લ્યો. હવે તેમાં બેસન, સોજી, સ્વાદ પ્રમાણે મીઠું અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દયો.

પરોઠા નું સ્ટફિંગ બનાવવા માટેની રીત

સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં આદુ ની પેસ્ટ અને ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ધાણા પાવડર, હળદર અને લાલ મરચાં પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ અને ઝીણા સુધારેલા ગાજર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં બાફેલા બટેટા નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં આમચૂર પાવડર અને ગરમ મસાલો નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું સ્ટફિંગ. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે સ્ટફિંગ ઠંડું થાય ત્યારે તેમાં ગ્રેટ કરીને રાખેલું પનીર તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

પરાઠા બનાવવાની રીત

પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલ લોટ લ્યો. હવે તેમાં એક ચમચી જેટલું ઘી નાખો ફરી થી તેને ગુંથી લ્યો. હવે તેના સરસ થી લુવા બનાવી લ્યો.

હવે તેમાં થી એક લુવો લ્યો. હવે તેની સરસ થી એક રોટલી વણી લ્યો. હવે તેની ઉપર લંબ ચોરસ સેપ માં બે થી ત્રણ ચમચી જેટલું સ્ટફિંગ રાખો. હવે રોટલી ને એક તરફ થી ફોલ્ડ કરો. હવે રોટલી ની કિનારી પર પાણી લગાવી ને બીજી તરફ ફોલ્ડ કરો. હવે ઉપર અને નીચે તરફ રોટલી ને પાણી લગાવી ને તેને પણ ફોલ્ડ કરી લ્યો. હવે એક પાર્સલ બની ગયું હસે.

તેની બને તરફ કોરો લોટ લગાવી હલ્કા હાથે પરાઠા  વણી લ્યો. હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેની ઉપર સેકવા માટે પરાઠો નાખો. હવે તેની ઉપર ઘી લગાવી ને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.

 તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી પરાઠા. હવે તેને દહી કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી પરાઠા ખાવાનો આનંદ માણો.

Parotha recipe in gujarati notes

  • સ્ટફિંગ માં તમે તમારા હિસાબ થી કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો.
  • પરાઠા બનાવવા માં તમે ઘી ની જગ્યા એ  તેલ નો ઉપયોગ કરી શકો છો.
Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *