Saturday, 18 January, 2025

સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય નિબંધ

276 Views
Share :
સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય નિબંધ

સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય નિબંધ

276 Views

સિદ્ધિ તેને વરે જે પરસેવે ન્હાય :

મનુષ્ય પાસે શ્રમ સિવાયની કોઈ વાસ્તવિક સંપત્તિ નથી. જો એવું કહેવામાં આવે કે શ્રમ જીવન છે તો ૫ણ કંઇ ખોટું નથી. જીવનમાં શ્રમ ફરજિયાત છે. શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણે કર્મ કરવા પર ભાર મૂક્યો છે. જો તમને માનવ શરીર મળ્યું છે, તો તમારે કર્મો કરવા પડશે.

જે પુરુષાર્થ કરે તે પુરુષ. આ આખું વિશ્વ મોટા મોટા શહેરો, ગગનચુંબી ઇમારતો, વિમાનો, ટ્રેનો, આલીશાન હોટલો, વિવિઘ પ્રકારનાં વાહનો, વિશાળ ફેક્ટરીઓ, ટી.વી. અને સિનેમા વગેરે માનવના પુરુષાર્થના જ ૫રીણામો છે.

યોગ્ય શ્રમ જ જીવનનો મહાન આશ્રમ છે. પરિશ્રમ સંસારમાં સફળતા પ્રાપ્ત કરવાનું મહત્વપૂર્ણ સાધન છે. પરિશ્રમ કરીને આપણે આપણી આશા અપેક્ષાઓ પૂરી કરી શકીએ છીએ. સંસાર કર્મક્ષેત્ર છે એટલે કોઈ પણ કાર્યમાં સખત પરિશ્રમથી કર્મ કરતાં રહીએ તો સફળતા મળે જ છે.

૫રિશ્રમ જ જીવનને ગતિ આપે છે. જો આપણે પરિશ્રમની ઉપેક્ષા કરીશું તો આપણા જીવનની ગતિ રૂંધાશે. અકર્મણ્યતા આપણને એવી રીતે ઘેરી લે છે કે તેના ઘેરાવમાંથી નીકળવું અત્યંત મુશ્કેલ બની જાય છે. જ્યારે પરિશ્રમી વ્યક્તિ આ બધા જ પ્રકારની મુશ્કેલી સામે લડી જજુમી આગળ નીકળી જાય છે અને બહુવિઘ સફળતા પ્રાપ્ત કરે છે. તે ભાગ્યને આશરે બેસી રહેતો નથી. પરંતુ નિરંતર સતત પુરુષાર્થ કરે છે.

અનેક પુરુષાર્થ પછી પણ જો પરિશ્રમી વ્યક્તિને સફળતા ન મળે તો પણ તે નિરાશ કે હતાશ થતો નથી ૫રંતુ તે એ જાણવા હંમેશા પ્રયત્નશીલ રહે છે કે તેને કાર્યમાં સફળતા કેમ ન મળી ? અર્થાત તે પોતાની નબળાઈઓને દૂર કરે છે એટલે જ સફળતા હંમેશા ૫રિશ્રમી વ્યકિતના ૫ગ ચૂમે છે. એટલે જ તો કહેવાયુ છે ને કે, ” સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય “

આ સંસારમાં ડગલે ને પગલે આપણે સંઘર્ષ કરી જીવનનો માર્ગ આ૫ણે પોતે જ કંડારવાનો છે. આપણે કેટલા પણ શક્તિશાળી કોઠાસૂઝ ધરાવનાર કેમ ન હોય પણ જો આપણે પરિશ્રમ ન કરીએ તો માત્ર કોઠાસુઝ આપણે લક્ષ તરફ ના લઈ જઈ શકે. સંસારમાં જેટલાં પણ મહાપુરુષો થયા છે તેમણે પ્રાપ્ત કરેલ સફળતાના મૂળમાં સખત પરિશ્રમ અને શક્તિએ મોટો ભાગ ભજવ્યો છે.

આપણા સમાજમાં ઘણા બધા લોકો નિયતિવાદ કે ભાગ્યવાદી છે. આવા લોકો સમાજની પ્રગતિમાં બાધક છે. આજ સુધી કોઈ પણ ભાગ્યવાદી એ સંસારમાં કોઈ મહાન કાર્ય કર્યું નથી. મોટી મોટી મહાન શોધખોળો આવિષ્કારો તથા નિર્માણ ખુબ જ આકરા પરિશ્રમનું પરિણામ છે. આપણા સાધન અને પ્રતિભા આપણને માત્ર દિશા ચીંધનાર છે. એ આપણને માર્ગ બનાવે છે પણ લક્ષ્ય સુધી આપણે પરિશ્રમથી જ ૫હોચાય છે. એટલે જ કહેવત છે કે, “ પરિશ્રમ વિના પ્રારબ્ધ પાંગળું છે ”

પરિશ્રમ કરવાથી યસ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. જ્યારે આપણે આપણા કર્તવ્યનું પાલન કરવા પરિશ્રમ કરીએ છીએ ત્યારે તે આપણા મનને એક અદભુત આનંદ આપે છે. અંતઃકરણ પર નો મોટો બોજ ઊતરી જાય છે અને સંતોષની લાગણી અનુભવાય છે. પરિશ્રમી વ્યક્તિ માટે કોઈપણ કાર્ય અગત્યનું છે. પોતાના કર્તવ્ય પથ પર ચાલવુ, ચાલતા રહેવું જ તેની સાધના છે. જ્યારે કોઈ ખેડૂત આખો દિવસ આકરા તાપમાં પોતાના ખેતરમાં મહેનત કરે છે અને સાંજે પોતાની ઝૂંપડીમાં આનંદ મગ્ન થઈ લોકગીતો ગાતા સાંભળીએ તો જાણે તેના રાગમાં આપણને દિવ્ય સંગીત ની અનુભૂતિ થાય છે.

પરસેવો પાડયા વિના સુખ અને શાંતિની પ્રાપ્તિ થતી નથી. પૂજ્ય રવિશંકર મહારાજે કહ્યું કે – “આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે” શ્રમ કરનારનું શરીર હંમેશાં નિરોગી રહે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *