Monday, 23 December, 2024

Shabri Ne Gher Ram Padharya Lyrics in Gujarati

924 Views
Share :

શબરી ને ઘેર રામ પધાર્યા, શું કરું મે’માની રે

સાત ભુવનના નાથ પધાર્યા, ઝૂંપડી મારી નાની રે

શબરી ને ઘેર રામ પધાર્યા

એક ખૂણામાં
એક ખૂણામાં ધૂળનો ઢગલો, બીજે ખૂણે વાની રે

પાનના તો પડિયા વાળ્યા, પ્રેમના ભર્યા પાણી રે
પાનના તો પડિયા વાળ્યા, પ્રેમના ભર્યા પાણી રે
શબરી ને ઘેર રામ પધાર્યા, શું કરું મે’માની રે
શબરી ને ઘેર રામ પધાર્યા

નાહી ધોઇને
નાહી ધોઇ બાજોઠ બેસાડ્યા, તિલક કીધાં તાણી રે

પગ ધોઇ ચરણામૃત લીધા, ચરણમાં લપસાણી રે
પગ ધોઇ ચરણામૃત લીધા, ચરણમાં લપસાણી રે
શબરી ને ઘેર રામ પધાર્યા, શું કરું મે’માની રે
શબરી ને ઘેર રામ પધાર્યા

ત્યાં તો ઓલા
ત્યાં તો ઓલા બોર સાંભરિયા, કરંડિયો લીધો તાણી રે

જુગના જીવન જમવા બેઠા, મનમાં બહુ હરખાણી રે
જુગના જીવન જમવા બેઠા, મનમાં બહુ હરખાણી રે
શબરી ને ઘેર રામ પધાર્યા, શું કરું મે’માની રે
શબરી ને ઘેર રામ પધાર્યા

મીઠા મેવાને
મીઠા મેવાને ભાવતા ભોજન, પ્રેમની પાનદાની રે

દાસી ઉપર દયા ન કીધી, ચરણ લીધા તાણી રે
દાસી ઉપર દયા ન કીધી, ચરણ લીધા તાણી રે
શબરી ને ઘેર રામ પધાર્યા, શું કરું મે’માની રે
સાત ભુવનના નાથ પધાર્યા, ઝૂંપડી મારી નાની રે
શબરી ને ઘેર રામ પધાર્યા, શું કરું મે’માની રે
સાત ભુવનના નાથ પધાર્ય, ઝૂંપડી મારી નાની રે
શબરી ને ઘેર રામ પધાર્યા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *