Monday, 9 December, 2024

ભૂનમન વજ્રાસન

389 Views
Share :
ભૂનમન વજ્રાસન

ભૂનમન વજ્રાસન

389 Views

ભૂનમન વજ્રાસન : પેટની આજુબાજુ જમાં થયેલી વધારાની ચરબી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. પેટની ચરબી ઘટાડવી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું છે. ભૂનમન વજ્રાસન પેટની ચરબી ઘટાડવા માટેનું એક ઉત્તમ આસન છે.

મૂળ સ્થિતિ : વજ્રાસનની સ્થિતિમાં બેસો.

પદ્ધતિ :

  • સૌ પ્રથમ વજ્રાસનની સ્થિતિમાં બેસો.
  • બન્ને હાથની મુથ્ઠી બંધ કરી, નાભિની આજુબાજુમાં દ્રઢતાથી પેટ સાથે જોડીલી રાખો.
  • કમરમાંથી સીધા થઈ ઊંડા શ્વાસ લઈ શ્વાસ છોડતાં છોડતાં આગળ તરફ નમો.
  • કપાડ જમીનને અડે ત્યાં સુધી આગળ તરફ નમી જાઓ.
  • બન્ને હાથ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આગળની તરફ રાખવા.
  • આ સ્થિતિમાં પગના સાથળ અને છાતીનો ભાગ એકબીજાને અડીલો રહેશે.
  • ખભા ઢીલા છોડી શ્વાસોચ્છવાસ ઊંડાણપૂર્વક લો.
  • યથાશક્તિ આ સ્થિતિમાં રહો.
  • હવે, ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પાછા આવો.

  • ધ્યાનમાં રાખવાની બાબતો :

    • શ્વસનક્રિયા સામાન્ય રાખવી.
    • ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવા.
    • પેટમાં કોઈ ઓપરેશન કે અન્ય પેટની તકલીફવાળા વ્યક્તિઓએ આ આસન ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવું.
  • શ્વસનક્રિયા સામાન્ય રાખવી.
  • ધીમે ધીમે ઊંડા શ્વાસ લેવા.
  • પેટમાં કોઈ ઓપરેશન કે અન્ય પેટની તકલીફવાળા વ્યક્તિઓએ આ આસન ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવું.
  • ફાયદા :

    • આ આસનથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
    • કબજિયાત મટે છે.
    • પેટમાં વધુ પડતી ચરબી હોય તો તે દૂર થાય છે.
    • મૂત્રપિંડ મજબૂત બને છે.
    • લોહિનું પરિભ્રમણ ઝડપી બને છે.
    • પેટના આંતરિક અવયવોને પુનઃજીવન પ્રાપ્ત થાય છે.
    • અપચો કે ગૅસ જેવી સમસ્યા દૂર થાય છે.
    • પેટના સ્નાયુઓ મજબૂત બને છે.
    • આ આસનથી વજ્રાસનના લાભ પણ મળે છે.
    • આ આસન કરવાથી કરોડને કસરત મળે છે.

  • Share :

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *