Tuesday, 12 November, 2024

Sita tell Ram about her dream

137 Views
Share :
Sita tell Ram about her dream

Sita tell Ram about her dream

137 Views

सीता श्रीराम को अपने स्वप्न के बारे में बताती है
 
सकल सनेह सिथिल रघुबर कें । गए कोस दुइ दिनकर ढरकें ॥
जलु थलु देखि बसे निसि बीतें । कीन्ह गवन रघुनाथ पिरीतें ॥१॥
 
उहाँ रामु रजनी अवसेषा । जागे सीयँ सपन अस देखा ॥
सहित समाज भरत जनु आए । नाथ बियोग ताप तन ताए ॥२॥
 
सकल मलिन मन दीन दुखारी । देखीं सासु आन अनुहारी ॥
सुनि सिय सपन भरे जल लोचन । भए सोचबस सोच बिमोचन ॥३॥
 
लखन सपन यह नीक न होई । कठिन कुचाह सुनाइहि कोई ॥
अस कहि बंधु समेत नहाने । पूजि पुरारि साधु सनमाने ॥४॥
 
(छंद)
सनमानि सुर मुनि बंदि बैठे उत्तर दिसि देखत भए ।
नभ धूरि खग मृग भूरि भागे बिकल प्रभु आश्रम गए ॥
तुलसी उठे अवलोकि कारनु काह चित सचकित रहे ।
सब समाचार किरात कोलन्हि आइ तेहि अवसर कहे ॥
 
(दोहा)  
सुनत सुमंगल बैन मन प्रमोद तन पुलक भर ।
सरद सरोरुह नैन तुलसी भरे सनेह जल ॥ २२६ ॥
 
સીતા શ્રીરામને પોતાના સ્વપ્નની વાત કરે છે
 
(દોહરો)
રઘુવરપ્રેમ શિથિલ બધા બે જ કોશ ચાલ્યા,
જળસ્થળ દેખીને રહ્યા રાતે પથ ન્યારા.
*
જોયું સીતાએ સ્વપ્નને ત્યારે, આવ્યા ભરત સૌ સાથ અત્યારે;
પ્રભુવિરહનો તનમાં છે તાપ, સૌ છે દીન, દુઃખી ને ઉદાસ.
 
અન્ય સ્વરૂપે સાસુને જોઇ, હતી શાંત-પ્રસન્ન ન કોઇ;
સુણી ઉભરાયા રામનાં લોચન, બન્યા શોકિત શોકવિમોચન.
 
બોલ્યા લક્ષ્મણ સ્વપ્ન ના સારું, લાગે કઠિન સમાચારવાળું;
કર્યું લક્ષ્મણ સાથે પછી સ્નાન, પૂજી શિવ કર્યું સાધુ સન્માન.
 
(છંદ)
મુનિદેવને વંદી વિરાજ્યા રામ ઉત્તરમુખ કરી,
નભમાં છવાઇ ધૂળ ત્યારે વિહંગો વ્યાકુળ બની
પ્રભુના નિવાસ તરફ જતાં, આશ્ચર્ય એ નીરખી થયું,
કોળીકિરાતે ભરતનું આગમન તે સમયે કહ્યું
 
(દોહરો)
મન પ્રમોદ તન પુલકિત સુણી સુમંગલ વેણ;
સ્નેહજલે ભીનાં  થયાં શરદકમળશાં નેન.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *