સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ
By-Gujju20-05-2023
255 Views
સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ
By Gujju20-05-2023
255 Views
સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ !
સૌનું કરો કલ્યાણ.
નરનારી પશુપંખીની સાથે,
જીવજંતુનું તમામ … દયાળુ પ્રભુ
જગના વાસીઓ સૌ સુખ ભોગવે,
આનંદ આઠે જામ … દયાળુ પ્રભુ
દુનિયામાં દર્દ-દુકાળ પડે નહિ,
લડે નહિ કોઇ ગામ … દયાળુ પ્રભુ
સર્વ જગે સુખાકારી વધે ને,
વળી વધે ધનધાન્ય … દયાળુ પ્રભુ
કોઇ કોઇનું બૂરું ન ઇચ્છે,
સૌનું ઇચ્છે સૌ સમાન … દયાળુ પ્રભુ
પોતપોતાના ધર્મ પ્રમાણે,
સર્વ ભજે ભગવાન … દયાળુ પ્રભુ