Sunday, 22 December, 2024

શિર સાટે નટવરને વરીએ

358 Views
Share :
શિર સાટે નટવરને વરીએ

શિર સાટે નટવરને વરીએ

358 Views

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછું તે પગલું નવ ભરીએ.

રે અંતરદૃષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું;
એ હરિ સારુ માથું ધોળ્યું.

રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ;
ત્યાં મુખ પાણી રાખી મરીએ.

રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;
તે શું જીવે ભૂંડું મુખ લઈને,

રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે યુદ્ધે નવ ચડીએ;
રે જો ચડીએ તો કટકા થઈ પડીએ.

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગ્યે પાછા નવ હઠીએ;
બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.

– બ્રહ્માનંદ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *