સીંગદાણા ની ચીકી બનાવવાની Recipes
By-Gujju13-12-2023
સીંગદાણા ની ચીકી બનાવવાની Recipes
By Gujju13-12-2023
નમસ્તે મિત્રો આજે આપણે સીંગદાણા ની ચીકી બનાવવાની રીત – singdana ni chikki banavani rit શીખીશું, શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને હેલ્થી ને ટેસ્ટી વાનગીઓ અને વાસણા ખાઈ ને તંદુરસ્ત થવા ના દિવસો આવી ગયા છે. આજ આપણે સીંગદાણા ની ચીકી બનાવતા શીખીશું જે એક દમ હેલ્થી અને ટેસ્ટી લાગે છે અને સાથે લાંબો સમય સુંધી રાખી ને ખાઈ પણ શકો છો તો ચાલો જાણીએ singdana chikki recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
સીંગદાણા ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી
- શેકેલ સીંગદાણા 250 ગ્રામ / 1 કપ
- છીણેલો ગોળ 250 ગ્રામ / ½ કપ
- બેકિંગ સોડા 1-2 ચપટી
સીંગદાણા ની ચીકી બનાવવાની રીત
સીંગદાણા ની ચીકી બનાવવા સૌપ્રથમ ગેસ પર સીંગદાણા ને ધીમા તાપે શેકી લ્યો. શેકેલ સીંગદાણા ને ઠંડા કરી લીધા બાદ એના ફોતરા ઘસી ને અલગ કરી નાખો અને ગોળ ને ચાકુ થી છીણી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં છીણેલો ગોળ નાખી એમાં એક બે ચમચી પાણી નાખી ને ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળી જાય એટલે મિડીયમ તાપે હલાવતા રહો. ગોળ શેકાઈ ને ફૂલવા લાગે એટલે એક બે ટીપાં નાખી ચેક કરો જો એ ટીપાં ને તોડતા તૂટી જાય એટલે ગેસ બંધ કરી એમાં બેકિંગ સોડા અને શેકેલ સીંગદાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે તેલ લગાવેલ પ્લેટ ફોર્મ પર કે પાટલા વેલણ પર તેલ લગાવી ને મિશ્રણ લગાવી ને પાણી વાળા હાથે વણી લ્યો આમ તૈયાર મિશ્રણ ને થોડી થોડી કરી ને વણી લ્યો ને અડધા કલાક માટે ઠંડી થવા દયો ત્યાર બાદ કટકા કરી મજા લ્યો સીંગદાણા ની ચીકી.