Tuesday, 19 November, 2024

ધમાકેદાર ફીચર્સ ધરાવતો સેમસંગનો Galaxy M55 5G સ્માર્ટફોન લોન્ચ થયો, જાણો કિંમત અને ઘણું બધું!

3299 Views
Share :
Samsung Galaxy M55 5G

ધમાકેદાર ફીચર્સ ધરાવતો સેમસંગનો Galaxy M55 5G સ્માર્ટફોન લોન્ચ થયો, જાણો કિંમત અને ઘણું બધું!

3299 Views

સેમસંગે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં તેના નવા ફોન સાથે જોરદાર એન્ટ્રી કરી છે. કંપનીએ તેની લોકપ્રિય Galaxy M શ્રેણીનો એક નવો 5G સ્માર્ટફોન Galaxy M55 5G લોન્ચ કર્યો છે. આ ફોન ઓછી કિંમતમાં લેટેસ્ટ ફીચર્સ ધરાવે છે ચાલો આપણે Samsung Galaxy M55 5G ના ફીચર્સ વિશે વિગતવાર જાણીએ.

ડિસ્પ્લે અને પાવરફુલ પર્ફોર્મન્સ

Samsung Galaxy M55 5G માં 6.7 ઇંચની મોટી FHD+ સુપર AMOLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે 120Hz રિફ્રેશ ધરાવે છે. જે અત્યંત સ્મૂધ અને શ્રેષ્ઠ સ્ક્રોલિંગ અનુભવ પ્રદાન કરે છે. આ ડિસ્પ્લે ગેમીંગ અને વિડિયો જોતી વખતે શ્રેષ્ઠ વિઝ્યુઅલ પ્રદાન કરે છે. 

પરફોર્મન્સની વિશે વાત કરીએ તો, કંપનીએ Galaxy M55 5Gમાં પ્રથમ વખત Qualcomm Snapdragon 7 Gen 1 પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. વધુમાં, 8GB અથવા 12GB સુધીની RAM મળશે, જેના દ્વારા તમે મલ્ટીટાસ્કિંગ અને હાઇ-એન્ડ ગેમ્સનો આનંદ માણી શકશો. સ્ટોરેજ માટે, તેમાં 128GB અથવા 256GB સુધીનો વિકલ્પ છે.

શક્તિશાળી બેટરી અને કેમેરા 

Galaxy M55 5G માં 5000mAh ની પાવરફુલ બેટરી છે, જે આખો દિવસ સરળતાથી ચાલી શકે છે. આ ઉપરાંત, 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ ઉપલબ્ધ છે, જેના કારણે તમારો ફોન તરત ચાર્જ થઈ જશે. કેમેરા વિશે વાત કરીએ તો, Galaxy M55 5Gમાં પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. જેમાં 50MP નો મુખ્ય કેમેરો છે, આ સિવાય અલ્ટ્રા વાઈડ અને મેક્રો કેમેરા પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 50MP નો HD ફ્રન્ટ કેમેરો છે.

ડિઝાઇન અને સોફ્ટવેર

ડિઝાઇનની વાત કરીએ તો આ ફોન પ્રીમિયમ અને સ્ટાઇલિશ લાગે છે. જેમાં આ વર્ષે લૉન્ચ થયેલા Galaxy S સિરીઝના ફ્લેગશિપ ફોનની ઝલક જોવા મળે છે. સોફ્ટવેરની વાત કરીએ તો, આ ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 14 પર આધારિત OneUI 6.0 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. સેમસંગે દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ફોનમાં ચાર મુખ્ય Android OS અપગ્રેડ અને પાંચ વર્ષ સુધીના સુરક્ષા અપડેટ્સ પ્રાપ્ત થશે.

કિંમત અને ઉપલબ્ધતા

Samsung Galaxy M55 5G ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટ્સમાં આવે છે – 8GB RAM + 128GB, 8GB RAM + 256GB અને 12GB RAM + 256GB. તેના બેઝ વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા છે. જ્યારે, તેના અન્ય બે વેરિઅન્ટ અનુક્રમે રૂ. 29,999 અને રૂ. 32,999માં ઉપલબ્ધ છે. આ ફોન ટૂંક સમયમાં Amazon, Samsung ની ઑફિશિયલ વેબસાઈટ અને ઑફલાઇન સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *