Tuesday, 19 November, 2024

ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી, આજથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે

393 Views
Share :
ગૌણ-સેવા-પસંદગી-મંડળે-4300-જગ્યાઓ-માટે-ભરતી-બહાર-પાડી

ગૌણ સેવા પસંદગી મંડળે 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી, આજથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે

393 Views

ભરતીની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 4300 જગ્યાઓ માટે આજથી ફોર્મ ભરી શકાશે. ગ્રુપ A અને Bમાં વિવિધ 22 કેડરને લઈ આજથી બપોરના 2 વાગ્યાથી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થશે. 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

ફીમાં વધારો કરવા નિર્ણય

વિગતો મુજબ, ભરતી પ્રક્રિયામાં વારંવાર થતી ગેરરીતિ અટકાવવા માટે તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા કોમ્પ્યુટર આધારિત લેવામાં આવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ પરીક્ષાની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયથી સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને હવે ફોર્મ ભરવા માટે વધુ ફી ચૂકવવી પડશે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. બીજી બાજુ પરીક્ષા ફીમાં પણ મંડળે ફેરફાર કર્યો છેફોર્મ ભરનારા ઉમેદવારોએ 111 રૂપિયાના સ્થાને હવે 500 રૂપિયા ચૂકવવા પડશે. અનામત વર્ગમાંથી આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફિ પરત આપશે. આવતીકાલે ફિ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે. 

OJASની વેબસાઇટ પર ઓનલાઈન અરજી તારીખ 2 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 16 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. સંશોધન મદદનીશ વર્ગ-3 માટે કુલ 99 જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *