Monday, 23 December, 2024

Shiv Aarti – Pratham Sorathi Somnath – Gujarati Lyrics

187 Views
Share :
Shiv Aarti – Pratham Sorathi Somnath – Gujarati Lyrics

Shiv Aarti – Pratham Sorathi Somnath – Gujarati Lyrics

187 Views

પ્રથમે સોરઠી સોમનાથ, નિત્ય દર્શન દેજો, પ્રભુ નિત્ય (૨)
જોઈ-જોઈ મુનીવર પ્રસા, મમલેશ્વર લિજે… ૐ હર હર હર મહાદેવ

ત્રીજા શિવ કેદાર, ગંગોત્રી સજે – પ્રભુ ગંગોત્રી (૨)
ચોથા શિવ ઓમકાર, રેવા નટરાજે… ૐ હર હર હર મહાદેવ

પંચમ પૂરવેશ, વ્રજલાલ વનખંડી…પ્રભુ વ્રજલાલ(૨)
છઠ્ઠા શિવ નાગેશ્વર, ધ્યાન ધરે કંઠે… ૐ હર હર હર મહાદેવ

સપ્તમે દીન-દયાળ વિશ્વેશ્વર કાશી…પ્રભુ, વિશ્વેશ્વર (૨)
અષ્ઠમે શિવ મહાકાળ, ઉજ્જૈન ના વાસી…ૐ હર હર હર મહાદેવ

નવમા ભીમાશંકર, ભક્તિ અચળ આપો. પ્રભુ ભક્તિ (૨)
દશામા શિવ રામેશ્વર, શ્વેતબંધુ કહાવે… ૐ હર હર હર મહાદેવ

ઘુષ્મેશ્વર ત્રણું જ્ઞાન, એકાદશ જ્યોતિ, પ્રભુ એકાદશ (૨)
દ્વાદશ ત્રયંબકનાથ, ગુરુ મુખ લ્યો ગોતી.. ૐ હર હર હર મહાદેવ

આરતી અખંડ કલ્યાણ, જે ભાવે ગાશે… પ્રભુ (૨)
ભણે શિવાનંદ સ્વામી, સુખપતિ થાશે.
હર કૈલાસે જાશે…..
હર વૈકુંઠ જાશે…..
ૐ હર હર હર મહાદેવ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *