Saturday, 27 July, 2024

સાવિત્રીની કથા – 3

219 Views
Share :
સાવિત્રીની કથા – 3

સાવિત્રીની કથા – 3

219 Views

{slide=Savitri’s story – III}

King Ashwapati proceeded to Satyavan’s place along with Savitri, some Brahmins and priests. He met Dhyumatsen, Satyavan’s father and introduced himself. Dhyumatsen frankly told him about his condition and that they were out of their throne, and were leading a simple life in exile in the forest. He further added that Savitri was used to palatial comforts and was not used to hardships of forest life. Ashwapati, however cheered them up by saying that present difficulties would not remain forever.

Savitri wed to Satyavan. When the marriage ceremony was over, King Ashwapati left for his kingdom with satisfaction. Savitri changed her royal clothes and wore ordinary clothes befitting the forest life. She began serving her in laws with love and affection. Satyavan was happy at the marriage. However, Savitri remembered Sage Narada’s foretelling about Satyavan’s impending death. How could she sleep peacefully ?    

અરણ્યના આશ્રમમાં

અશ્વપતિ પાસે અન્ય વિકલ્પ ના રહ્યો એટલે એણે વયોવૃદ્ધ દ્વિજો, ઋત્વિજો, પુરોહિતો તથા સાવિત્રી સાથે વન માટે પ્રસ્થાન કર્યું.

અરણ્યમાં દ્યુમત્સેનના આશ્રમમાં એણે કોઇ પણ પ્રકારના વાહન વિના જ પ્રવેશ કર્યો.

રાજા અશ્વપતિએ દ્યુમત્સેનની સમુચિત પૂજા કરીને પોતાના પૂજ્યભાવને પ્રગટ કર્યો. એટલે દ્યુમત્સેને એમનો સમુચિત સત્કાર કર્યો.

અશ્વપતિએ પોતાની ઓળખાણ આપીને સઘળી વાત કહીને સાવિત્રીને પૂત્રવધૂ તરીકે સ્વીકારવાની પ્રાર્થના કરી ત્યારે દ્યુમત્સેને કશું પણ ગુપ્ત રાખવાનો પ્રયત્ન કર્યા સિવાય પોતાની પરિસ્થિતિની સ્પષ્ટતા કરતાં કહ્યું કે અમે તો રાજ્યથી વંચિત થઇને વનમાં વસીએ છીએ અને નિયમપરાયણ બનીને તપસ્વીના ધર્મને આચરીએ છીએ. વનવાસને માટે અયોગ્ય તમારી પુત્રી આવા અનુકૂળતાઓ વગરના કષ્ટકારક આશ્રમમાં કેવી રીતે રહી શકશે ?

દ્યુમત્સેનના શબ્દોમાં એમની કોઇ પણ પ્રકારની બનાવટ કરવામાં નહિ માનનારી, સત્યનિષ્ઠ પ્રકૃતિનો પ્રાણવાન પ્રતિઘોષ પડે છે.

એ શબ્દોને સાંભળીને અશ્વપતિને નિરાશા ના થઇ. એણે એક સ્વાનુભવપૂર્ણ સરસ વાત કહી કે સુખ અને દુઃખ તો આવે છે ને જાય છે. એ વાતની મને અને સાવિત્રીને ખબર છે. હું તો તમારી પાસે નિર્ણય કરીને જ આવ્યો છું. માટે મારી આકાંક્ષાનો નાશ કરશો નહિ.

બંને રાજાઓએ સર્વ આશ્રમવાસી બ્રાહ્મણોને બોલાવીને વિધિપૂર્વક લગ્નકાર્ય કરાવ્યું.

અશ્વપતિ રાજા પોતાની પુત્રીનું કન્યાદાન દઈને તથા યથાયોગ્ય પહેરામણી આપીને પરમ આનંદ પામીને પોતાને ભવને ગયો.

સત્યવાન સર્વગુણસંપન્ન પત્નીને પામીને આનંદ પામ્યો. તેમ સાવિત્રી પણ પોતાના મનમાન્યા પતિને પામીને આનંદ પામી. પછી પિતાની વિદાય પછી સાવિત્રીએ પોતાનાં સર્વ આભૂષણોને અળગા કર્યા અને વલ્કલ તથા ગેરુઆ રંગના વસ્ત્રો પહેર્યા. તેણે સેવાથી, પરિચર્યાથી, સદગુણોથી, ઇન્દ્રિયદમનથી તેમજ સર્વને ઇષ્ટ એવા કાર્યસંપાદનથી સૌનો સંતોષ પ્રાપ્ત કર્યો. સાસુને શરીરની સેવાચાકરીથી તથા પહેરવા ઓઢવાનાં વસ્ત્રોથી સંતોષ આપ્યો. તે જ રીતે સસરાને દેવને યોગ્ય સેવાસત્કારથી તથા સંયમપૂર્વકની વાણીથી સંતુષ્ટ કર્યા. વળી તેણે પોતાના પતિને પ્રિય ભાષણથી, નિપુણતાથી, શાંતિથી અને એકાન્ત ઉપચારોથી પૂરી પ્રસન્નતા આપી.

એવી રીતે આશ્રમમાં રહીને તપસ્યા કરતાં કરતાં તેમનો કેટલોક સમય ચાલ્યો ગયો. રાતદિવસ ઊભી ને ઊભી રહેતી તથા કરમાયા કરતી સાવિત્રીના મનમાં દેવર્ષિ નારદે કહેલું પેલું વચન નિરંતર ઘોળાયા જ કરતું હતું.

સાવિત્રી રાજા અશ્વપતિને ત્યાં અનંત ભોગવિલાસનાં અથવા સ્થૂળ સુખોપભોગનાં સાધનોની વચ્ચે વસેલી હોવાં છતાં, સ્વૈચ્છિક લગ્નપ્રસંગ પછી સત્યવાન સાથે સંયમી તથા સાદું જીવન જીવતાં શાંત એકાંત અરણ્યાશ્રમમાં રહેવા લાગી એ એનો પરમ ત્યાગભાવ દર્શાવે છે. એણે આભૂષણોને પરિત્યાગીને સામાન્ય વસ્ત્રોને ધારણ કરીને સ્નેહ અને સેવાથી સુવાસિત જીવન જીવવા માંડયું એ એની અસામાન્ય અપરિગ્રહવૃત્તિ, હળીમળીને રહેવાની ભાવના, ઊંડી સમજ તથા તિતિક્ષા સૂચવે છે. અન્ય સ્ત્રીઓને માટે એનું લોકોત્તર જીવનચરિત્ર પ્રેરક, આદર્શ અથવા ઉદાહરણ રૂપ છે.

સ્ત્રી અથવા પુરુષ પોતાના પૂર્વવાતાવરણના પ્રભાવને, વ્યક્તિગત ગમા-અણગમાને કે પૂર્વગ્રહને મૂકીને નવા પ્રાપ્ત થયેલા વાતાવરણ સાથે સુમેળ કે સંવાદ સાધવાની કળામાં કુશળ ના બને તો ઘર્ષણને નોતરે અને અસંતોષ અનુભવે. સદાને સારુ સુખશાંતિથી વંચિત રહે. એથી ઊલટું, સહાનુભૂતિ, સદભાવ અને સમભાવથી સંપન્ન બનીને પરિસ્થિતિ પિછાનીને શ્વાસ લેતાં શીખે તો સુખશાંતિથી સંપન્ન બનાવવાની સાથે સાથે સુસંપન્ન બનીને જીવનને ઉત્સવમય કરી શકે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *