Sunday, 22 December, 2024

સમુદ્ર સરીખા મારા વીરા

387 Views
Share :
સમુદ્ર સરીખા મારા વીરા

સમુદ્ર સરીખા મારા વીરા

387 Views

તમે જાણી લ્યો સમુદ્ર સરીખા મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવો કરો રે હોજી. … મારા.

આ રે કાયામાં છે વાડીઓ રે હોજી,
માંહે મોર કરે છે ઝીંગોરા રે … મારા.

આ રે કાયામાં છે સરોવર રે હોજી,
માંહે હંસ તો કરે છે કલ્લોલા રે … મારા.

આ રે કાયામાં છે હાટડાં રે હોજી,
તમે વણજવેપાર કરોને અપરંપારા રે … મારા.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધારના ગુણ હોજી,
દેજો અમને સંતચરણે વાસેરા રે … મારા.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *