Sunday, 22 December, 2024

સ્ટેચ્યૂ ઓફ યુનિટી

211 Views
Share :
સ્ટેચ્યૂ ઓફ યુનિટી

સ્ટેચ્યૂ ઓફ યુનિટી

211 Views

31 ઓક્ટોબર 2018 ના રોજ દુનિયાનું સૌથી મોટું પૂતળું ગુજરાતનાં નર્મદા ડેમ ના પટાંગણ માં ડેમ થી નીચાણ વાળા વિસ્તાર માં ડેમ થી 3.2 કિમી દૂર સાધુ બેટ પર આ વિશ્વની સૌથી ઊચી પ્રતિમા બનાવવામાં આવેલ છે. આ પહેલા 138 મી જન્મ જયંતિ ના રોજ ગુજરાતનાં તત્કાલિન મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ તથા ભાજપ ના અગ્રણી એવ લાલક્રુષ્ણ અડવાણી દ્વારા આ પરોજેક્ટ નું ખત મુહરત કરવામાં
આવ્યું હતું આ પ્રતિમા બનાવનાર રામસુતાર અને તેનો પુત્ર અનિલસૂતાર છે. જેઓએ વિશ્વની સૌથી ઉચી પ્રતિમા બનાવવાનો યશ તેને ફાળે જાય છે. તેમની ઉમર 93 વર્ષ ની છે. રામ સુતારે ગુજરાત સિવાય ભારતભરમાં આવી અનેક મુર્તિ બનાવી છે.

સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ ની તૈયારી કર્વમાં આવી હતી. આ પ્રોજેકટ માટે લોખંડ ક્યાથી મેળવવું તેના માટે ભારત ના તમામ ખેડૂત પાસેથી ખેતી ના ઓજારો દાન સ્વરૂપે લેવામાં આવ્યા હતા. જે પ્રોજેકટ માં અંદાજે 500000 થી વધુ ગામડાના ખેડૂત પાસેથી દાનની અપેક્ષા રાખવામા આવી હતી તેથી તેનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટિ રાખવામા આવ્યું. ભારત ના 6 લાખથી વધુ ગામમાં લોખંડ એકત્ર કરવામાં આવ્યું, આ જુંબેશ 3 મહિના ચલાવવામાં આવ્યો. આવી રીતે ભારત ના ગામડામાંથી 5000 મેટ્રિક ટન થી વધુ લોખંડ એકત્ર કરવામાં આવ્યું. અને 31 ઓક્ટોબર 2014 ના રોજ કામ સારું કરવામાં આવ્યું.

ગુજરાત જીવાદોરી સમાન નર્મદા નદી પરના ડેમ નું કેએચટી મુહરત 5 મી એપ્રિલ 1961 આ રોજ ભારત ના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કર્યું હતું. આ સ્વપ્ન તો સરદાર વલ્લભભાઈ પટેલનું હતું. જેથી તેની યાદમાં અહિયાં આ 182 મીટરનું સ્ટેચ્યું ઓફ યુનિટી બનાવવામાં આવ્યું. આવા આપના લોખંડી પુરુષ સરદાર ના યાદ માં 2989 કરોડ ના ખર્ચે 182 મિટર ની આ પ્રતિમા બનાવવામાં આવી છે.

આમ ભારત ને આજાદી માં મહત્વ નો ફાળો આપનાર આપણાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ ના જીવનમાં પોતે કરેલા અખંડ ભારત ના સ્વપ્નને સાકર કરવાં માં સરદાર પટેલ ની મહત્વ ની ભૂમિકા છે. તેમ આ સ્ટેચ્યું દ્વારા ભારત માં પૂતળા ની મજબૂતાય જેટલી ભારત ના લોકોમાં મજબૂતાય આવે તેમજ ભારત ના ઇતિહાસ અને તેની જન્મ ભૂમિ માટે તેમણે આપેલા જીવનનો ભોગ તેમજ તેમની દેશભક્તિ લોકો સદીયો સુધી યાદ કરે તેવા હેતુથી બનાવેલ છે.

વલ્લભભાઇ જવેરભાઈ પટેલ નો જન્મ તેમના મામા ના ઘરે નડિયાદ માં થયો હતો. તેમના પિતા જવેરભાઈ ખેતી કામ કરતાં, માતા લાડબાઇ ઘરકામ તથા ખેતીકામ કરતાં, વલ્લભભાઇ તેમના ચોથા દીકરા હતા. સોમાભાઇ, નરશિભાઇ, વિઠ્ઠલભાઈ અને સૌથી નાના કાશીભાઇ હતા. તેમને એક નાના બહેન હતા તેમનું નામ ડાહીબા હતું. આમ પિતા જવેરભાઈ તથા માતા લાડબાઇ ના ચોથા સંતાન
ની જન્મ તારીખ પોતે પરિક્ષાના પેપરમાં નોંધાવલી હતી. ત્યારથી તેમની જન્મ તારીખ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫ છે . તેમનો જન્મ નડિયાદ માં મામાને ઘરે જન્મ થયો હતો.

વલ્લભભાઇ નું ગામ ખેડા જિલ્લાનું કરમસદ ગામ છે. સમય જતાં તેમના પિતાએ બાજુના ગામમાં રહેતા જવેરબા સાથે ૧૮ વર્ષ ની ઉમરે લગ્ન કરી દીધા. આમ લગ્ન પછી પોતાનું ભણતર પૂરું કરવા તે આગળ નડિયાદ, પેટલાદ, બોરસદ માં અભ્યાસ કર્યો ને ૨૨ વર્ષ ની ઉમરે તે મેટ્રિક પાસ થયા. આગળ તે વકીલાત નું ભણી પૈસા બચાવી તે ઇગ્લેંડ માં બેરિસ્ટર ની પદવી પ્રાપ્ત કરી. બે વર્ષ ના
અભયસ બાદ જવેરબા ને તેડવામાં આવ્યા અને ગોધરામાં પોતાનું ગ્રહસ્ત જીવન ચાલુ કર્યું. તેમને બે સંતાન થયા. ૧૯૦૪ માં મણિબેન અને ૧૯૦૬ માં ડાયાભાઈ આમ તેને ગોધરા બોરસદ, આણંદ માં વકીલાત કરી. મોટા ભાઈ ને ઈંગ્લેન્ડ અભ્યાસ માટે રૂપિયા ભેગા કર્યા. આમ ૧૯૦૯ માં તેમના પત્નીને કેન્સર ની સારવાર માટે મુંબાય દાખલ કરવામાં આવ્યા. તબિયત માં સુધારો હોવા સતા ત્યાં તેમનું મૃત્યુ થયું. આ સમયે વલ્લભભાઇ કોર્ટમાં કેસ લડી રહ્યા હતા. ત્યાં સમાચાર આવ્યા હોવા છતા તે કેસ પુર્ણા કરી તેમના અસલીલને જીતાડી ને પછીજ બધાને સમાચાર આપ્યા હતા.

આવા હતા આપના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ. હવે તેની આજાદી ની લડત ની થોડી વાત કરીયે. સૌપ્રથમ ૧૯૧૭ માં અમદાવાદ માં સ્વચ્છ્તા વિભાગના અધિકારી તરીકે છૂટાણા. ત્યાર બાદ ગાંધીજીને મળ્યા અને અંગ્રેજો પાસેથી સ્વરાજ ની માંગણી કરતી અરજીમાં સહભાગી બન્યા. ૧૯૨૦ તે નવ રચિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ચુટાના. ૧૯૨૨, ૧૯૨૪ અને ૧૯૨૭ માં અમદાવાદ ના સુધરાય ના પ્રમુખ પદે છૂટાણા. ૨૩ ઓક્ટોબર ૧૯૪૭ ના રોજ પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો અને ભારતના ભાગલા વખતે લગભગ ૫૬૨ રજવાડા ને એક કરવામાં સરદાર સાહેબ નો અનન્ય ફાળો છે.

આવા આપણા લોક લાડીલા વલ્લભભાઇ નું સ્ટેચ્યું ઓફ યુનિટી એટલે વલ્લભભાઈની ૧૮૨ મીટર ઊચી પ્રતિમા ની અંદર બંને પગ માં લિફ્ટ ગોઠવેલ છે. મુર્તિ ના છાતીના ભાગમાં વિશાળ જગ્યામાં લગભગ ૨૦૦ લોકો ઉભા રહીને નર્મદા મૈયાનું વિશાળ સ્વરૂપ તથા કુદરતી સૌંદર્ય નિહાળી શકશે જે નદી થી આશરે ૫૦૦ ફૂટ ની ઊચાઇ પર છે. આ લિફ્ટ ની સ્પીડ પ્રતિ સેકંદે ૪.૫ મીટર છે. આ લિફ્ટ માં ૨૪ લોકો બેસી સકે તેવી કેપેસિટી ની છે. જે ૨૫ સેકન્ડ માં પ્રવાસીને છાતી ના ભગમાં રહેલી વિશાળ ગેલેરીમાં એટલે કે ૧૩૫ મીટર ની ઊચાઇ પર લઈ જાયછે. ત્યાં વિશાળ જાળી લગાવેલી છે.

આ પ્રતિમા પર કોઈ પણ જાત નો રંગ લગાવવામાં આવેલ નથી. કુદરતી વાતાવરણ મુજબ તેનો રંગ થાય જશે આસરે ૨૫ વર્ષ બાદ તેનો રંગ વાતાવરણ ની અસરથી ગ્રે થઈ જસે આ સ્ટેચ્યું એના બ્રોંજ ના પદ ૮થી૧૦ ટન ના છે. ૫ હજાર જેટલી પેનલો છે. આમ તેમાં ૩૭૦૦ જેટલા માણસો કામ કરી રહ્યા હતા. તેને બનાવવામાં ૯૦ ટકા તાંબું અને બાકીનું જિંક વાપરેલ છે. ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી ની આ સ્ટેચ્યું ઓફ યુનિટી ની સફર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ફાળે જાય છે.

ત્યાં આવનાર પ્રવાસી માટે સ્ટેચ્યું સુધી પહોચવા માટે ૫ કિલોમીટર બોટિંગ ની સુવિધા કરવામાં આવવાની છે. તેમજ ત્યાં પ્રતિમા ની નીચે આર્ટ ગેલેરી બનાવેલી છે. જેમાં સરદાર ના જીવન ની જાખી કરાવે છે. તેમજ ૭૦૦૦૦ચોરસ મીટર વિસ્તાર માં ૨૫૦ ભવ્ય સ્ટેન્ટ બનાવવાના છે. તેમજ ૧૭ કિલો મીટર ના વિસ્તારમાં વેલી ઓફ ફ્લાવર્સ નો પ્રોજેકટ બનાવવાનો છે. જે આપની પરમપરા ની જાખી કરાવશે..

અંતમાં સરદાર ની વિરાટ પ્રતિમા ને વંદન કરી… જય ભારત .. જાય
હિન્દ .. જય જય ગરવી ગુજરાત….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *