Saturday, 21 December, 2024

સરદાર વલ્લભભાઇ પટેલ

248 Views
Share :
સરદાર વલ્લભભાઇ પટેલ

સરદાર વલ્લભભાઇ પટેલ

248 Views

નથી ખબર અમને અમારે પંથ શી આફત ખડી છે…
ફક્ત એટલી જ ખબર છે કે માં ભોમની હાકલ પડી છે.

જેમની ઓળખાણ આજે સમગ્ર ભારત લોખંડી પુરુષ તરીકે કરે છે. તેવા ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન શ્રી વલ્લભભાઇ જવેરભાઈ પટેલ’ જે અખંડ ભારત ના ઘડવૈયા નું બિરુદ પ્રાપ્ત કરનાર લોક લાડીલા નેતા નું એક સૂત્ર યાદ આવે છે.

ઘરની વાત ઘરમાં રાખો,
સાચું કહેવાની હિમ્મત રાખો,
કાળજું હમેશા સિહ નું રાખો……..

આવા આપના લોક લાડીલા સરદાર ની કોઇકે એક કવિતા લખી છે. જેના શબ્દો…..

ભૂલો ભલે બિજુ બધુ પણ સહીદોને ભૂલસો નહીં,
અગણિત ઉપકાર દેશ પર એના એ ભુલશો નહીં ,
રજવાડા ભેગા કર્યા એ લોહ પુરુષને ભુલશો નહીં,
ફાસીના ફંદે ચડિયા તે યુવાનસહીદોને ભૂલસો નહીં,
દેશ માટે પરિવાર ભૂલ્યા તે લોકો ને ભૂલસો નહીં,

એવા આપના વલ્લભભાઇ જવેરભાઈ પટેલ નો જન્મ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ ના રોજ મોસાળ નડિયાદ માં થયો હતો.

તેમના પિતા જવેરભાઈ ખેતી કામ કરતાં, માતા લાડબાઇ ઘરકામ તથા ખેતીકામ કરતાં, વલ્લભભાઇ તેમના ચોથા દીકરા હતા. સોમાભાઇ, નરશિભાઇ, વિઠ્ઠલભાઈ અને સૌથી નાના કાશીભાઇ હતા. તેમને એક નાના બહેન હતા તેમનું નામ ડાહીબા હતું. આમ પિતા જવેરભાઈ તથા માતા લાડબાઇ ના ચોથા સંતાન ની જન્મ તારીખ પોતે પરિક્ષાના પેપરમાં નોંધાવલી હતી. ત્યારથી તેમની જન્મ તારીખ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ છે . તેમનો જન્મ નડિયાદ માં મામાને ઘરે જન્મ થયો હતો.

વલ્લભભાઇ નું ગામ ખેડા જિલ્લાનું કરમસદ ગામ છે. સમય જતાં તેમના પિતાએ બાજુના ગામમાં રહેતા જવેરબા સાથે ૧૮ વર્ષ ની ઉમરે લગ્ન કરી દીધા. આમ લગ્ન પછી પોતાનું ભણતર પૂરું કરવા તે આગળ નડિયાદ, પેટલાદ, બોરસદ માં અભ્યાસ કર્યો ને ૨૨ વર્ષ ની ઉમરે તે મેટ્રિક પાસ થયા. આગળ તે વકીલાત નું ભણી પૈસા બચાવી તે ઇગ્લેંડ માં બેરિસ્ટર ની પદવી પ્રાપ્ત કરી. બે વર્ષ ના અભયસ બાદ જવેરબા ને તેડવામાં આવ્યા અને ગોધરામાં પોતાનું ગ્રહસ્ત જીવન ચાલુ કર્યું. તેમને બે સંતાન થયા. ૧૯૦૪ માં મણિબેન અને ૧૯૦૬ માં ડાયાભાઈ આમ તેને ગોધરા બોરસદ, આણંદ માં વકીલાત કરી. મોટા ભાઈ ને ઈંગ્લેન્ડ અભ્યાસ માટે રૂપિયા ભેગા કર્યા. આમ ૧૯૦૯ માં તેમના પત્નીને કેન્સરની સારવાર માટે મુંબાય દાખલ કરવામાં આવ્યા. તબિયત માં સુધારો હોવા સતા ત્યાં તેમનું મૃત્યુ થયું. આ સમયે વલ્લભભાઇ કોર્ટમાં કેસ લડી રહ્યા હતા. ત્યાં સમાચાર આવ્યા હોવા છતા તે કેસ પુર્ણા કરી તેમના અસલીલને જીતાડી ને પછીજ બધાને સમાચાર આપ્યા હતા.

આવા હતા આપના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ. હવે તેની આજાદી ની લડત ની થોડી વાત કરીયે. સૌપ્રથમ ૧૯૧૭ માં અમદાવાદ માં સ્વચ્છ્તા વિભાગના અધિકારી તરીકે છૂટાણા. ત્યાર બાદ ગાંધીજીને મળ્યા અને અંગ્રેજો પાસેથી સ્વરાજ ની માંગણી કરતી અરજીમાં સહભાગી બન્યા. ૧૯૨૦ તે નવ રચિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ચુટાના. ૧૯૨૨, ૧૯૨૪ અને ૧૯૨૭ માં અમદાવાદ ના સુધરાય ના પ્રમુખ પદે છૂટાણા. ૨૩ ઓક્ટોબર ૧૯૪૭ ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો અને ભારતના ભાગલા વખતે લગભગ ૫૬૨ રજવાડા ને એક કરવામાં સરદાર સાહેબ નો અનન્ય ફાળો છે.

સરદાર વિષે ની સાત વાતો

  • સરદાર પટેલ જાતિવાદ ના વિરોધી હતા. તેમણે ગુજરાત માં દારૂબંધી, જાતિવાદ, અશ્પ્રુશ્યતા અને મહિલા સશક્તિકરણ ના નોંધપાત્ર કાર્ય કર્યા હતા.
  • સરદાર પટેલે અસહકાર ની ચળવળ વખતે સંપૂર્ણ પશ્ચિમ ભારત માં ભ્રમણ કરી ને 3 લાખ લોકો ને જોડ્યા અને 15 લાખ નું ફન્ડ એકત્ર કર્યું હતું.
  • સરદાર પટેલ ને એમના મૃત્યુ ના 40 વર્ષ પછી 1990 માં ભારત રત્ન મળ્યો હતો. જયારે જવાહરલાલ નહેરુ એ પોતાને 1954 માં જીવતે જીવ ભારત રત્ન આપ્યો હતો.
  • સરદાર પટેલ ભણવામાં અંત્યંત તીવ્ર બુદ્ધિ શાળી હતા.સરદારપટેલે ઇંગ્લેન્ડમાં પોતાનો વકીલાત નો કોર્ષ તેઓએ 36 મહિના નો હતો તેને 30 મહિના માં પૂર્ણ કર્યો હતો.
  • સરદાર પટેલે 562 રજવાડા નું એકીકરણ કર્યું હોવા થી તેમના જન્મદિન ને રાષ્ટ્રીય એકતા નો દિવશ તરીકે ઉજવવા માં આવે છે.
  • સરદાર પટેલ નું દેહાંત થયું ત્યારે તેમનું બેંક બેલેન્સ માત્ર 216 રૂપિયા હતું. તેઓ પોતાનું જીવન ખુબ જ સાદગી ભર્યું જીવન જીવતા હતા.
  • સરદાર પટેલ નું મૃત્યુ મુંબઈ માં થયું હતું. તેમની શ્મશાન યાત્રા થઇ ત્યારે જવાહરલાલ નહેરુ એ પોતાની કેબિનેટ બેઠક બોલાવી હતી જેથી તેમની અંત્યવિધિ માં કોઈ મંત્રી જઈ ના શકે.

ઉપરોક્ત બાબત માં થોડો થોડો ફેરફાર આવે છે. જેમ કે રજવાડા નો ઉલ્લેખ બધી જગ્યાએ જુદો પડે છે. તેની હિમ્મત અને દુખ સહન કરવાની એક નાની વાત છે.

એક વાર સરદાર વલ્લભભાઈ પટેલ ને બગલમાં ગૂમડું થયું હતું. ત્યારે હજામના હાથમાંથી ધગધગતો સરૈયો લઇ ગુમડા પર મૂકી દીધો હતો, હજામ પણ એ વખતે થરથરી ગયો હતો. આવા નિડર હતા આપણા સરદાર.

હવે આપણે તેના સમગ્ર જીવનની ઘટના પર એક નજર કરીએ.

  • ૧૯૧૬ માં તેઓની ગાંધીજી સાથે પહેલી મુલાકાત,સ્વાતંત્ર માટેની લડત ની તૈયારી.
  • ૧૯૧૭ માં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં પ્રથમ સભ્યપદ પ્રાપ્ત કર્યું. તથા ગુજરાત કોંગ્રેશમાં કારોબારી સભાનું મંત્રી પદ પ્રાપ્ત કર્યું. વેઠ પ્રથા માટેનું આંદોલન કર્યું.
  • ૧૯૧૮ માં ખેડા જિલ્લાના ખેડૂતો પાસેથી લેવાતા જમીન મહેસૂલ ની વિરુદ્ધમાં સરકાર સામે લડત.
  • ૧૯૨૦ માં અમદાવાદ મ્યુનિસિપલ ની ચુટણી માં તમામ બેઠક પર કોંગ્રેશ નો વિજય, ખાદીના વસ્ત્રો ધારણ કર્યા અને તિલક સ્વરાજ ફંડ માટેની હાકલ માં ૧૦ નું ફંડ ભેગું કર્યું. તેમજ ગાંધીજી સાથે કોંગ્રેશ ના ૩ લાખ સભ્યો બનાવ્યા.
  • ૧૯૨૧ માં ગુજરાત પ્રતક કોંગ્રેશ સમિતિના અધ્યક્ષ , તેમજ અમદાવાદ ખાતે મળેલા ૩૬ માં કોંગ્રેશ અધિવેશન માં સ્વાગત સમિતિના અધ્યક્ષ.
  • ૧૯૨૨ માં ગાંધીજી પ્રેરિત ગુજરાત વિધ્યાપીઠ ની સ્થાપના માટે રંગૂનમાથી ૧૦ લાખ ફંડ ભેગું કર્યું.
  • ૧૯૨૩ માં અંગ્રેજો સામે નાગપુરમાં સફળ જંડા સત્યાગ્રહ. તેમજ ;હૈડિયા વેરો’ રદ કરાવ્યો.
  • ૧૯૨૭ માં ગુજરાત માં અભૂતપુરવા રેલ સંકટ, જેમાં સરકાર પાસેથી ૧ કરોડ રેલ રાહત મેળવી.
  • ૧૯૨૮ માં મહેસૂલ વધારા સામે બારડોલી સત્યાગ્રહ નો પ્રારંભકર્યો. જેમાં તેઓને ‘સરદાર’નું બિરુદ મળ્યું
  • ૧૯૩૦ માં દાંડી યાત્રા મીઠા માં કર માટેનો કાયદો વિરુદ્ધ માં પ્રચાર કરતાં રાસ ગામેથી ધરપકડ કરી ચરવડા જેલ માં કારવશ .
  • ૧૯૩૧ માં કરાચી ખાતેના ૪૬ માં અધિવેશન ના પ્રમુખ બન્યા.
  • ૧૯૩૨ માં સરકાર વિરોધમાં આંદોલન ના નેતૃત્વ બદલ જાન્યુઆરીમાં ફરી ચરવડા જેલ માં ગાંધીજી સાથે ૧૬ મહિના ની નજર કેદ.
  • ૧૯૪૨ માં ૮ ઓગષ્ટ ના રોજ મુંબઈ ખાતે અખિલ હિન્દ કોંગ્રેશ કારોબારી ની બેઠકમાં ‘ હિન્દ છોડો’ ના ઠરાવ બાબતે ધરપકડ અને કરવશ.
  • ૧૯૪૬ માં ભારતીય બંધારણ સભામાં પ્રથમ વાર ભાગ લીધો.
  • ૧૯૪૭ માં ભારત ના જુદા જુદા રજવાડા (રાજયોના )વિલીનીકરણ ની સમસ્યા ના ઉકેલ માટે કેન્દ્ર સરકારમાં તેના વડપણ નીચે એક નવા’ રિયાસતી ‘ ખાતા ની રચના કરી. તેમજ ૧૫ મી ઓગસ્ટ ના રોજ સ્વતંત્ર ભારત ન પ્રથમ નાયબ વડાપ્રધાન બન્યા.
  • ૧૯૪૮ માં ભાવનગર ખાતે સૌરાસ્ટ્ર રાજ્યસંઘની રચના જોધપુર,જયપુર , બીકાનેર , જેસલમેર ,ઉદેપુર, ભરતપૂર અને રાજ્યો ના બનેલા રાજસ્થાન સંઘનું ઉદ્ઘાટન ; ગ્વાલિયર, ઈન્દોર, વગેરે ૨૩ દેશી રાજ્યો નો મધ્ય ભારત સંઘ બનાવ્યો.
  • ૧૯૪૯ માં ઉસ્માનિયા યુનિવર્સિટીએ’ ડો. ઓફ લોજ ‘ની માનાર્હ પદવી એનાયત કરી.

તેમનો જીવન પ્રસંગ ૨૯ માર્ચ ૧૯૪૯ ન રોજ સરદાર તેમના પુત્રી મણિબહેન તેમજ પટીયાલાના મહારાજા સાથે વિમાન પ્રવાસે હતા જે સમયે વિમાનખરાબ થવાથી રાજસ્થાનના રણ માં ઊતરવું પડ્યું તે સમયે સરદાર નજીકના ગામ સુધી ચાલીને ગયા હતા. દિલ્લી પહોચ્યા ત્યારે સાંસદ માં તેમનું લાંબા સમય સુધી તાલી થી સન્માન કર્યું. આમ તેમની તબિયત નાજુક થતાં તે ૧૨ ડિસેમ્બર ન રોજ પોતાના દીકરા ડાયાભાઇ ને ત્યાં આરામ કરવા ગયા. આમ ૧૫ મી ડિસેમ્બર ના રોજ મોટા રહદય રોગ ના હુંમ્બલા થી તેમનું દેહાંત થયું.

આ દિવસે ભારત ની સનદી સેવા ના અધિકારી તેમજ ૧૫૦૦ પોલીસ અધિકારી ઑ એ ત્યાં દુઃખમાં સહભાગી બન્યા અને સપથ લીધા કે અમો ભારતની સેવા પુર્ણ વફાદારી, ઉત્સાહ અને સત્ય નિષ્ઠા થી કરીશુ. આવા આપના લોક લાડીલા સરદાર નો અગ્નિદાહ મુંબઈ માં કરવામાં આવ્યો. ત્યાં મોટા જાન સમુદાય માં નહેરુ, રાજગોપાલાચારી અને રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ હજાર હતા.

શૂર બનો બહાદુર બનો ,
ખંખેરો મનની ભીતિ,
નહીં સામર્થ્ય વિના સંપતિ,
ભય વિના નહીં પ્રીતિ.
આવા નીડર સરદાર ને મારા કોટિકોટિ વંદન. જેઓ કહેતા .
બારડોલી તે રહેતું ડોલી,
હલક ડોલક હૈદરાબાદ ,
તેજ ભરેલા ઊડે તિખારા ,
તકરાયે જાણે પોલાદ …..
જય જય ગરવી ગુજરાત ……………………

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *