શરદપૂર્ણિમાએ ચાંદામામા આકાશમાંથી અમૃતવર્ષા કરે છે
By-Gujju12-10-2023
શરદપૂર્ણિમાએ ચાંદામામા આકાશમાંથી અમૃતવર્ષા કરે છે
By Gujju12-10-2023
શરદ પૂર્ણિમા, ‘ચાંદો ઉગ્યો ચોકમાં, આપણે ચાંદાને ચાંદામામા કહીએ છીએ, આ પૃથ્વી પર સૂર્ય અને ચંદ્રને સાક્ષાત દેવ એટલે કે ઈશ્વર માનવામાં આવે છે, બીજા દેવોને આપણે ભાવથી ભજીએ છીએ, પરંતુ આપણને નિયમિતરૂપે આપણું વિટામીન ડી વધારતા, આપણને નિયમિતરીતે શીતળ અને નિર્મળ ચાંદની આપનારા સૂર્ય અને ચંદ્ર, જેની સાક્ષાત દેવોમાંᅠ ગણના થાય છે, તેને આપણે બીજા દેવોની જેમ ભાવે ભજતા નથી.પણ તમે જાણો છો કે શરદપૂર્ણિમાની રાતે ચાંદામામા આકાશમાંથી અમૃત વરસાવે છે!
શરદપૂર્ણિમાએ ચંદ્રની કૃપાનો સૌથી મહત્વનો,મોટો ઊત્સવ માનવામાં આવે છે, આ દિવસની રાતે ચાંદામામા પૂર્ણપણે ખીલે છે, આ દિવસે કૃષ્ણ ભગવાને રાસલીલા રચી હતી,આ રાતે ચાંદામામાની કૃપાનો લાભ આપણે લઈ શકીએ તો આપણું જીવન પણ તેમના જેવું જ શીતળ, નિર્મળ બની શકે. ભગવાન શ્રીકૃષ્ણ સોળ ગુણવાન હતાં. આપણને આ સોળ ગુણ ક્યાંથી મળે? કયારે મળે? જયારે કોઈવ્યક્તિ કુદરત સાથે સીધી રીતે જોડાયેલી હોય ત્યારે તેની અંદર સોળ ગુણ ખીલે છે!આ રીતે ચાંદામામા પણ એક જ વાર, શરદપૂર્ણિમાની રાતે જ સોળ કળાએ ખીલે છે, શરદપૂર્ણિમાની રાતે ચાંદામામામાંથી જે કિરણો નીકળે છે , તેનાથી આપણા શરીરને નવી ઊર્જા મળે છે, ચંદ્રના કિરણો શરદપૂનમની રાતે એક અર્થમાં સાચુ અમૃત વરસાવે છે. આપણાં ભારતમાં સદીઓથી દૂધ, સાકર, કેશરયુક્ત ખીર કે દૂધ પૌવા,અગાશીમાં મૂકી રાખવામાં આવે છે, તેનું કારણ છે કે આખી રાત્રી કે ચાર કલાક પણ દૂધ, સાકર,કેશરવાળા દૂધ કે ખીર, પૌવાને અગાશીમાં રાખ્યા પછી આરોગવામાં આવે તો એ ચંદ્રનું અમૃત, એ ઊર્જા આપણને મળે છે.
આપણે ઈશ્વરને જે કંઈ પ્રસાદ ધરીએ છીએ તેમાં ઈશ્વરની ઊર્જા પ્રવેશે છે ચીજ પ્રસાદ બની જાય છે, રીતે ખીરમાં ચંદ્રની ઉર્જા પ્રદેશમાંથી આવી ખીર મહા પ્રસાદ બની જાય છે.
શરદ પૂર્ણિમા શારીરિક પરેશાની વિવાહમાં, લગ્નમાં મોડું થતું હોય તો તે દૂર કરે છે અને આર્થિક લાભ પણ આપે છે આમ ત્રણ પ્રકારે આ શરદ પૂર્ણિમા લાભદાયી છે.
જયોતિષની દ્રષ્ટિએ શરદપૂર્ણિમાએ બે સિધ્ધિયોગ છે,ગુરૂ પોતાની રાશિ મીનમાં ચંદ્ર સાથે રહે છે, આથી ગજકેસરી યોગ બને છે,તો બુધ ગ્રહ પોતાની રાશિમાં સૂર્ય સાથે રહેશે આથી બુધાદિત્ય યોગ રચાશે, આ ગજકેસરી યોગમાં જન્મેલા બાળકો પોતાની કુંડળી પ્રમાણે જન્મથી જ અભ્યાસમાં તેજસ્વી હોય છે, બુધાદિત્ય યોગમાં જન્મેલા બાળકો પણ ખુબ ચતુર અને શાંત સ્વભાવના હોય છે,આવા યોગ વર્ષમાં એકવાર જ નહીં, પણ ત્રણથી ચાર વખત રચાતા હોય છે.
ખડીસાકરઃ- ખડી સાકર એટલે કે મોટા ટુકડા વાળી સાકરને અગાસીમાં મૂકી દઈએ અને આખી રાત ચંદ્ર સોળે કરાવું હોવાથી આ ચંદ્રના કિરણો ખડી સાકરમાં પ્રવેશે છે શરદપૂનમની રાતે ચંદ્રની અંદરથી એવા ખાસ કિરણો નીકળે છે જે આપણા શરીરના આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે, ખડી સાકરની અંદર ચંદ્રની આવી નેચરલ અસર પ્રવેશે છે. ચોમાસુ પૂરૂં થાય અને શિયાળો શરૂ થવાનો હોય તેની વચ્ચેનો સમય એટલે આ શરદ ઋતુ.
એટલે જ વર્ષોથી આપણે કોઈને પણ આશીર્વાદમાં ‘શત્તમ જીવ શરદ’ કહીએ છીએ એનો મતલબ એ છે કે ૧૦૦ વર્ષની શરદપૂર્ણિમા સુધી નિરોગી જીવન જીવતા રહો.
ખડી સાકરનો પ્રયોગઃ- ખડી સાકરનો આ પ્રયોગ કરવા માટે કરિયાણાવાળાની દુકાનેથી પાંચેક કિલો ખડી સાકર લાવવાની શરદ પૂનમ એટલે કે આસોસુદ પૂનમ.તારીખ ૯માં ઓકટોબરે રવિવારે આ શરદપૂર્ણિમા આવે છે તેની રાતે અગાસીમાં મખમલ જેવા આછા સફેદ કપડામાં ખડી સાકર મૂકી દેવાની, તેની ઉપર જાળી ઢાંકી શકાય કપડું કે બીજી કોઈ વસ્તુ નહીં. કારણકે ચંદ્રપ્રકાશ તેની ઉપર બરોબર પડવો જોઈએ જે વાસણ કે ખાટલામાં આ ખડી સાકર મૂકો તેની નીચે અને ચારેય પાયાની નીચે પાણી ભરેલું વાસણ રાખજો જેથી કીડી મકોડા કે બીજી જીવાત ત્યાં આવે નહીં.
સવાર સુધી આ ખડી સાકર અગાસીમાં રાખો એટલે આ ચંદ્રના શીતળ કિરણોને પિત્તશામક અસર તેની અંદર આવી શકે. મારે આંખડી સાકરના નાના નાના ટુકડા કરીને કાચની બરણીમાં ભરીને મૂકી રાખજો જયારે કોઈને એસિડિટી થાય પેટમાં દુખે માથું દુખે ત્યારે આ ખડી સાકર ચૂસવાથી ખૂબ ઝડપથી પેટમાંનો એસિડ શાંત થશે. પીત્ત પેટમાંથી ઉપર ચઢીને માથું દુખાડે છે તેમ આયુર્વેદ શાષાીઓનું કહેવું છે આવા સમયે આ ખડી સાકર ચૂસવાથી પિત્ત શાંત થશે સરવાળે માથું દુખતું પણ મટી જશે.
આમ શરદપૂનમની રાતના ચંદ્રના કિરણોમાં રહેલી ખડી સાકર આપણા સૌના તન મનને શાંત રાખી શકે એવી તાકાત ધરાવે છે આથી પાંચ દશ કિલો ખડી સાકર લઈ તેને શરદપુનમની રાતે ચાંદા મામાના પ્રકાશમાં મૂકો, નવા વર્ષના દિવસે આપના ઘેરે કોઈ સ્વજન આવે તો તેને નકલી દૂધના પેંડા, બરફી, કાજુકતરી વગેરે ધરવાના બદલે આવી આ ખડી સાકરથી તેમનું સ્વાગત કરશો તો એ સ્વજનને પણ લાભ થશે. જો તમે ઈચ્છો તો આ ખડી સાકરના ૧૦૦ ગ્રામ ૨૦૦ ગ્રામ પેકેટના નવા વર્ષમાં આવતા ભજન અને ભેટ પણ આપીને તેમનું આખું વર્ષ નિરોગી બની રહે તેવી શુભેચ્છા સાથે તમારો શ્રેષ્ઠ પ્રયાસ ગણાશે. થોડી જીવન શૈલી બદલીએ અને જીવનભર નિરોગી રહેવા પ્રયત્ન કરીએ.