શરદ પૂર્ણિમાના દિવસે કરો આ કામ
By-Gujju11-10-2023
શરદ પૂર્ણિમાના દિવસે કરો આ કામ
By Gujju11-10-2023
આ વખતે શરદ પૂર્ણિમા શનિવાર, 28 ઑક્ટોબર ના રોજ ઉજવાશે. ધાર્મિક માન્યતાઓ મુજબ શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના ચાર મહિનાના શયનકાળનુ અંતિમ ચરણ હોય છે. માનવામાં આવે છે કે આ દિવસે ચાંદ પોતાની 16 કલાઓથી પૂર્ણ થઈને રાતભર પોતાના કિરણોમાંથી અમૃતની વર્ષા કરે છે.
એવી માન્યતા છે કે આ વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિના બધા દુ:ખ દૂર થાય છે. કારણ કે તેને કૌમૂદી વ્રત પણ કહે છે. અને એવી માન્યતા છે કે આ દિવસે જે વિવાહિત સ્ત્રીઓ વ્રત કરે છે તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે. જે માતાઓ પોતાના બાળકો માટે વ્રત કરે છે તેમના સંતાનની આયુ લાંબી થાય છે.
આમ તો દરેક મહિનામાં પૂર્ણિમા આવે છે, પરંતુ અશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને શરદ પૂર્ણિમા અને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો આકાશમાંથી અમૃત વરસે છે.
એટલું જ નહીં ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. આ સાથે તે પોતાના ભક્તોની સમસ્યાઓ દૂર કરવા માટે વરદાન આપે છે.
શરદ પૂર્ણિમાના દિવસે જરૂર કરો આ કામ
- આ દિવસે તમારા ઘરને સારી રીતે સાફ કરો. ક્યાંય કચરો કે જાળા ન રહે તેનું ધ્યાન રાખવું.
- આ દિવસે રાત્રે માતા લક્ષ્મીની પૂજા કરો.
- એવી ધાર્મિક માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મી પૃથ્વી પર વિહાર કરે છે.
- રાત્રિના સમયે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખો. માતા લક્ષ્મી તમારા ઘરે આવી શકે છે.
- શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને ખીર ચઢાવો. ખીર ઉપરાંત દૂધમાંથી બનેલી મીઠાઈઓ ચઢાવી શકાય છે.
- શરદ પૂર્ણિમાની રાત્રે,ચંદ્રમાં 16 કળાઓ સાથે ખીલે છે, તેથી તમારે ચંદ્ર ભગવાનની પૂજા કરવી જોઈએ.
- ચંદ્રને દૂધ, જળ, ફૂલ અને અક્ષત અર્પણ કરો. તેનાથી કુંડળીના ચંદ્ર દોષ દૂર થશે. સુખ અને સમૃદ્ધિ આવશે.
- રાત્રે ખીર બનાવીને ખુલ્લા આકાશમાં મુકો. ચંદ્રના ઔષધીય – કિરણોથી તે ખીર અમૃત સમાન બની જાય છે અને તેને ખાવાથી વ્યક્તિ સ્વસ્થ બને છે.
- સુખ-સમૃદ્ધિ માટે રાત્રે ઘીનો દીવો પ્રગટાવો.