Sacha Satsangma Re Lyrics in Gujarati
By-Gujju14-06-2023
633 Views
Sacha Satsangma Re Lyrics in Gujarati
By Gujju14-06-2023
633 Views
સાચા સત્સંગ માં રે, આજ મને લાલો દેખાય છે
ભક્તિ ના રંગ માં રે, આજ મને લાલો દેખાય છે
સાચા સત્સંગ માં રે …
હસ્તિનાપુર ગામ છે ને કૌરવોના રાજા છે (2)
દ્રૌપદીના ચીરમાં રે, આજ મને લાલો દેખાય છે
સાચા સત્સંગ માં રે …
મેવાડ ગઢ છે ને રાણાજીના રાજ છે (2)
મીરાંના ઝેરમાં રે, આજ મને લાલો દેખાય છે
સાચા સત્સંગ માં રે …
જૂનાગઢ ગામ છે ને નાગરોની નાત છે (2)
નરસૈયા કેદારમાં રે, આજ મને લાલો દેખાય છે
સાચા સત્સંગ માં રે …
ડાકોર ગામમાં ને ગોમ્મતીના ઘટમાં (2)
ગંગા બાઈની વાડીમાં રે ,આજ મને લાલો દેખાય છે
સાચા સત્સંગ માં રે …