Sajani Tanu Aviyu Lyrics in Gujarati
By-Gujju14-06-2023
202 Views
Sajani Tanu Aviyu Lyrics in Gujarati
By Gujju14-06-2023
202 Views
સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું,
મોંઘો મનુષ્યનો વારો, ભવસાગરનો આરો,
ડાહ્યા દિલમાં વિચારો… સત્સંગ કીજીએ..
સજની આ રે ચોઘડિયું અમૃત લાભનું,
ફરી નહિ આવે એવું, વીજના ઝબકારા જેવું,
મોતી પ્રોઈને લેવું… સત્સંગ કીજીએ…
સજની દાન દયાની ઘડી છેલ્લી છે,
દાન સુપાત્રે કરવું, ધ્યાન પ્રભુનું ધરવું,
ભક્તિથી ભવ તરવું… સત્સંગ કીજીએ…
સજની સંત કહે તે સાચું માનીએ,
ગાંઠ વાળી ના છૂટે, નિયમ નિશ્ચય ના તૂટે,
સંસાર છોને રે કૂટે… સત્સંગ કીજીએ…
સજની ભક્તિ કરીએ રે સાચા ભાવથી,
પાછાં પગલાં ના ભરીએ, સંસાર પાર ઊતરીએ,
નારાયણદાસ કે’ ઠરીએ… સત્સંગ કીજીએ…