Tuesday, 12 November, 2024

સોરઠ નો સિંહ વીર રામવાળો

371 Views
Share :
સોરઠ નો સિંહ વીર રામવાળો

સોરઠ નો સિંહ વીર રામવાળો

371 Views

આભ ને જમીના કડા ભેળાં કરે, ખડગ થી ખલકમાં ખેલ ખેલે
શંભુ ગણ સરીખા સમર બંધ સમરમાં પડક વણ અવન પડ આપ ઠેલે
ભોમ જો લડથડે ટકાવે ભુજ બળે સમજણા પરાયા છિદ્ર ઢાંકે
પખા બેઉ ઉજળા હોય જો પરાક્રમી પટાળા નવ હથ્થા જોધ પાકે …..

વીર રામ વાળો (વાવડી)

જેની હિન્દુસ્તાન માં અંગ્રેજી સત્તા જડબેસલાક થઇ ગેલ સૌરાષ્ટ્ર માં બસો રજવાડા એમાં વડોદરામાં ગાયકવાડી રાજ અંગ્રેજી રાજ નું મિત્ર અને વળી તાબેદાર એનો અમરેલી પ્રાંત કાઠીયાવાડ માં ધારી માલ્તાબે આપા દાના ના ચલાલા પાસે વાવડી નામનું સાવ નાનું ગામ એમાં ધાનાણી વાળા કાઠીઓ ની પાટીઓ નો ગરાસ.

અગાવ ગાયકવાડી સુબા વિઠોબા એ અંગ્રેજી સત્તા ના સહકાર થી કાઠીયાવાડ ના કાઠીઓના ગરાસ સામ,દામ, દંડ, અને ભેદ થી આંચકી નાના મૂળ ગરાસીયા બનાવી દીધેલ,કાઠી ઓ માં અફીણ ,આળસ અને કસુંબો ભરડો લીધેલ બીજી કોર વેપારી વ્યાજ ખોર ના ચોપડે કાઠી ઓ ના ગરાસકા મંડાય ગયા, અને ગાયકવાડી ના જોહ હુક્મીથી ભલભલા ચમર બંધીના ભૂકા નીકળી ગયા ગાયકવાડી ગામના મુખી તેદી રણી ધણી એની સામા ચુ કે ચા ના બોલાય એની સામે થાય તો એની ખેર નૈ,

વાવડી ગામ નો પટેલ ડોહો કુંભાર એને રાજ સત્તા ની આઠેય મેગો મેખ બરોબર લાગી ગેલી, ગામ ના ગરાસીયા અને ખેડૂતો અભણ ડોહા કુંભાર ની લાગવગ ઠેક અમરેલી થી વડોદરા સુધીની અમલદારો ને ઉભે ગળે ખવડાવી લાંચિયા કરી દીધેલ કેટલાય ખેડૂતો અને ગરાસીયાઓ ની જમીનો ડોહો કુંભાર પડાવી,અરે એને એના સગાય ને મુક્યા નોતા ગરીબો પાસે કામ કરાવી મજુરી આપે નૈ.

અને પરદેશ માં જે મજુરી કરવા જાય એની પાસેથી આ ડોહો કુંભાર કર ઉઘરાવે રાંક ની રાવ ફરિયાદ કોઈ સંભાળે નૈ હો,વાવડી નો આપો ગઢેરો કાળા વાળો આ એના ઉપર ડોહા કુંભાર ની કરડી નજર થઇ એટલે કાવાદાવા કરી, એનો ગરાસ સરકારી જપ્તી માં લેવડાવ્યો ,અને દાબ દીધો કે આપા એક વીઘો જમીન જો હું તમને ખાવા દુ તો હું ડોહો કુંભાર નૈ,આપા કાળા વાળા ના દીકરા રામવાળો બાર ચૌદ વરસ ની ઉમર નજીકનું ગામ ધારગણી છે ય બે ત્રણ છોકરા હાયરે ભણવા જાય અને એની હાયરે ડોહા કુંભાર નો દીકરો સવજી ઈ રામવાળા નો પાસો ભેરુ.

રામ વાળા ને ભણવામાં દિલ ચોટે નૈ,પણ બાપા સાચ નો કટકો એનો સ્વભાવજ એવો અન્યાય સહન કરી શકે નૈ એને તોળ તીખળ તો ગમે નૈ ,ઓછુ બોલે અને પારકા કજિયા ઉછીના લ્યે, એક વખત ધારગણી દરબારો ના તેવ તેવા દીકરાવો હાયરે વળછળ થઇ કે આમાં મોટું કોણ રામ વાળો કે હું કઈ નો સમજુ આવો શેલ નદી ના પટ માં આપણે ધીન્ગાનું કરી અને જે જીતે તે મોટું,સામે પક્ષે ત્રણ છોકરા ડાંગો લઇ ને ઉતર્યા એની સામે રામ વાળો હડીખમ ઉભો અને કહ્યું હાલ્યા આવો.

સવજી અને હથીયા નામના નીશાળીએ બે પક્ષ ને પાઘડીયું ઉતારી કહ્યું કે નકામા તમારા મરહ ફૂટશે આતો અંદરો અંદર લડાઈ કેવાય માંડ સમાધાન કરાયું એક ડી માસ્તરે કોઈ નિશાળિયા ને વધુ પડતી શિક્ષા કરી રામ વાળા થી જોવાણું નૈ માસ્તર ને સ્લેટ મારીને ઘરે આવતો ર્યો,અને પછી નિશાળ માં તેને પગ મુક્યો નૈ ને માંડ ગુજરાતી ત્રણ ધોરણ ભણ્યા,ઘરે આપા કાળા એ ઠપકો દીધો કે દીકરા રામ ડોહો કુંભાર આપણો ઓલા ભવ નો વેરી જાગ્યો છે,આપણા ગામ ગરાસ માથે જપ્તી છે,તું ભણ્યો નૈ આપણે નભાવ કેમ કરશું,રામ વાળે જવાબ દીધો નૈ,

આપા રામ વાળા ને બે બેનું મોટા બેન માંક બાઈ બબરીયાવાડ માં કાતર ગ,અને નાના બેન લાખું બાઈ એને સોખડા ગામે પરણાવેલા, રામ વાળા ના માં નું નામ આય રાઠોડ બાઈ પણ બાપા ઈતો જોગમાયા નો અવતાર દેખાય હો,અસલી જુગ ની કાઠીયાણી એમાં ખમીર અને પોતાને આકરા વ્રત,અને એક વ્રત તો એવું કે સુરજનારાયણ ના દર્શન કરી અન્ન લેતા,એમાં એક વખત એકવીશ દિવસ ની વરસાદ ની એલી મંડાળી સુરજ્નારાયણ દેખાણા નૈ માં રાઠોડ આય ને એકવીશ અપ્પાસ પડ્યા,આવી જનેતા ના ઉદાર માં અગ્નિ ના ગોળા જેવો રામ વાળો પાકેલ હો,આય રાઠોડ બાઈ સંસારી જેર ના ઘુંટડા જીરવીર્ય છે, અને આપા કાળા નો દેહ ઉપાધી માં છુટી ગયો,

જમીન સરકારી જપ્તી માં હવે આય ને પેટ ગુજારવાની મુજવણ થઇ ગઈ હો,ડોહા કુંભાર નો જુલમ દિવસે દિવસે વધવા માંડ્યો,આય આછું પાતળું દુધાણું રાખી નભાવતા હો,રાત પડીજાય તોય રામ વાળો ઘરે આવે નૈ વાળું રાંધી આય દીકરાની વાટ જોવે અને પરોણો લઇ ગોતવા જાય અને અંધારામાં સાદ કરે માંડી રામ,રામ હવે ઘેરે હાલ્ય આપણે વાળું કરી રામ વાળો જામી લે કઈ બોલે કે ચાલે,

હવે તો રામ વાળો ઠીક ઠીક જુવાન થયા,પણ કૈક મનસુબા એના મનમાં ઘડાય છે દીકરાને પૂછે બેટા રામ બાપા તું કેતો ખરો મનમાં તે હું ધાર્યું છે હું કાઠી ની દીકરી ઉઠી કોની દાડી-દપાડી કરું,બોલતા બોલતા આય રાઠોડ બાઈ ના આંખ માં થી દાડ દાડ આસુંડા પડીજાય,અને આય કાળા ઓઢણા ના છેડાથી આંસુ લુઈ નાખે,રામ વાળો સાંભળી લ્યે,

આયે થાકી,અને વાઘણીયા ગામે પોતાના ભાઈ રામ સ્વામી એટલે એને સંદેશો મોકલ્યો કે ભાઈ એક આટો રામ ને સમજાવવા વાવડી આવી જાવ,તમારા ભાણેજ ના ઉધામા ઉકેલતા નથી કૈક ના કટકા થઇ જાહે રામ સ્વામી પૂર્વ આશ્રમ ના રામ ધાધલ આય રાઠોડ બાઈ ના ભાઈ હો,પણ વૈરાગ ઉત્પન થવાથી સન્યાસી થઇ ગેલ,પણ બેન ના દુખે પોતે આવ્યા વાવડી આવેલ,રામ સ્વામી ભાણેજ હાયરે ખેતર માં જાય ને આખો દિવસ હાથો હાથ મામો ભાણેજ કામ કરે,અને રાત્રે રામ સ્વામી રામ વાળા ને રામાયણ ને ગીતા ભણાવે, ભાઈ બેન ને એમ થાય છે કે રામ નું મન સ્થિર થતું જાય છે, પણ રામ વાળા ને રામાયણ ગીતા માંથી મારવા મારવાના સાદ સંભળાય છે,

શેલ કાંઠા ના ખંભાળિયા ગામમાં સંત નથુ રામ ની જગ્યા, ત્યાના એક સાધવી રાધા બાઈ વાવડી આવેલા અને બાળકો માં ઈ જાણે,ડોહો કુંભાર એને ઘરે બોલાવી અને ધમકાવી રહ્યો છે,એય રાંડ,ડાકણ આખા ગામ ના છોકરાઓ ને દોરા ધાગા કરી સાજા કર સો અને મારું છોકરું ભરાઈ ને માંદુ પડ્યું, કેમ ના આવી તું, ” ડોહા ભાઈ મને ભેખ ને આવા વહમાં વેણ શીદ ને બોલો છો મારે માથે આભ તૂટે છે હો”તો પછી કેમ નોતી મરી.

બાપા મારું મન વધ્યું,નોતું આવરદા ની દોરી હું થોડી સાંધી દઉં,ડોહો કે ડાકણ તુંજ મારા દીકરાને ભરખી ગઈ,એમ કઈ ઓશરી ની પાળ્યે બે થામ્ભલીયું વચ્ચે ભગવા વસ્ત્ર વાળી ગરીબડી સાધવી ના દેહ ને માથે હાથમાં પરોણો લઇ અને ડોહો કુંભાર દડીંગ-દડીંગ માંડ્યો મારવા,મીણ જેવા દેહ ની રાધા બાઈ થી માર સહન થયો નૈ ,ઢગલો થઇ પડ્યા.

અને ડોહા કુંભાર ઉપર નજર નાખી બોલી કે ” ડોહા કુંભારઆ બે થાંભલી વચ્ચે તારું કમોત ના થાય તો હું નથુ રામ નું છોરું નૈ હો ” અરે જાને સતી ની દીકરી ” અને બનવા જોગ એવું બન્યું કે ડોહા કુંભાર ના ઘરે રામ વાળો આવ્યા રામ વાળા ને કહ્યું કે ” કેમ આવ્યા આપા રામ ” ડોહા કાકા અમારું ખોરડું સરકારે જપ્તી માં લીધું છે અમારે ખાવું હું?

” એ લુટ ફાટ કરો લુટ ફાટ તમારા બાપ દાદા નો જુનો ધંધો છે ” છતા સરકાર અનાજ ખાવા નૈ દે તો લુટ ફાટ કરવી જોહે ” હા કરો કંકુ ના જટ કરો સરકારી જેલ ના સળિયા તમારા હાટુજ તૈયાર છે,રામ વાળો ઘરે આવીને વિચારે છે, મેં મારા બાપ ની જમીન મેં એમાં લોઈ પાણી એક કરી અનાજ પેદા કર્યું,ને ખાવા જેવું કઈ ડોહા કુંભારે રહેવા દીધું નૈ,હું ગરાસીયા નો દીકરો કોની પાસે ભીખ માંગું, અને પાછી માંરી રંડવાય્ળ માં હું ખાવારવું આ દુખ ના ગાળા માં વાવડી નો ધણી થઈ બેઠેલ ડોહો કુંભાર છે.

હવે આવી જોહ્ગ્મીસત્તા થી પિલવા કરતા તો ચોળે ધાડે તલવાર થી ધબેડી ને ખાવાનો જુનો સમો હું ખોટો છે, ડોહા કુંભાર ને આખી ગાયકવાડી ખટકી એનું માથું ફરી ગયું ખેળ ભાંગી નાખી રામ વાળો રજળવા માંડ્યા,રામ સ્વામી સમજી ગયા કે ભાણેજને રામાયણ માંથી શિવાજી નો સિધ્ધાંત લેવો લાગે છે હો.

આય રાઠોડ બાઈ ઓરડાની ગાયર કરવા હાટુ ગોરમટુ લેવા ગયા ડોહા કુંભાર ને ખબર પડી ય જી માંડ્યો ત્રડુંકવા ” ખબરદાર જો યાથી ધૂળ ખોદશો તો આબરૂ નૈ રયે” સરકારી હદ છે ભરેલો હુંડો પાછો ઠલવી નંખાવ્યો હો,આય એ વાત રામ ને કરી નૈ,પણ બીજા કોઈ કહ્યું કે આપા રામ ડોહા કુંભારે આય ને આકરા વેણ કહ્યા, રામ વાળો કે આનું શું કરવું બાપ દાદા ની ધરતી ઉપર ધૂળ લેવાનો પણ આપણે હક નૈ,એ દાજ માં ને દાજ માં સરધાર ના એક કુંભારને માર્યો,એનો કેસ હાલ્યો,રામ વાળા ને ધારી ની ત્રણ મહિનાની જેલ પડી.

રામ વાળા ના મિત્ર સવજી એ પિતા ના ત્રાસ થી કંટાળી અફીણ પીધું,ડોહા કુંભાર ઉતારવા દીધું નૈ એવો એતો દયા વિનાનો હતો,ધારી ના પલટન માં ગાયકવાડી માં અમરાપર ના ગોલણ વાળો નોકરી કરે જયારે ધારી ની રામ વાળાની જેલ માં ગોલણ વાળા નો પહેરો આવે ,ઈ પોતાનો ઈરાદો જણાવે કે ગોલણ ભાઈ મારે ગાયકવાડી જુલમ દારો હામે બહારવટે નીકળવું છે.

તો કે રામ ભાઈ હું પણ તમારી હાયરે,ત્રણ મહીને રામ વાળો જેલ માંથી છુટ્યા,ગોલણ વાળાએ નોકરી માંથી રાજી નામું દીધું,રામ વાળો વાવડી ગયા ને ગોલણ વાળો અમરાપર આવ્યા,ગોલણ વાળો જુનાગઢ ગયા ગીરનાર ના ઉપર કોટ માં દેરાસર પાસે નોકરી માં ર્ય.

પહેરેદાર તરીકે,વાવડી થી રામ ભાઈ ને તેડાવી લીધા અને બેય માંડ્યા બહારવટા ની સંકલ્શ કરવા,ત્યાં વાવડી થી આય રાઠોડ બાઈ નો સંદેશો આવ્યો આપા રામ થોડાક દી નું હું મેમાન છુ છેલુકી વાર મને મળી જા, આય ના સમાચાર મળતા રામ ભાઈ ને ગોલણ ભાઈ વાવડી આવ્યા બેય માસ્યાય ભાઈ,બબરીયાવાડ માંથી બેય બેનું ચાકરી કરવા વાવડી આવી ગયા માનો દેહ નબળો છે ટકશે નૈ આવું સૌએ એવું માન્યું,આય રાઠોડ બાઈ રામ રામ કરતા દેહ છોડ્યો, રામ વાળા એ માતા ના દેહ ને પગે લાગી અંતિમ સંસ્કાર કર્યો,આય રાઠોડ બાઈ ના કારજ ના ટાણે કાગળ એટલે મેલા લખાણા.

પણ ગોલણ ભાઈ ડોહા કુંભાર ના ત્રાસ થી વાલ ની વાળી પણ રહી નથી કારજ શેનું કરશું,ગોલણ વાળો કે કોક ને મારીએ,રામ ભાઈ કે મારવો તો મીર મારવો ગરીબ ના હાંડલા ફોડવા નૈ, ચલાલા ની સીમમાં ધોળિયો કુવો બેય જણા સાંજ ટાણે ઉભા ર્ય, એમાં ગીર તાતણીયા નો મોટો વેપારી મકનજી ઠક્કર ગીર ના માલધારી ને ફોલીન ખાનારો.

ઘી નું ગાડું આખુય ભરીને અમરેલી વેચવા જાય એને આત્ર્યો રામ વાળે તલવાર તાણીને કીધું કે શેઠ જીવતું જવું હોય તો એક ડબ્બો ઘી નો અને દોઢસો રૂપિયા રોકડા કાઢી દ્યો,અમારે આય નું કારજ કરવું છે,શેઠ ની પાંચ મણ ની કાયા માં પર્શેવો મડ્યો નીતરવા, ”નીકળેજ,ઈ ટાણું એવું છે” એક ડબ્બો અને દોઢશો રૂપિયા રોકડા કાઢતા વાર ના લાગી, મકનજી શેઠે વિવેક કર્યો કે ભલે બાપા,આય નું કારજ સુખે થી પતાવો.

શેઠે માન્યું કે આપણે ખાટ્યા, કારણ કે બીજો ઘણો માલ હતો ગાડા માં,અતાણ ના ડાકુ લૂગડાં અને પગર્ખાએ ઠપકારી લ્યે,આય માનું કારજ કરી સગાઓ સવ સવ ને ઘરે ગયા, રામ વાળા ના બેય બેનું રોકાણા છે ,ને રામ વાળા એ ઘર વખરી ના બેય સરખા ભાગ કર્યાં, ચાકડા,ચંદરવા,માંડ્યું ,ચંદ્યું ,મળિયા,ઓશિકા,નાની મોટી જે જલ્હ્યો હતી પણ રામ વાળા એ એવું ધ્યાન પડ્યું કે એક ભાગ માં તાવીતો ને એક ભાગ માં કળશી અને પછી ચીપીયો ખેચી સરખે ભાગે વેચી બેય ઢગલા વચ્ચે રામ વાળો બેઠા,અને બેનને કીધું કે બેય બેનું એક એક ઢગલા ની ગાંસડીઓ બાંધી લ્યો,ત્યાંથી રામ વાળો બેય બેનું ને સાસરીયા માં મેલી આવ્યા, બાબરિયાવાડ માં હેતુ મિત્ર બધાને રામ રામ કરી પાછા આવ્યા,અને બાકી ની જગ્યા લાખાપાદર ના બુટનાથ મહાદેવ ની જગ્યા માં અર્પણ કરી અને આનંદ માં આવી ઉદગાર કાઢવા માંડ્યા કે આ સંસાર માં આપણું કાઈ નથી,

ધારગણી ગામે બાપુ દેહા વાળા નું કારજ ઈ વખત ના માથે મોટા ફળિયા માં લીમડા હેઠે કળાજુળ કાઠી ડાયરો જામ્યો છે,રામ વાળો ને ગોલણ વાળો પણ આ કારજ માં આવ્યા છે, બેય ના અંગે અમ્બાય મગીય રંગ ના લુઘડા છે ને જીણી જીણી ડાઢીયું વધારી છે, એમાં દીપડીયા ગામ નો હડીખમ આપો સાવજ ધાખડો, એને જાણતા છતા મહર કર્યો ” બા ભર્યું એલા કાતરીયું વાળા કમણ ” આપા સાવજ ઈ તો વાવડી રામ ભાઈ ને અમરાપર ગોલણ ભાઈ છે, ” ભણ્યું સુરવીર લાગતા” રામ વાળો કે આપા સાવજ ભૂલી ગયા વાવડી તો ઘણી વાર આવો છો, ” ઘડપણ છે ને બા ” હય્શે બા,કાતરીયું માંથી કોક દીક કાયત્રા થાશે, કય્ત્રા કય્ત્રી નો મરમ હતો તેદી કે રણ માં પછી પાની નો કરાય, ઉઘાડા પગે હલાય નૈ એક માણસ તેની તૈનાત માં હોય,ઘરે આવ્યા ગયા રોટલા માં માથપ થાય નૈ,એવા એવા ટેક તેદી કય્ત્રા વાળા ઓ ને પાળવી પડતી.

ધારગણી માં કારજ ના ટાણે કુબડા ગામના ગોદડ વાળો,નાગ વાળો,ડીટલા ના વિસામણ વાળો આવ્યા,રામ વાળા એ તેઓને વાવડી તેડાવ્યા અને રામ વાળા ના ઘર માં બહારવટે નીકળવાના સૌગંધ લેવાણા, માળાઓ ઉપાડયું, કે બહારવટા માં આટલી આટલી ટેકુ પડવી.

સ્ત્રી, બ્રામણ અને ગરીબ ઉપર હાથ નાખવો નૈ, પાપી ને અધર્મીઓ ને મારવા,વ્યાજ ખોરો ને જુલ્મીઓ ને લૂટવા,ને વ્યાજ ખોર ને વેપારીઓ ના ચોપડા બાળવા,બહારવટે નીકળવાનો સમય નક્કી થયો,રામ ભાઈ, ગોલણ ભાઈ ડીટલા વિસામણ ભાઈ ને તેડવા ગયા પણ એના થી ગેંગે ફેફે થઇ ગ્ગ્યું.

રામ વાળો કે એનું કામ નૈ યા થી કુબડે આવ્યા નક્કી કર્યું કે પ્રથમ સુરજ દેવળ જાવું,પણ ખર્ચી નું કેમ કરવું, તો કે વિસાવદર તાબે રાવણી ગામ ધબેડીયે,બરોબર ફાગણ સુદ પૂનમ ની રાત રાવણી ગામે હોળી પ્રગટાણી છે લોકો નું ટોળું કુંડાળું કરી ઉભું છે,અને ચારેય જણા મોઢે બોકાનીયું બાંધી,માણસો ને ધક્કા મારી હોહરવા જઈ.

હોળી ની જાળ માં લાકડિયું ફટકારી અગ્નિ ખોળી નાખ્યો ને ઘૂઘરી નો ઘડો કાઢી ધુધરી લઇ ચાખી,હોળી ના શકન લઇ રવાના થઇ માણસો કે જુવાનો ભ્યારે લોઠકા,સાવ જોતા રહ્યા ને દુવા ફટકારવા માંડ્યા, ” એજ રાતે રાવણી ના એક વેપારી ને લૂટ્યો ” વાતું ગામે ગામ ફેલાણી કે વાવડી નો રામ વાળો બહારવટે નીકળ્યો, વાવડી નો ડોહો કુંભાર સંતાતો ફરે છે,ડોહા કુંભાર ને કાન માં માડ્યા ભણકારા વાગવા કે રામ વાળો મને મારશે,આઠમે દિવસે સાવર કુંડલા થી રેલ માં બેઠા, પાંચાળ માં થાન આવ્યા ને સુરજ દાદાને અરજ કરી.

સામ સામા ભડ સાંભરે,ભાંગે કેતારા ભરમ
કે ત્રણ વેળા કશ્યપ તણા,બાપ સુરજ રાખજે શરમ

સુરજ દેવળ સોનગઢ ના ભગત ડાયરા ને બોલાવ્યા, આઠ દિવસ રોકાણા કાવા કસુંબા કાઢી ઢગ્શાલું દીધીયું, સાધુ ,બામણ ને બોલાવી અને થાનની ચોરાસી કરી.
પછી બહારવટે ય હિંગળાજ પર્શવા હાલ્યા,તેદી બધી કોમ હિંગળાજ ની જાત્રાએ જતા રામ વાળો ને સૌ ડાયરો સિંધ માં કરાચી ઉતર્યા,તેદી કચ્છ ને સિંધ માં મુંબઈ સરકાર નો અમલ,આ કરાચી માં અમ્બાય લુંઘડા વાળા ઓ ને જોય શંકા થઇ અને પોલીસ એ આ લોકો ને પકડ્યા,એનું કારણ ધારીના ફોજદાર કર્ણ હાજા અને લખમણ નામના ડાકુએ ખૂન કરેલ,એવો તાર ઠેક કરાચી સુધી છુટેલ,કરાચી ની પોલીસ ને વેમ આવ્યો કે આ કર્ણ હાજા ની ટોળી છે,ચારેય ને રૂપિયા સાતસો હોતા જાલ્યા, રામ વાળો કે અમે અમરેલી તાબે રામ વાળો ને ગોલણ વાળો છીએ વાવડી ના કાઠી ઓ છીએ ને હિંગળાજ ની જાત્રાએ નીકળ્યા છીએ,વાવડી ના એક વેપારી નું સરનામું દીધું,જાવ કરો પુછાણ,પોલીસે જામીન માંગ્યા,ઓળખાણ માંગી, પણ પરદેશ ક્યાંથી જામીન ને ઓળખાણ કાઢવી મુન્જાણા હો,એમાં રામ વાળા ને પોતાનો સંબધી કાઠી દાનો કાળીયો કરી યાદ આવ્યો,ગોય્તો પણ મર્દ દાનો કાળીયો જામીન થયો રંગ છે દાના કાળિયા ને,નહીતર પરદેશ માં તો રામ રામ માં થી પણ જાય, દાનો કાળીયો સૌને બધાને ઘરે લઇ આવ્યો, જમાડ્યા રાત રોક્યા, યા થી સવારે બધાય ભગવા વસ્ત્ર પહેર્યા,ને હિંગળાજ પર્શવા હેમ ખેમ પોચી ગયા…

હિંગળાજ થી પાછા ફરતા ગોલણ વાળા એ કહ્યું કે હવે પરબારા કાઠીયાવાડ માં ઉતરીએ,ના ભાઈ દાનો કાળીયો કરાચી માં આપણો જામીન થયો છે એને છુટો કરવો પડે નહીતર બિચારો હાવ નવાણ નો કુટાઈ જશે, વળી સૌ કરાચી આવ્યા.

દાના કાળિયા ને પેટ દીધું કે દાના કાળિયા અમે બહારવટે યા છીએ,તો દાનો કે ઊપડી જાવ મારું થનારૂં થશે,રંગ દાન ભાઈ એવું નથી કરવું તમને જામીન ગતા માંથી મોકળા કરીએ,કરાચી ના પોલીસ થાણે સૌ રજુ થયા,કઠીયાવાડ ના કાઈ સમાચાર હતા નૈ એટલે પોલીસે રજા આપી,અને રૂપિયા મોડા થી લઇ જવા કહ્યું,દાના કાળિયા ના ઘેરે સૌ આવ્યા, રામ વાળો કે રૂપિયા ઘોળ્યા કરો આપણો પડછાયો દાના માથેથી જાશે.

પગ પાળા રેલ ની સડકે ઉપડ્યા,કરાચી ના પાંચ મેં સ્ટેશન થી ડબ્બા માં બેઠા,એમ થયું કે જોખમ ગયું, ત્યાં વાવડી ગામ નો ડોહા કુંભાર નો તાર કરાચી પોલીસ ઉપર આવ્યો કે રામ ને ગોલણ,નાગ ને ગોદડ, રાવણી ભાંગવાના તોમતદાર છે એને પકડી લ્યો,બીજો તાર એજન્સી નો છુટ્યો કે અમારી પોલીસ તોમતદાર ને લેવા આવે છે તેને સોપી દેજો,કરાચી ની પોલીસે ચારેય ને પકડ્યા કરાચી લાવ્યા,અમરેલી ની પોલીસ ને સોપ્યા છેલ્લે પોલીસ ચારેય ને લઇ ગાડી ના ડબ્બા માં બેસી ગયા.

એમ થતા થતા કુકાવાવ સ્ટેશન આવ્યું કઠીયાવાડ નું ટ્રૈન ધીમી પડી પોલીસ જોલે ગેલ એમાં એક પોલીસ વાળા ની બંદુક ઉપાડી રામ વાળો ચિત્રો કુદે એમ કુદ્યો ,એની વહે ગોલણ વાળો ,નાગ વાળો માર્યા ઠેકડા ને ગોદડ વાળો રહી ગયા એને એકલાને પોલીસ બગસરા લઇ ગઈ કાઠીયાવાડ માં દસેય દીસયે તાર છુટ્યા કે વાવડી નો રામ વાળો બહારવટે નીકળ્યો છે,ડોહો કુંભાર ચેતી ગયા કે નક્કી રામ વાળો વાવડી માથે ત્રાટકશે.

તાપ જીરવાતો નથી એટલે ડેલી ના મજબુત ઘુઘળ ઘડાવવા એક બાવળ નો બત્તો લઇ વાવડી ની બજાર ડોહો હાલ્યો જાય,કોઈ એ પૂછ્યું આ બળ બળતા બપોરે કેમ ના ઉપડ્યા ઓલો કેશરિયો રામ વાળો ઉતર્યો છે એના વિવાહ મંડાળા છે માણેક સ્તંભ ઘડાવવો છે,ડોહા ભાઈ માણેક સ્તંભ તો ખીજ્ડાનો હોય આતો બાવળ.

”એ જોલીયા ને બાવળ નો હોય બાવળ નો” મજબુત બાવળ ના ઘુઘળ ઘડાવી ડેલી ના કમાડ માં ગોઠવી દીધા,વાવડી માં સાંજ નું ટાણું, વાવડી ની ઉભી બજારે ઉઘાડી તલવાર વાળા ત્રણ જણા દેખાણા, ડોહા કુંભાર નો દીકરો માધવ ખોજા ની દુકાને ભાગ લ્યે છે.

વિકરાળ આદમીને જોતા ઓય ”બાપા કેતો ભાગ્યો”ભાગ નું પડીકું હાથ માંથી પડી ગયું,હળી કાઢી ડેલી માંલીકોર ગયો રામ વાળો માધા ને આંબી ગયા,એને મારવો નતો એટલે સરકા મડ્યા કરવા,ગોકીરો થયો એટલે ડોહો કુંભાર ઓસરીની કોરે આવ્યો,અને પોતાના કાળ રામ વાળા ને જોયો ,અન ભાગ્યો પણ રામ વાળા એ એના ચોર્ણા નો નેફો પકડી,બેય થાંભલી વચ્ચે પછાડી અને તલવાર થી યાજ એને ફીસાવી નાખ્યો,વય્ત્રી નાખ્યો હો,જે ઠેકાણે સાધવી ને ડોહા કુંભારે પરોણા માર્યા એજ ઠેકાણે ડોહા કુંભારને પણ રામ વાળા એ વેતરી નાખ્યો.

વેરી ના લોઈ ના પાટોડા માંથી પોતાના કપાળે તિલક કરી,સુરજ ની જઈ બોલાવી આપો ગોલણ,અને આપા નાગ ની હાયરે નીકળી ગયા દેવું બાઈ ફુઈ ના હાથનું દૂધ નું બોઘરું બધાય પીધું, નારાયણ કરી ,અને ઝાન્જરીયા ની સીમમાં આવ્યા, બગસરા ગોદડ વાળો જેલ તોડી ને હાયરે ભળી ગયા ,યા થી જેતલવડ બાપુ બાવા વાળા ના જમીન ધડે આવ્યા.

યા થી કનડે ડુંગર આવ્યા યા આઠ દી રોકાણા સાસાઈ ની ગીર માં ઉતર્યા યા ટોળી બાંધી ગોલણ વાળો ,નાગ વાળો ,ગોદળ વાળો,હરસુર તગમડીયો,વાલેરો મકવાણો, રામ ભીસરિયો, મોવાલિકા પઠાણ એનો મોવડી બન્યો રામ વાળો અને મરજીવાનું જૂથ બંધાનું,સાસાઈ થી બીલખા આવ્યા દરબાર કાથળ વાળા ણો આશરો લીધો હિંગલાજ નો ભગવો ભેખ ઉતાર્યો બીલખા ની ચોરાસી કરી અને બાપ તેદી મર્દાય ના માંડવે મીઢોળ બંધાણા મર્દ ના માંડવે રામ વાળો તોરણ થાગવા હાલ્યા અને તેદી રમ વાળા ની અવસ્તા બરોબર પચ્ચીસ વર્ષ ની હતી,

” નાગેર મીતુ માંડયું,અને ગોદડ ભાંગે ગામ
ગોલણ ગઢ ભેળવે ,એ રાખે વેરો રામ ”

” એ એવા પરીયું રે વર્વાના પરિયાણ આદર્યા,
આદર્યા છે કઈ ગરવા સમજી છાય રે રામેવભા રાજા,
વહમાં બહારવટે હાલ્યા ખેલવા”

”ઓ ભીસરીયો રામેવ ભણા,અન મરદ વાલેરો મકવાણ,
એમાં તગમડીયો હરશુર તવા,અને માવલ ખાન પઠાણ,

‘અમરાપુર થીન કંકોત્રી આવ્યું, ઓ આવી છે કાઈબીલખા ની મોજાળ રે,
રામેવ ભા રાજા વહમા બહારવટા હાલ્યા ખેલવા.

અષાઢ મહિનાની અજવાળી અગ્યારશ ના દિવસે રામ વાળા ની ફોજ ગોવિંદ પુર ત્રાટકી પાદર આવી સવને હાયર બંધ ઉભા રાખ્યા અને માંડ્યા ગણવા,અલ્યા ભાઈ આપણે ” નવ ” અને ” દશ ” કેમ થાય છે,બીજી વાર ગણ્યું તોય દશ થયા,રામ વાળા એ કીધું કે દશ મો સુરજ આપણી ભેળે છે,એમ માની હનુમાન ના થાનકે શ્રીફળ વધેર્યું.

ધોળા ફૂલ જેવો ટોપરા નો ગોટો નીકળ્યો શકન હારા ગણ્યા ગામમાં આવ્યા સુરજ નારાયણ નો નેજો રામ વાળા ના હાથ માં ફળાકા દ્યે, પણ ભેરુ બંધો ને એને આગન્યા કરી કોઈ ની બેન દીકરીયું ને અંગે હજારું દાગીના હોય કોઈ મન બગાડતા નૈ પન્ય ની બેન દીકરીયું લેખ્જો મર્યાદા મુકશે એને રામ ગોળીએ દેશે હો, અવ પુરુષ ની વાતું રે એ ખીશળ ખાયા ની રે નૈ હો,
રામ વાળો કે અન્યાય કરશો તો સુરજ આપણી સહાય નૈ કરે ને આપણે ગાયકવાડી ને હંફાવી નૈ હગીયે, ગોવિંદ પુર માં એક શ્રી મંત વાણીય નું ઘર એને લુંટ્યું નૈ કારણ,કે એની દીકરી ની તેદી બરોબર સુવાવડ થઇ તી,બીજી જગ્યાએ ઘણી લુંટફાટ કરી અને સુરજ ની જી બોલાવી ગામ બાર બહારવટે નીકળ્યા ગયા.

એજ રાતે ખોડપરું ભાંગ્યું,કાઠીયાવાડ માં લશ્કરી મથક ધારી ના દરવાજે જહાં ચીઠી રામે ચોળી કે અમુક અમુક મેં વાવડી રામે ભાંગ્યા છે નિર્દોષ ને ટીપતા નૈ અને ગરાસીયા ઉપર નવા કર ને નવા કાયદા કાઢ્યા છે તે કાઢી નાખજો રાજ બદલો થાવો તો કઠણ છે પણ ધારી ને હું ધોળે દિવસે ધમરોળી નાખય.

લી. રામ વાળો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *