Tuesday, 12 November, 2024

સરગવાના પાન ની દાળ બનાવવાની Recipe

128 Views
Share :
સરગવાના પાન ની દાળ બનાવવાની Recipe

સરગવાના પાન ની દાળ બનાવવાની Recipe

128 Views

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે સરગવાના પાન ની દાળ બનાવવાની રીત – Sargva na pan ni daal banavani rit શીખીશું, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. સરગવાના પાન હોય કે સરગવાની શીંગ બને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સરગવાનાં પાન અનેક ગુણો થી ભરેલા છે. આ દાળ ને રોટલી કે ભાત સાથે ખાઈ શકાય છે. તો ચાલો આજે આપણે સરગવાના ગુણો થી ભરેલા પાન ની ટેસ્ટી દાળ બનાવતા શીખીએ.

સરગવાના પાન ની દાળ બનાવવા જરૂરી સામગ્રી

  • તુવેર દાળ ૧/૨ કપ
  • પાણી ૨ કપ
  • હળદર ૧/૨ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ ૧ ચમચી
  • વઘાર કરવા માટે ની સામગ્રી
  • તેલ ૨ ચમચી
  • રાઈ ૧/૨ ચમચી
  • જીરું ૧/૨ ચમચી
  • હિંગ ૧ ચુટકી
  • સુખા લાલ મરચાં ૧
  • ઝીણી સુધારેલી ડુંગળી ૧
  • આદુ ની પેસ્ટ ૧ ચમચી
  • લીલાં મરચાં ૨
  • ઝીણા સુધારેલા ટામેટા ૧
  • સરગવાના પાન ૧ કપ
  • લાલ મરચું પાવડર ૧/૨ ચમચી
  • આમલી નું પાણી ૧ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી ૧/૪ કપ

સરગવાના પાન ની દાળ બનાવવાની રીત

સરગવાના પાન ની દાળ બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેમાં તુવેર દાળ ને બે થી ત્રણ પાણી થી સરસ થી ધોઈ ને તેમાં નાખો. હવ તેમાં હળદર,સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું તેલ નાખો. હવે કુકર બંધ કરી દયો. ત્યાર બાદ ચાર થી પાંચ સીટી વાગવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

વઘાર કરવા માટે ની રીત

વઘાર કરવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાંખો. હવે તેમાં હિંગ અને સુખુ લાલ મરચું નખો. હવે સરસ થી મિક્સ કરી લ્યો.

હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો અને તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં આદુ ની પેસ્ટ અને લીલા મરચાં ને ચીરી ને નાખો. હવે ફરી થી તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

  તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ઢાંકી ને તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો.

હવે બે થી ત્રણ મિનિટ પછી ટામેટા સરસ થી ચડી ગયા હસે. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સરગવાના પાન ને સરસ થી ધોઈ ને તેમાં નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ ચડવા દયો.

ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, આમલી નું પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફી ને રાખેલી દાળ ને તેમાં નાખો. હવે ફરી થી દાળને  સરસ થી હલાવી લ્યો.

હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી હલાવી લ્યો. અને દાળ ને બે થી ત્રણ મિનિટ સુધી સરસ થી ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી સરગવાના પાન ની દાળ. હવે તેને રોટલી કે ભાત સાથે સર્વ કરો. અને ગરમા ગરમ સરગવાના પાન ની દાળ ખાવા નો આનંદ માણો.

Sargva na pan ni daal recipe notes

દાળ માં આમલી ના પાણી ની જગ્યા એ તમે લીંબુ નો રસ નાખી શકો છો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *