Shyam Sanehi Gher Avya Lyrics in Gujarati
By-Gujju30-05-2023
179 Views
Shyam Sanehi Gher Avya Lyrics in Gujarati
By Gujju30-05-2023
179 Views
શ્યામ સ્નેહી ઘેર આવ્યા, ઘનશ્યામ આવ્યા,
હેતે હરિ ઘેર આવ્યા રે, શ્યામ સનેહી ઘેર આવ્યા ઘનશ્યામ
શ્યામ સ્નેહી ઘેર આવ્યા…
સામૈયું લઈને શ્યામ સુંદરને, મોંઘે મોતીડે વધાવ્યા
શ્યામ સનેહી ઘેર આવ્યા…
દૂધડે ચરણ પખાળ્યા પ્રભુના, પાટ ઉપર પધરાવ્યા
શ્યામ સ્નેહી ઘેર આવ્યા…
બંગલા ઉપર બાંધી હિંડોળો, હરિવરને હીંચકાવ્યા
શ્યામ સ્નેહી ઘેર આવ્યા…
પ્રેમાનંદનો નાથ મનોહર, મહારાજ મારે મન ભાવ્યા
શ્યામ સ્નેહી ઘેર આવ્યા…