Saturday, 21 December, 2024

સમાનાર્થી શબ્દો ધોરણ 9

451 Views
Share :
સમાનાર્થી શબ્દો ધોરણ 9

સમાનાર્થી શબ્દો ધોરણ 9

451 Views

ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દો અત્યારે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે Talati, Gram Sevak, Clerk, GPSC વગેરે અને ધોરણ 10 બોર્ડ, ધોરણ 12 બોર્ડ ની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં પુછાતા હોય છે.

Samanarthi Shabd Standard 9 Semester 1 and 2

સમાનાર્થી શબ્દો દરેક દરેક ચેપ્ટર માં આવતા હોય છે અને પરીક્ષા માં પણ પુછાતા હોય છે. બધી જ સ્પર્ધાત્મક પરીક્ષા માં ફરજીયાત સમાનાર્થી શબ્દો પૂછતા હોય છે. તમને ખબર હશે હવે દરેક પાઠ ની પાછળ શબ્દસમજૂતી માં પાઠ માં આવતા દરેક સમાનાર્થી શબ્દો આપેલ હોય છે જે પહેલા એ ‘ટીપ્પણ’ ના નામથી આવતા હતા. નવા અભ્યાસમાં આ ફેરફાર થયો છે એટલે હવે શબ્દ સમજુતી રીતે આવે છે.

અહીં ધોરણ 9 સેમેસ્ટર 1 અને ધોરણ 9 સેમેસ્ટર 2 માં આવતા સમાનાર્થી શબ્દો આવરી લેવામાં આવ્યા છે.

ગુજરાતી ધોરણ 9 પ્રથમ સત્ર સમાનાર્થી શબ્દો

[1] સાંજ સમે શામળિયો 

  • ગોધન – ગાય રૂપી ધન, અહીં ગાયોનું ધણ; 
  • કુંડળ – કાને પહેરવાનું ઘરેણું; 
  • પીતાંબર – પીળું રેશમી વસ્ર; 
  • પછેડી – ઓઢવાની 
  • જાડી – ચાદર; 
  • ચુઆ – સુગંધી તેલ; 
  • ચંદન – એક જાતનું સુગંધી લાકડું, સુખડ; 
  • શશિયર – ચંદ્ર; 
  • હેમ – સોનુ, કનક, સુવર્ણ; 
  • હળધર – બલરામ, હળને ધારણ કરનાર; 
  • નીરખવું – ધ્યાનથી જોવું; 
  • આળ – આક્ષેપ અહીં વહાલ, ઓળખ

[2] ચોરી અને પ્રાયશ્ચિત્ત

  • બીડીનાં ઠૂંઠાં – પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ; 
  • ધતૂરાના – ડોડવા ધતૂરાનાં ઝીંડવાં; 
  • કરજ – દેવું; 
  • તાડન – મારવું તે; 
  • અસહ્ય – સહી ન શકાય તેવું

[3] પછે શામળિયોજી બોલિયા

  • સાંભરે – સ્મરણ કરે, યાદ કરે; 
  • ભ્રાત – ભાઈ, અહીં ત્રણે ભ્રાત, કૃષ્ણના મોટા ભાઈ બલરામ, કૃષ્ણ અને સુદામો 
  • સાથરે – (સાથરો) ઘાસની પથારી; 
  • વેદની – ધૂન વેદનું લયાનુકારી ગાન; 
  • જાચવું – યાચના કરવી, માગવું; 
  • ગોરાણી – ગોર મહારાજનાં પત્ની, અહીં ગુરુપત્ની; 
  • કાષ્ઠ – લાકડાં, બળતણ; 
  • ખાંધ – ખભો; 
  • વાદ – ચર્ચા, અહીં અંદરોઅંદર વાદ (હરીફાઈ) કરવો; 
  • ખોડ – મોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું; 
  • મુસળધાર – સાંબેલા જેવી ધાર, ધોધમાર વરસાદ; કેર જુલમ; 
  • જૂજવા – જુદા, અલગ; 
  • સોમદૃષ્ટિ – ચંદ્ર જેવી શીતળ કૃપાદૃષ્ટિ

[4] ગોપાળબાપા

  • શીંગોડો – નદીનું નામ; 
  • વિલક્ષણ – અદ્ભુત, અસાધારણ; 
  • ધોરીમાર્ગ – મુખ્ય રસ્તો, સરિયામ માર્ગ; 
  • ભાળવણી – સોંપણી, ભાળ રાખવા સોંપણી કરવી, ભલામણ કરવી; 
  • વિસ્મય – આશ્ચર્ય, અચંબો, 
  • ગીગોડો – કૂતરાં, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાઝતો જીવ 

[5] ગુર્જરીના ગૃહકુંજે

  • કોકિલ – નરકોયલ; 
  • ઘનગર્જન  વાદળની ગર્જના; 
  • ઉરતંતે – હૃદયના તાંતણે; 
  • કોતર – નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ; 
  • પૌરુષ – પુરુષાતન; 
  • સુલિત – ફળદ્રુપ, સારા ફળવાળું; 
  • વિસરવું – ભૂલી જવું; 
  • ગૃહમાયા – ઘરની માયા, ઘરની લાગણી; 
  • પાનેતર – પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર

[6] લોહીની સગાઈ

  • શિલાજિત – એક ઔષધિ; 
  • અભિષેક – મસ્તક પર થતી જલધારા; 
  • પરિચારિકા – સેવિકા; 
  • પાંજરાપોળ – અશક્ત કે ઘરડાં ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન; 
  • ચાકરી – સેવા; 
  • ઉપચાર – સારવાર; 
  • વસવસો – અફસોસ; 
  • ભાળવણી – ભલામણ, ભાળ રાખવા સોંપણી કરવી; 
  • ક્રૂર – ઘાતકી; 
  • જથરવથર – અવ્યવસ્થિત;

[7] કામ કરે ઈ જીતે

  • સીમ – ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન; 
  • મજિયારું – સહિયારું; 
  • ખમીર – જોશ, તાકાત; 
  • ત્રિકમ – જમીન ખોદવાનું એક ઓજાર; 
  • વેળા – સમય, ટાણું, વખત; 
  • બુલંદ – ઊંચો (અવાજ)

[8] છાલ, છોતરાં અને ગોટલા 

  • મૂળ – પ્રાચીન, અસલ; 
  • મક્ષિકા – માખી; 
  • નૂતન – નવું; 
  • પ્રાચીન – જૂનું; 
  • યશાશક્તિ – શક્તિ પ્રમાણે; 
  • ડસ્ટબિન –  કચરાપેટી; 
  • વિભૂષિત – શણગારેલું

[9] પુત્રવધૂનું સ્વાગત સિદ્ધિ

  • અડવું – શણગાર વિનાનું, શોભારહિત; 
  • આંગળાં – આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત; 
  • પરશ – સ્પર્શ કરવો; 
  • ટોડલો – (ટોલ્લો) બારસાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો; 
  • છત્તર – છત્ર; 
  • ઉજાળવું – ઊજળું કરવું, શોભાવવું

[10] ભારતીય સંસ્કૃતિની

  • વર્જ્ય – ત્યજવા યોગ્ય; 
  • ક્ષીણ – ઘસાયેલું, નબળું; 
  • અકરાંતિયું – ધરાય નહિ તેવું, વધારે પડતું ખાનારું; 
  • સાવધ – જાગ્રત, સજાગ; 
  • નિષ્કર્ષ – સાર; અદ્વિતીય અજોડ; 
  • અસ્ખલિત – સતત, એકધારું; 
  • શાશ્વત – નિત્ય; ચવડ મુશ્કેલીથી તૂટે, ફાટે કે ચવાય તેવું; 
  • સંપદા – સંપત્તિ

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં સમાનાર્થી શબ્દો ધોરણ 9 વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

Disclaimer :

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

તમે આ અન્ય પોસ્ટ પણ વાંચી શકો છો :

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *