Saturday, 27 July, 2024

શિયાળામાં રોજ મૂળા ખાવાના આ જબરદસ્ત ફાયદા

201 Views
Share :
shiyala ma roj mula khavana fayda

શિયાળામાં રોજ મૂળા ખાવાના આ જબરદસ્ત ફાયદા

201 Views

મૂળો એક પ્રકારે કંદમૂળ પ્રકારનું શાકભાજી છે, પરંતુ તેના સ્વાદના આધારે મોટા ભાગના લોકો તેને ખાવાનું પસંદ નથી કરતા. પરંતુ મૂળો એક સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છોડ છે. જેનો સલાડ, પરાઠા અને શાકભાજીના રૂપે સેવન કરવામાં આવે છે, મૂળામાં ક્લોરીન, ફોસ્ફરસ, સોડીયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય વિટામીન એ, બી, સી પણ તેમાં હોય છે. દેખાવમાં સાવ મામૂલી વનસ્પતિ લાગનારો આ મૂળો અનેક ઔષધીય જડીબુટ્ટીના ગુણ ધરાવે છે અને શરીરમાં અનેક રીતે ઉપયોગી છે.

મૂળો કંદમાં ગાજર જેવો દેખાય છે અને તેના પાંદડા રાઈના પાંદડા જેવા હોય છે અને ફૂલ સફેદ રંગના હોય છે, અને તેમાંથી શીંગો બેસે છે અને તેમાં બીજ આવે છે. ખાવામાં જેના મૂળ પ્રકારે મૂળા હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે સફેદ રંગના હોય છે. જોકે મૂળા લાલ અને સફેદ એમ બે પ્રજાતિમાં હોય છે. ઔષધી તરીકે મૂળાના મૂળ, પાંદડા, બીજ, ફળ અને તેની શીંગોનો ઉપયોગ કરવામાં આવે છે.

મુળાનું વિજ્ઞાનિક વાનસ્પતિક નામ Raphanus sativus છે અને તેનું અંગ્રેજી નામ Radish છે. જેને હિન્દીમાં મૂલી અથવા મુરઈ તરીકે ઓળખવામાં આવે છે. આ મૂળાના ફાયદા વિશે અહિયાં તમને જણાવીશું.

અહિયાં અમેં મૂળાના ક્ષાર શબ્દનો ઘણીવાર ઉલ્લેખ કર્યો છે. તો ક્ષાર કેવી રીતે બનાવવો તે પહેલા જણાવી દઈએ છીએ. મૂળાના ટુકડાને છાયડામાં સુકાવી લેવા. બરાબર સુકાઈ ગયા બાદ તેને બાળીને રાખ બનાવી લો. આ રાખમાં 8 ગણું પાણી મેળવીને 6 થી 7 કલાક સુધી સુધી રાખી મુકો અને વચ્ચે વચ્ચે ક્યારેક તે દ્રાવણને હલાવતા રહો. આ પછી તેને ઉપરનું પાણી નીતારી નાખો અને તેમાં નિચોવતાં જે દ્રવ્ય વધે તેને ધીમી આંચ પર પકાવી લો. પકવતા જે નીચે રાખ જેવો પદાર્થ વધે છે જેને ક્ષાર કહેવામાં આવે છે.

હેડકીની સમસ્યા: મૂળાના ફાયદામાં રાહત આપવા માટે મૂળો ખુબ જ ઉપયોગી છે. મુળાનું જ્યુસ બનાવીને અથવા સુકાયેલા મૂળાનો ઉકાળો બનાવીને 50 થી 100 મિલીની માત્રામાં 1-1 કલાક બાદ પીવાથી હેડકીની સમસ્યા દુર થાય છે. આમ કરવાથી હેડકી આવવાની વારંવારની સમસ્યા દુર થાય છે.

ધાધર, ખંજવાળ, ખસ: ઘણા લોકોને ચામડીની સમસ્યામાં ધાધર, ખસ, ખરજવું અને ખંજવાળ જેવા રોગોના ઈલાજ માટે પણ મૂળો ખુબ જ ઉપયોગી છે. આ ઈલાજ તરીકે મૂળાના બીજને લીબુના રસમાં વાટીને ધાધર, ખસ અને ખરજવા પર લગાડવાથી તે રોગ મટે છે. મૂળો ફૂગનાશક ગુણ ધરાવે છે અને તેમાં સલ્ફરનું પ્રમાણ હોય છે જેથી ચામડી પરની ધાધર મટાડે છે,

સોજા મટાડે: મૂળો ખાવાથી અનેક ફાયદા થાય છે. જેમાં સોજા મટાડવા માટે પણ મૂળો ઉપયોગી છે. આ ઈલાજ માટે તમને મુંઢ ઘા કે ઈજાથી અથવા વાના રોગથી સોજો આવી ગયો હોય તો તે સોજા પર 5 ગ્રામ તલના તેલમાં મૂળાના 1 થી 2 ગ્રામ બીજને સેવન કરો. આમ દિવસમાં બે ત્રણ વખત સેવન કરવાથી સોજા મટે છે.

આંખોના રોગ માટે: આંખોની ઘણા પ્રકારની બીમારીઓ મૂળાનો ઉપયોગ કરવાથી તે બીમારીઓ મટી જાય છે. મૂળાનો રસ કાજળની જેમ આંખોમાં આંજવાથી આંખમાં તમામ પ્રકારના રોગ મટી જાય છે. મૂળો એન્ટી ઓક્સીડેન્ટ છે જે બેકટેરિયાથી થતા રોગ તેમજ ફુગથી થતા રોગનો નાશ કરે છે. જો આંખોની રોશની કમજોર થઈ હોય તો આમળા, સંતરા, પાલકની સાથે મુળાનું સેવન કરવાથી આંખોનું તેજ વધે છે. દરરોજ મૂળાનું સેવન કરવામાં આવે તો આંખોના રોગ થતા નથી.

કાનના રોગ માટે: મૂળો અને તલના તેલને કાનમાં 2-2 ટીપા કાનમાં નાખવાથી દુખાવો મટે છે. ૩ ગ્રામ મૂળાનો ક્ષાર અને 20 ગ્રામ મધ ભેળવીને તેમાં કપાસના રૂની વાટો પલાળીને કાનમાં રાખવાથી કાનમાંથી રસી નીકળવાની બંધ થઈ જશે. મૂળાનો રસ થોડો ગરમ કરીને તેમાં મધ, તેલ અને સિંધવ મીઠું ભેળવીને કાનમાં નાખવાથી કાનનો દુખાવો મટે છે. મૂળાના કંદના રસ અથવા તેના પાંદડા રસને  પકાવીને કાનમાં 1 થી 2 ટીપા નાખવાથી કાનનો દુખાવો મટે છે.

ગળાના રોગ: મૂળાના 5 થી 10 ગ્રામ બીજને વાટીને તેને ગરમ પાણી સાથે 3 થી 4 વખત સેવન કરવાથી કંઠના રોગો ઠીક થાય છે. જેનાથી ગળું સાફ થઇ જાય છે. મૂળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જેથી ગળાના રોગો કફ, શરદી અને ઉધરસ પણ મટે છે. જેમાં વિટામીન સી હોય છે જે ખુબ જ શક્તિ વધારે છે. જે કીટાણુંનો નાશ કરે છે. મૂળાની તીખાશ એક પ્રાકૃતિક મસાલો છે જે બીમારીને રોકવા માટે શ્રેષ્ઠ છે. જે ગળામાં વધારે કફનો નાશ કરે છે.

શ્વાસ સંબંધી રોગ: છાયડે સૂકવેલા નાના મૂળાની રાખ 1 ગ્રામની માત્રામાં સેવન કરવાથી શ્વાસ સંબંધી બીમારી ઠીક થાય છે. આ સાથે ખાંડ અને હળવા ગરમ હલવાનું સેવન કરવાથી તે વધારે ગુણકારી બને છે. 5 મિલી મૂળાના રસમાં બરાબર માત્રામાં મધ અને સિંધવ મીઠું  ભેળવીને તેનું સેવન કરવાથી શ્વસન નળી સંબંધિત પરેશાનીથી આરામ મળે છે. 500 મિલી મૂળાનો ક્ષાર અને તેમાં 1 ચમચી મધ ભેળવીને દિવસમાં ૩ થી 4 વાર ચાટવાથી શ્વાસના રોગો મટે છે.

મુળાનું બનેલું જ્યુસ અથવા સુકાયેલ મૂળાનો ઉકાળો 50 થી 100 મિલીની માત્રામાં સેવન કરવાથી શ્વાસની બીમારી મટે છે. સૂકાયેલ મૂળાના બનેલા જ્યુસનું સેવન કરવાથી શ્વાસના રોગમાં લાભ મળે છે.

ખાંસી: વા ની ખામીને કારણે થનારી ખાંસીને ઠીક કરવા માટે મૂળાની શાકભાજીનું સેવન કરવું જોઈએ. છાયડે સૂકવેલા મૂળાને બાળીને રાખ બનાવી અને તેનું 1 ગ્રામની માત્રામાં સેવન ખરવાથી ખાંસીની બીમારી થીક થાય છે. આ રાખ સાથે ખાંડ અને ગરમ હલવો ખાવાથી તે વધારે અસરદાર લાભ આપે છે. કાચા મુળાનું જ્યુસ બનાવીને 10 થી 30 મિલી માત્રામાં સેવન કરવાથી શરદી અને ઉધરસ મટે છે.

પાચનતંત્ર સમસ્યા: પાચનતંત્રને મજબુત બનાવવા માટે ખાધા પછી મૂળાનો પ્રયોગ ખુબ જ ફાયદાકારક છે. ભોજન પહેલા મૂળો ખાવાથી તે પાચનમાં વધારે સમય લગાડે છે. પરંતુ ભોજન પછી ખાવાથી તે ભોજન પચાવવામાં મદદ કરે છે. મૂળો શરીરને સાફ કરે તેમજ શુદ્ધ પણ કરે છે. જેમાં વિટામીન સી, ફોલિક અને એંથાસાયનીન હોય છે. જેથી તે હ્રદય સંબંધી બીમારીઓના ખતરાને ઓછો કરે છે.

કેન્સર: મૂળો એક શરીરને રીફ્રેશ અને રોગ મુક્ત રાખવાનો ગુણ ધરાવે છે, જેમાં વિટામીન સી, ફોલિક અને એન્થોસાયનીનથી સમૃદ્ધ છે. એટલા માટે ઘણાબધા પ્રકારના કેન્સરના ઇલાજમાં ખુબ જ ઉપયોગી થાય છે જેમાં કોલન કેન્સર, કીડની કેન્સર, આંતરડાનું કેન્સર, પેટનું કેન્સર અને મૌખિક કેન્સરના ઈલાજમાં ખુબ જ લાભકારી છે.

મૂત્રાશયમાં મળી આવતું આઈસોથિયોસાઈનેટનું કેન્સરની કોશિકાઓના આનુંવાંશિક કોશિકાઓના રસ્તા પર ખુબ જ મોટી અસર કરે છે અને તેની સંખ્યામાં ઘટાડો કરે છે.

ખીલ: ચહેરા પર ખુબ જ પ્રમાણમાં ખીલ થયા હોય તો મૂળો ખુબ જ ફાયદાકારક છે. મૂળામાં ભરપુર માત્રામાં વિટામીન સી, ઝિંક, બી કોમ્પ્લેક્સ અને ફોસ્ફરસ હોય છે. તે ખીલ અને ચહેરા તેમજ  શરીરમાં મસ થયા હોય ત્યાં લગાડવાથી મટે છે. મૂળાના ટુકડા કરીને કાપીને ખીલ પર લગાડીને  તે સુકાઈને બરડ બને ત્યાં સુધી રહેવા દીધા બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોવાથી ધીરે ધીરે ખીલ અને તેના ડાઘ તેમજ મસ મટે છે.

પેટનો દુખાવો: મૂળાના 25 મિલી રસમાં જરૂરિયાત મુજબ મીઠું નાખીને તેમાં 3 થી 4 કાળા તીખાનું ચૂર્ણ નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે. મૂળાની શાકભાજીનું સેવન કરવાથી પેટ માટે પણ તે શ્રેષ્ઠ છે. 60 મિલી મૂળાના રસનું સવારે સેવન કરવાથી પેટનો ફૂલી જવાનો રોગ જળોદર મટે છે. મૂળાનું સેવન કરવાથી ગેસ મટે છે.

ઝાડા: ઝાડા થવાની સમસ્યામાં મૂળાનો ઔષધીય તરીકે ફાયદો મળે છે. કોમળ મૂળાથી બનાવેલો 10 થી 20 મિલી ઉકાળામાં 1 થી 2 ગ્રામ પીંપરનું ચૂર્ણ ભેળવીને ખાવાથી ઝાડા વારંવાર મળ જવાની સમસ્યા અને કાબુ બહાર મળ ત્યાગ થઈ જવાની સમસ્યા દુર થઇ જાય છે. મૂળો તીખો ગરમ સ્વભાવ ધરાવે છે પરંતુ તે રોગ પ્રતિકારક શક્તિ અને શરીરને શુદ્ધ કરે છે જેથી જીવાણુંને મારે છે જેના કારણે એકવાર કચરો નીકળી જવાથી ઝાડા બંધ થઇ જાય છે.

આ સિવાય પણ કોમળ મૂળાને સાકરના ભૂકા સાથે ભેળવીને ખાવાથી  એસીડીટીમાં રાહત મળે છે. મૂળાના પાંદડાના 10 થી 20 મિલી રસમાં સાકરનો ભૂકો ભેળવીને સેવન કરવાથી એસીડીટી મટે છે. મૂળાના પાંદડા ઉકાળીને દુધની જેમ ઉભરાય જાય પછી ગાળીને પીવાથી કમળો મટે છે. મૂળાના પાંદડાનો રસ પીવાથી પથરી ઓગળીને બહાર નીકળી જાય છે, રોકાઈને આવતું પેશાબ બંધ થાય છે, કમળો મટે છે.

પાંદડા સહીત આખા મૂળાનો રસ કાઢીને પીવાથી એનીમિયા અને લોહીની ખામી મટે અને હિમોગ્લોબીન વધે છે. મૂળાનું નિયમિત સેવન સેવન કરવાથી હરસમસા મટે છે. કેન્સરની બીમારીમાં રાહત થાય, કબજિયાત દુર કરે, ડાયાબીટીસ મટાડે, ચામડીના રોગમાં રાહત થાય, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, વજન ઘટે છે, અસ્થમામા રાહત થાય છે.

મુળાનું જ્યુસ તાવ મટાડે, બ્લડપ્રેસર કાબુમાં રાખે, મૂળાનો રસ કાઢીને પીવાથી લકવો મટે છે, મૂળાની ઉપરના છાલ કાઢીને તેના પાંદડાનો રસ બંનેનો 6 ગ્રામ રસ ઘી સાથે સેવન કરવાથી લોહી નીકળતા હરસ મસા મટે છે. મૂળાના બીજનું તેલ કાઢીને લિંગ પર માલીશ કરવાથી તે કડક બને છે, મૂળાનો પેસ્ટ માથા પર લગાવવાથી વાળ સ્વસ્થ, મજબુત અને ઘેરાવદાર ઉગે છે.

મૂળાના બીજ ચૂર્ણ પીવાથી માસિકને લીધે આવતી સમસ્યા મટે છે, મૂળાના બીજને બહેડાના પાંદડા સાથે વાટીને અંગ પર લગાવવાથી કોઢ જેવા ચામડીના રોગ મટે છે. મૂળાના બીજને વાટીને ખાવાથી યકૃત અને બરોળની બીમારી મટે છે. મૂળાના બીજના સેવનથી  કિડનીની તમામ સમસ્યા દુર થાય છે. મૂળાના બીજનું સેવન કરવાથી વજન ઘટે છે.

આમ, મૂળો એક શાકભાજી હોવાની સાથે ઉત્તમ ઔષધી પણ છે. જેના ખાવામાં અને રોગના ઉપચાર તરીકે ઉપરોક્ત અને બતાવ્યા પ્રમાણે ઈલાજ કરવાથી તમામ રોગો મટી જાય છે અને શરીરને તંદુરસ્ત રાખે છે. આશા રાખીએ કે આ તમામ રોગો માટે મૂળાના ઉપયોગની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે અને તમારી સમસ્યાનું નિરાકરણ થશે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *