Tuesday, 19 November, 2024

સોનાની નગરી દ્વારકા માં આવેલ છે અદભૂત દરિયાકાંઠો – શિવરાજપુર બીચ

543 Views
Share :
shivrajpur beach

સોનાની નગરી દ્વારકા માં આવેલ છે અદભૂત દરિયાકાંઠો – શિવરાજપુર બીચ

543 Views

ગુજરાત માં આવેલી છે સોના ની નગરી દ્વારકા.. ભગવાન શ્રી કૃષ્ણ ના જ્યાં ચરણ પડેલા છે એ ભૂમિ એટલે દ્વારકા.. શ્રી કૃષ્ણ ના જીવનના મહત્વના દિવસો પસાર થયા છે એ ભૂમિ દ્વારકા.. ને એ દ્વારકા માં આવેલું છે શિવરાજપુર.. ને શિવરાજપુર માં છે અદભૂત.. ને નયનરમ્ય બીચ. આં દરિયાકાંઠા ને જોતા જ મોઢા માં થી શબ્દો સારી પડે કે લોકો વિદેશ જઈને દરિયાકાંઠે જાય ને સેલ્ફી લે ને પછી પોતાના સ્વજનોને ગુજરાત માં મોકલે કે આ ફલાણા જગ્યાનો વિદેશી બીચ.. એના કરતાં અહી આવો દ્વારિકા માં  ને શ્રી કૃષ્ણ ના દર્શન કરો ને અહી દરિયાકાંઠે મજા કરો..

shivrajpur beach

બ્લૂ ફ્લેગ બીચ માં આં દરિયાકાંઠા નો થયો છે સમાવેશ

  • વર્ષ 2020 આં દરિયાકાંઠા માટે શુકનિયાળ નીવડ્યું છે કેમ કે વિશ્વના એવા આઠ બીચ માં આનો સમાવેશ કર્યો છે ને મળ્યું છે બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેશન…

બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેશન શું છે

  • આ સર્ટિફિકેશન માં 33 એવા નિયમો છે તે પાસ કરવા ના હોય છે.. એમાં આપણા આં શિવરાજપુર ના દરિયા એ તેને પાસ કરી લીધા છે. મુખ્ય જોઈએ તો અહીંની સુરક્ષા ને બીજુ પાણી ની ક્વોલિટી.. આવા બધા 33 નિયમો પાસ કર્યા છે આં દરિયાએ..

સુરક્ષા છે અદભૂત

  • આ દરિયાકાંઠે એન્ટ્રી ગેટ થી લઈને બીચ સુધી સંપૂર્ણ એરિયા નજર હેઠળ છે
  • સંપૂર્ણ તાલીમ પામેલ સુરક્ષા જવાન. અનુભવી ને ખાસ તો ત્યાંના લોકલ રહેણાક.. જેથી તેમને દિવસ રાત બધા ની માહિતી હોય છે ને તેમની 24 કલાક ની નોકરી હોય છે.

અહી અલગ અલગ છે પ્લાન્ટ

  • અહી આપ ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલાર પ્લાન્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ જોઈ શકો છો. ખાસ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ માં દરિયાકાંઠા ની શેવાળ ને ભેગી કરવા માં આવે છે તેને મશીન માં નાખી સૂકવી ને તેમાંથી ખાતર બનાવવામાં આવે છે ને એ જ ખાતર ને ત્યાં બનાવેલા સુંદર બગીચા માં ઉપયોગ કરવામાં આવે છે.

માનવસર્જિત ગંદકી ભૂલેચૂકે કરી શકાય નહી

  • આ  બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેશન માં માનવસર્જિત ગંદકી એટલે કે આપણી ગમે ત્યાં પ્લાસ્ટિક નાખવાની ટેવ.. તે ટેવ અહી ભૂલવી પડશે કારણ કે આ બીચ છે નો પ્લાસ્ટિક ઝોન. બીજુ ત્રણ કિલોમીટર એરિયા માં નો ટ્રાન્સપોર્ટ ઝોન પણ સામેલ છે

વિકલાંગ લોકો માટે અદભૂત સુવિધા

  • વિકલાંગ લોકોને  પોતાની ગાડી થી લઈ ને  બીચ સુધી જવા માટે એક સરસ પગદંડી સમાન રસ્તો બનાવેલો છે. જ્યાં થી વિકલાંગ લોકો છેક બીચ પર બનાવેલા બાથીંગ ઝોન સુધી જઈ શકે છે ને ન્હાવા ની મજા લઇ શકે છે.આં ગુજરાત નો પ્રથમ એવો દરિયો છે જ્યાં વિકલાંગ લોકો વિના મુસીબતે દરિયા ની નજીક જઈ શકે છે

શું સુવિધાઓ મળશે

  • અહી તમેં એકદમ મસ્ત રીતે મસ્તી કરતા કરતા સ્નાન કરી શકો છો.. પણ હા તેમના બનાવેલા બાથિંગ ઝોન ની અંદર જ. ત્યાં ના સ્વિમિંગ ખાસ કપડાં લઈ આપ નહાવાની મજા માણી શકો છો

અહીંનું પાણી છે કાચ ને પણ શરમાવે એવું

  • અહી કાઠે આવેલું પાણી એટલું તે ચોખ્ખું ને એકદમ ભૂરા કલર નું જોવા મળે છે કે એકવાર એને જોતાં કાચ પણ ગંદો લાગે. અહી બગલા ઓ તમને પત્થર પર બેઠા બેઠા તપસ્યા કરતા હોય એવું આપને જરૂર થી જોવા મળશે. અહીની મુલાકાત કર્યા પછી એવું લાગશે કે શાંતિ ની જે શોધ છે એ તો અહી જ છે. અહીંના દરિયા ની ખાસ વિશેષતા કહીએ તો આં દરિયો એકદમ શાંત છે તમે એની સાથે મનભરી ને વાતો કરી શકો છો.

તો અહી મુલાકાત લેવાનો પ્લાનિંગ ફટાફટ કરો ને કુદરત ની નજીક આવો.. ને હા ખાસ સવાર સાંજ આવતા જતા સૂરજ દાદા જોડે સેલ્ફી લેવાનું ભૂલતા નહિ..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *