Pranthi Pyaro Thakar Maro Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Pranthi Pyaro Thakar Maro Lyrics in Gujarati
By Gujju26-05-2023
એ ભરવાડો ભોળુડા અમે ભરવાડો
એ ભરવાડો ભોળુડા અમે ભરવાડો
એ ગોવાળિયા ગાયુંના અમે ગોવાળિયા
હાથે લાકડી
માથે પાઘડી
રાત આંખડી
મુછો વાંકડી
મુછો વાંકડી
એ ભરવાડો ભોળુડા અમે ભરવાડો
એ ગોવાળિયા ગાયુંના અમે ગોવાળિયા
હે ગોમડું રે છોડીને અમે શેરમા રે આયા
નથી ભુલ્યા હજુ અમે ગોમડાની માયા
હો વેલા ઉઠી વગડે રોજ ગાયો ચારવા જાતા
ભેળા બેહી ભાઈબંધ જોડે ભાતલીયા ખાતા
ફરી ગોમડે જાશુ
ભેળા થાશુ
દૂધ ઘીને ભાઈ
રોટલા ખાશું
રોટલા ખાશું
એ ગોવાળિયા ગાયુંના અમે ગોવાળિયા
એ ભરવાડો ભોળુડા અમે ભરવાડો
હે સોનાના શોખીન મોંઘી કારમાં અમે ફરીયે
ખોટી રીતે કોઈ દી કોઈના બાપથી નો ડરીયે
હો વાલો લાગે અમને દેવ દ્વારિકા રે વાળો
માંગ્યા કરતા આપે વધુ દેવ એ દયાળો
અમને તો બસ
એકજ વાલો
પ્રાણથી પ્યારો
ઠાકર મારો
ઠાકર મારો
એ ભરવાડો ભોળુડા અમે ભરવાડો
એ ગોવાળિયા ગાયુંના અમે ગોવાળિયા
એ ભરવાડો ભોળુડા અમે ભરવાડો